SearchBrowseAboutContactDonate
Page Preview
Page 464
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતરી તપઆદિ વૃક્ષારોહ, શાનવૃષ્ટિ, ગ્રહણ અને રચના. [૪૨૩ પ્રમાણે શિષ્ય ગુરૂને નિયુક્તિ કહેવાને પ્રેરે છે. અથવા આ શિષ્ય મંદબુદ્ધિવાળો છે, માટે નિર્યુક્તિ ગુરૂને પ્રેરણા કરે છે કે તમે આ શિષ્યને મારા અર્થો સમજાવો. ૧૦૯૧. હવે આગળની ગાથાનો સંબંધ જોડવા શંકા કરે છે કે - कत्तो पसूयभागयमायरियपरंपराए सुयनाणं । सामाइयाइयमिदं, सव्वं चिय सुत्तमत्थो वा ? ॥१०९२।। પ્રથમ આપે કહ્યું છે કે આચાર્યની પરંપરાએ આવેલી સામાયિકનિયુક્તિ કહીશ, પણ આ સામાયિક નિર્યુક્તિ પ્રથમ કયાંથી ઉત્પન્ન થઈને આચાર્યની પરંપરાએ આવેલ છે ? તથા સામાયિકથી લઈને બિન્દુસાર પર્યંતનું સૂત્રાર્થરૂપ સર્વશ્રુત પણ કોનાથી ઉત્પન્ન થઈને આચાર્ય પરંપરાએ આવેલું છે ? ૧૦૯૨. આ સ્થળે વચમાં પ્રશ્ન કરાવી સમાધાન આપતાં કહે છે કે - एयं नणु भणियं चिय, अत्थपुहुत्तस्स तेहिं कहियस्स । इह तेसिं चिय सीलाइकहण-गहणंफलविसेसो ॥१०९३॥ એ વાત પૂર્વે કહેલ છે કે તીર્થકર-ગણધરોએ કહેલ અર્થપૃથફત્વરૂપ શ્રુતજ્ઞાનની નિર્યુક્તિ કહીશ, એટલે અહિં કહેવાની જરૂર નથી. ઉત્તરમાં જણાવે છે કે હા ત્યાં કહેલ છે કે તીર્થકરોથી સૂત્રાર્થની ઉત્પત્તિ થઈ છે પણ અહીં તો હવે તેમનાં શીલાદિનું કથન, ગ્રંથન અને ફળવિશેષ એ ત્રણ વસ્તુ વિશેષથી કહેવાશે. ૧૦૯૩. ૧૦૯૨ ગાથામાં કહેલ પ્રશ્નોના ઉત્તર માટે કહે છે. (૮૬) તવ-નિયમ-નાળવવું, ગાઢો વેવત્ની ૩મયનાળt तो मुयइ नाणवुद्धिं, भवियजणविबोहणट्ठाए ॥१०९४॥ (९०) तं द्धिमएण पडेण, गणहरा गिहिउं निरवसेसं । तित्थयरभासियाई, गंथंति तओ पवयणट्ठा ॥१०९५॥ તપ-નિયમ-અને જ્ઞાનરૂપ વૃક્ષ પર આરૂઢ અનન્તજ્ઞાનવાળા કેવળી મહારાજ ભવ્યજનોને બોધ કરવા માટે, તે વૃક્ષથી જ્ઞાનસ્વરૂપ પુષ્પની વૃષ્ટિ કરે છે. તે જ્ઞાનરૂપ પુષ્પને બુદ્ધિમય પટમાં ગણધરો ગ્રહણ કરીને, તીર્થકરોએ કહેલ વચનો પ્રવચન માટે ગુંથે છે. ૧૦૯૪-૧૦૯૫. વૃક્ષ બે પ્રકારનાં છે. દ્રવ્ય વૃક્ષ તથા ભાવવૃક્ષ: જેમ કોઈક મનુષ્ય કલ્પવૃક્ષ પર ચડીને તેના સુવાસિત પુષ્પો એકઠા કરીને, નીચે રહેલા અને ચડવા માટે અસમર્થ એવા બીજા મનુષ્યને અનુકંપાથી આપે છે, અને તે મનુષ્ય તે પુષ્પો જમીન પર પડી ધૂળવાળા ન થાય તે માટે સ્વચ્છ અને વિસ્તૃત વસ્ત્રમાં લઈ લે છે, તે પછી તેનો યથાયોગ્ય પોતે ઉપભોગ કરે છે. અને બીજાઓની પાસે પણ તેનો ઉપભોગ કરાવીને, ઉપકાર કરી સુખ પામે છે. તેવીજ રીતે તપ-નિયમ-અને જ્ઞાનરૂપ વૃક્ષ પર આરૂઢ થયેલ અનન્તજ્ઞાનવાળા કેવળી ભગવંત, ભવ્યજનોને બોધ કરવા માટે જ્ઞાનરૂપ પુષ્યની વૃષ્ટિ કરે છે, ગણધરો બુદ્ધિરૂપી પટમાં તે લે છે, અને પોતે ધારણ કર્યા બાદ તેની યોગ્ય ગુંથણી કરીને બીજા ભવ્યજીવોને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy