SearchBrowseAboutContactDonate
Page Preview
Page 467
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨૬] પ્રવચન શબ્દનો અર્થ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ જિનેશ્વરરૂપ વૈદ્ય તે ભવ્યો ઉપર રાગી નથી અને અભિવ્યના અસાધ્ય એવા કર્મરૂપ રોગ હોવાથી તેનો નાશ ન કરવાથી દ્રષી પણ નથી. અથવા જેમ અયોગ્ય કાષ્ટાદિ મૂકીને યોગ્ય કારાદિમાં સુથાર કોતરકામ કરે છે, તેથી તે સુથારાદિ તે કાષ્ઠાદિ ઉપર રાગ-દ્વેષી નથી. તેમ જિનેશ્વર પણ યોગ્યને બોધ કરવાથી રાગી નથી અને અયોગ્યને બોધ નહિ કરવાથી દ્રષી પણ નથી. ૧૧૦૩૧૧૧૦. - હવે નિર્યુક્તિની બીજી ગાથાની વ્યાખ્યા ભાષ્યકાર કહે છે. तं नाणकुसुमवुद्धिं, घेत्तुं बीयाइबुद्धओ सब् । જેથતિ વયના, માતા ફુવ વિતરુસુમા Il??? पगयं वयणं पवयणमिह सुयनाणं कहं तयं होज्जा ? । पवयणमहवा संघो, गति तयणुग्गहट्टाए ॥१११२॥ તીર્થકરે મૂકેલ જ્ઞાનરૂ૫ પુષ્પની વૃષ્ટિને બીજાદિબુદ્ધિવાળાં (જે એક પદથી અનેક પદો ગ્રહણ કરે તે બુદ્ધિને બીજબુદ્ધિ કહેવાય, તેવા અને આદિશબ્દથી કોઠારમાં ધાન્યની માફક અખંડ સૂત્રાર્થ ધારણ કરે એવી જે કોઇબિદ્ધિવાળા) ગણધર મહારાજો સમગ્રપણે ગ્રહણ કરીને, વિચિત્ર પુષ્પમાળાની પેઠે તે જ્ઞાનરૂપ પુષ્પની પ્રવચન માટે (સૂત્ર) રચના કરે છે. પ્રવચન એટલે પ્રધાનવચન અથવાપ્રશસ્ત વચન, અથવા આદિવચન, અથવા સંઘ. પ્રવચન જે દ્વાદશાંગ ધ્રુત તે કેવી રીતે થાય ? તેથી દ્વાદશાંગરૂપ પ્રવચન માટે અથવા સંઘના અનુગ્રહ માટે સૂત્ર રચના કરે છે. ૧૧૧૧-૧૧૧૨. અથવા બીજા કારણથી પણ તેની રચના કરે છે તે કારણ જણાવે છે. (९१) घेत्तुं व सुहं सुहगुणण-धारणा दाउं पुच्छिउं चेव । एएहिं कारणेहिं, जीयं ति कयं गणहरेहिं ॥१११३।। સુખપૂર્વક ગ્રહણ કરી શકાય, ગણી શકાય, ધારી શકાય, બીજાને આપી શકાય અને પૂછી શકાય, એ કારણોથી પણ ગણધરોએ શ્રુત રચના કરી છે. ૧૧૧૩. ' ' છુટા વેરાએલા પુષ્પ સમૂહની પેઠે ભગવત્તે કહેલા વચનવૃન્દને સૂત્રરૂપે ગુંથેલ હોય, એટલે પદ-વાકય-પ્રકરણ-અધ્યાય-પ્રાભૃતાદિના નિયતક્રમ પ્રમાણે વ્યવસ્થાપિત કરેલ હોય, તો તે સુખે ગ્રહણ કરી શકાય; જેમ કે “ આ શાસ્ત્રનો આટલો ભાગ ગ્રહણ કર્યો અને હવે આગળ આટલો ગ્રહણ કરવાનો બાકી રહ્યો” વળી એ પ્રમાણે વ્યવસ્થિત હોય, તો તેનું પરાવર્તન સારી રીતે કરી શકાય અને તેની સ્મૃતિ પણ રાખી શકાય, શિષ્યને શિખવવું હોય તો પણ સુગમ થાય, શંકા પડવાથી તેનો નિશ્ચય કરવાને ગુરૂને સુખપૂર્વકપ્રશ્ર પણ કરી શકાય. આવા કારણોથી ગણધર મહારાજોએ અવ્યવચ્છિન્ન એવા દ્વાદશાંગશ્રુતની ગણધરનો કલ્પ હોવાથી રચના કરી છે. એજ અર્થ હવે ભાષ્યકાર કહે છે. मुक्ककुसुमाण गहणाइयाइं जह दुक्करं करेउं जे । गुच्छाणं च सुहयरं, तहेव जिणवयणकुसुमाणं ।।१११४।। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy