SearchBrowseAboutContactDonate
Page Preview
Page 463
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨૨]. સૂત્રપરિપાટીની પ્રેરણા. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ.૧ સૂત્રમાં નિર્યુક્ત એવા જીવાદિ અર્થોનું વ્યાખ્યાન કરવા માટે નિર્યુક્તિ કરવાથી શું લાભ છે ? (સૂત્રમાં જે વિદ્યમાન અર્થો કહ્યા છે, તે અર્થો શિષ્ય વર્ગ સ્વયં જાણી લેશે, તે માટે નિર્યુક્તિ કહેવી નિરર્થક છે.) ના એમ નહિ. સૂત્રમાં કહ્યા છતાં પણ (તથા પ્રકારની બુદ્ધિથી રહિત શિષ્યો) નિયુક્તિથી કહ્યા સિવાય સર્વ અને વિદ્યામાન અર્થને જાણી શકતા નથી. ૧૦૮૭. એ કારણથી. तो सुयपरिवाडि च्चिय, इच्छावेइ तमणिच्छमाणंपि । निज्जुत्ते वि तदत्थे, वोत्तुं तदणुग्गहट्टाए ॥१०८८॥ તે કારણથી કહેવા નહિ ઈચ્છતાં છતાં પણ તે સૂત્રપદ્ધતિ જ નિયુક્તિકાર આચાર્યને, જીવાદિ અર્થોને નહિ જાણનાર શ્રોતાપર અનુગ્રહ કરવાને પ્રેરે છે. ૧૦૮૮. એ સંબંધમાં દષ્ટાન્ત કહે છે. फलयलिहियंपि मंनो, पढइ पभासइ तहा कराईहिं । दाएइ य पइवत्थु, सुहबोहत्थं तह इहपि ॥१०८९॥ જેમ કોઈ પંખ (ચિત્રામણ બતાવનાર ગૌરીપુત્ર) પાટીઆમાં અનેક પ્રકારની આલેખિત વસ્તુ વાંચે છે, તેની વ્યાખ્યા કરે છે અને મુગ્ધજનોને સહેલાઈથી બોધ કરવાને હસ્તાદિથી દરેક વસ્તુ બતાવે છે. (જેમકે આ સ્ત્રીએ અન્યજન્મમાં પોતાના સ્વામિને ઠગ્યો હતો, તેથી તેને આ જન્મમાં આવી-માતંગકુળમાં જન્મ થવારૂપ વિપાક થયો. વળી આ સ્ત્રી પોતાના સ્વામીના મિત્રો અથવા પ્રાહુણા આવતા ત્યારે મોઢું ચડાવતી હતી. અને આ સ્ત્રી પોતાની પાસે વૈભવ છતાં પણ આવેલા વાચકોને નિરંતર “નથી નથી” એમ કહેતી હતી. (નિરાશ કરતી હતી, તેથી તેને આવા આવા પ્રકારના દુઃખ વિપાક અનુભવવા પડ્યા. તેમ અહીં પણ વિવિધ શ્રોતાઓના વિચિત્રાપણાને જોઈને આચાર્યશ્રી સર્વની ઉપર અનુગ્રહ કરવાની બુદ્ધિથી, સૂત્રમાં સંબદ્ધ એવા અર્થોને નિયુક્તિથી સવિસ્તર કહે છે. ૧૦૮૯. अहवा सुयपरिवाडी, सुओवएसोऽयमेव जदवरसं । सोयव्वं निस्संकियसुयविणयत्थं सुबोहंपि ॥१०९०॥ અથવા શ્રુતપરિપાટી એટલે શાસ્ત્રનો રીવાજ એવો છે, કે શ્રુત સુબોધ હોય છતાં પણ મોક્ષની ઈચ્છાવાળાએ શંકારહિત થવા તથા શ્રતના વિનયોપચારને માટે સાંભળવું. માટે એ પ્રકારની સૂત્રની પરિપાટી સૂત્રમાં સંબદ્ધ અર્થો હોવા છતાં કહેવા માટે પ્રેરે છે તેથી અવશ્ય સાંભળવું જોઈએ. ૧૦૯૦. “શ્રુત પરિપાટી”ને બદલે કેટલીક પ્રતોમાં “સૂત્ર પરિપાટી” પાઠ છે. તે માટે કહે છે. इच्छह विभासिउं मे, सुयपरिवाडिं न सुटु बुज्झामि । नातिमई वा सीसो, गुरुमिच्छावेइ वोत्तुं जे ॥१०९१॥ હે ભગવંત ! હું મંદમતિ સૂત્રપરિપાટી સમ્યફ જાણતો નથી, માટે આપ તે મને કહો, એ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy