SearchBrowseAboutContactDonate
Page Preview
Page 465
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨૪]. સામાયિકનો અર્થાધિકાર [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ આપી પરોપકાર કરે છે એમ ઉપનય જોડવો. તેમાં તપ છ બાહ્ય અને છ અભ્યત્તર એમ બાર પ્રકારે છે. ઈન્દ્રિય અને નોઈન્દ્રિયનો | નિગ્રહરૂપ | સંયમ તે નિયમ. એમાં શ્રોતાદિ ઇન્દ્રિયોનો નિગ્રહ તે ઈન્દ્રિયસંયમ અને કષાય આદિનો નિગ્રહ તે નોઈન્દ્રિયસંયમ. જ્ઞાન તે સંપૂર્ણ કેવળજ્ઞાન. એ પ્રકારના તપ-નિયમ અને કેવળજ્ઞાનરૂપ વૃક્ષ પર આરૂઢ થયેલા સર્વજ્ઞ ભગવંત તે વૃક્ષથી ભવ્યજનોને બોધ કરવા માટે જ્ઞાનના કારણભૂત શબ્દરૂપ પુષ્પની વૃષ્ટિ કરે છે, તે પુષ્પવૃષ્ટિ પોતાની નિર્મળ-બુદ્ધિરૂપ પટમાં ગૌતમાદિ ગણધરો સંપૂર્ણ ગ્રહણ કરે છે, અને તે પછી પ્રવચન માટે વિવિધ પુષ્પમાળાની પેઠે તે વચનોની સૂત્ર તરીકે રચના કરે છે. ૧૦૯૪-૧૦૯૫. હવે એજ અર્થ ભાષ્યકાર કહે છે. रुक्खाइरुवयनिरूवणथमिह दबरुक्खदिद्रुतो । जह कोइ विउलवणसंडमज्झयारट्ठियं रम्मं ॥१०९६॥ तुंगं विउलक्खंध, साइसओ कप्परूक्खमारूढो । पज्जवगहियबहुविहसुरभिकुसुमोऽणुकंपाए ॥१०९७॥ कुसुमत्थिभूमिचिट्ठियापुरिसपसारिय पडेसु पक्खिवइ । गंथंति तेऽवि घेत्तुं, सेसजणाणुग्गहट्ठाए ।।१०९८।। लोगवणसंडमझे, चोत्तीसाइसयसंपदोवेओ । तव-नियम-नाणमइयं, स कप्परक्खं समारूढो ॥१०९९।। मा होज्ज नाणगहणम्मि, संसओ तेण केवलिग्गहणं । सोऽवि चउहा तओऽयं सबण्णू अभियनाणित्ति ॥११००। पज्जत्तनाणकुसुमो, ताइं छउमत्थभूमिसंथेसु । नाणकुसुमत्थिगणहरसियबुद्धिपडेसु पक्खिवइ ॥११०१॥ પૂર્વોક્ત વૃક્ષાદિનું રૂપક નિરૂપણ કરવા માટે અહિં દ્રવ્યવૃક્ષનું દષ્ટાંત છે. જેમ કોઈ અતિશય શક્તિમાન્ પુરૂષ, વિસ્તીર્ણ વનખંડની મધ્યમાં રહેલ મનોહર, ઉંચા અને વિસ્તર્ણ સ્કંધવાળા કલ્પવૃક્ષ પર ચઢીને, સંપૂર્ણ બહુ પ્રકારના સુવાસિત પુષ્પો ગ્રહણ કરીને, બીજા પુષ્પના અર્થી એવા ભૂમિપર પટપ્રસારીને રહેલા પુરૂષોને અનુકંપાથી આપે છે. તે પુરૂષો પણ બીજાજનોના અનુગ્રહ માટે તેને ગુંથે છે. તેવી જ રીતે વિશ્વરૂપ વનખંડની મધ્યમાં રહેલા, તપ-નિયમ-અને જ્ઞાનરૂપ કલ્પવૃક્ષ પર ચઢેલા ચોત્રીસ અતિશયરૂપ સંપત્તિયુક્ત ભગવંત, સંપૂર્ણજ્ઞાનરૂપ પુષ્પો છદ્મસ્વરૂપ ભૂમિપર રહેલા-અને જ્ઞાનરૂપ પુષ્પના અર્થી ગણધર મહારાજાઓની નિર્મળ બુદ્ધિરૂપ પટમાં નાંખે છે. અહી જ્ઞાનશબ્દ પ્રહણ કરવાથી કયા જ્ઞાનવાળા એમ સંશય ન થાય તે માટે, મૂળમાં કેવળી શબ્દ ગ્રહણ કરેલ છે, તે કેવળી પણ શ્રુતઅવધિ આદિથી ચાર પ્રકારે છે, તેથી અમિતજ્ઞાની એટલે સર્વજ્ઞ એમ કહ્યું છે. ૧૦૯૬ થી ૧૧૦૧. અહિં શિષ્ય પૂછે છે કે - कीस कहेइ कयत्थो, किं वा भवियाण चेव बोहत्थं । सबोपायाविहिण्णू, किं वाऽभव्बे न बोहेइ ? ॥११०२।। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy