________________
ભાષાંતર]
નિર્યુક્તિશબ્દનો અર્થ.
[૪૨૧
ઉપચારથી આગમન કહ્યું છે, તો આ કથન પણ અયોગ્ય છે. કેમકે જિનેશ્વર-ગણધરોએ જે શબ્દો પ્રથમ કહેલ છે, તેજ શબ્દો અહીં આવેલ નથી, કારણ કે તે શબ્દો તો ઉચ્ચાર કર્યા પછી તરત જ ઉપરમ પામેલ છે, એટલે તેની અપેક્ષાએ પણ આગમન કેમ સંભવે ? નજ સંભવે. ૧૦૮૩. શિષ્યની એ પૃચ્છાનો આચાર્યશ્રી ઉત્તર આપે છે કે
आगयमिवागयं तं तत्तो जत्तो समुब्भवो जस्स ।
स परंपरओ य जओ, तमागयमिओ तदुवयारो ॥। १०८४ ।।
જેનો જેનાથી ઉદ્ભવ હોય, તે તેનાથી આવેલું કહેવાય છે, અને તે પરંપરા જેનાથી ઉદ્ભવે છે, તે આચાર્યોથી તે આવેલ છે એમ તેનો ઉપચાર કરાય છે. ૧૦૮૪.
જેમ રૂપીયા વિગેરેથી અથવા ઘટ વિગેરેથી ભોજન આદિની કે ઘટરૂપાદિની ઉત્પત્તિ થાય છે, તે ભોજનાદિ અથવા રૂપાદિ વસ્તુ, રૂપીયાથી અથવા ધટાદિથી આવેલ છે, એમ કહેવાય છે. જેમ ગંગાનો પ્રવાહ હિમવાન્ પર્વતથી આવેલો છે, તેમાં હિમવાન્ તેનો હેતુ છે. તેવી રીતે આ નિર્યુક્તિનો ઉદ્ભવ પણ આચાર્યોની પરંપરાથી છે, અને તેથી જે જંબુસ્વામી વિગેરે આચાર્યોની પરંપરાએ આ સામાયિક આવેલ છે, તેમનાથી જ આ નિયુક્તિનો ઉદ્ભવ પણ છે, આ કારણથી સામાયિકનિર્યુક્તિ તેમનાથી આવેલ છે, એવો ઉપચાર કરાય છે. અહી તે તેમનાથી ઉત્પન્ન થયેલ છે, અથવા તેમના પાસેથી જાણેલ છે, એવો અર્થ સમજવો. ૧૦૮૪.
હવે નિર્યુક્તિ શબ્દનો અર્થ કહે છે.
(८८) निज्जुत्ता ते अत्था, जं बद्धा तेण होइ निज्जुत्ती ।
तहवि य इच्छावेइ, विभासिउं सुत्तपरिवाडी || १०८५।।
જે કારણથી નિશ્ચયવડે કરીને અથવા અધિકપણાવડે કરીને અથવા પ્રથમ રૂડી રીતે સિદ્ધ છે. તથા કહેલા તેજ અર્થો અહિ ગુંથ્યા છે, એટલે કે જીવાદિ અર્થો સૂત્રમાં નિર્યુક્ત છે એટલે સંબદ્ધ છે, તે કારણથી તે નિર્યુક્તિ કહેવાય છે. (જો કે પ્રથમ જ સૂત્રમાં અર્થ સંબદ્ધ છે.) તો પણ (શ્રોતા ઉપર અનુગ્રહ કરવાને) સૂત્રપરિપાટી તે અર્થો કહેવા ગુરૂને પ્રેરે છે. ૧૦૮૫.
એ ગાથાનો વિસ્તારાર્થ ભાષ્યકાર કહે છે.
जं निच्छयाइजुत्ता, सुत्ते अत्था इमीए वक्खाया ।
તેળેય નિષ્ણુત્તી, નિષ્ણુન્નત્થામિહાળો II?૦૮૬/
જે કારણથી સૂત્રમાં નિશ્ચયથી-અધિકતાથી-આદિમાં અથવા સારી રીતે જીવાદિ વિદ્યમાન અર્થો નિર્યુક્ત-સંબદ્ધ છે, તે અર્થો આ નિર્યુક્તિ વડે કહેવાય છે, તે કારણથી આને નિર્યુક્તિ કહેવાય
છે. ૧૦૮૬.
શિષ્ય પૂછે છે કે
Jain Education International
निज्जुत्ताणं, निज्जुत्तीए पुणो किमत्थाणं ? । निज्जुत्ते वि न सच्चे, कोइ अवक्खाणिए मुणइ || १०८७॥
For Private & Personal Use Only
www.jainelibrary.org