SearchBrowseAboutContactDonate
Page Preview
Page 460
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર પરંપરા શબ્દનો ભાવાર્થ. [૪૧૯ જિનેશ્વર-ગણધર આદિ ગુરૂજનોએ ઉપદેશેલ, તથા તેમના પછી થયેલ જંબુસ્વામી વિગેરે આચાર્યની પરંપરાએ આવેલ અને તે પછી વર્તમાન પોતાના ગુરૂએ કહેલ સામાયિકની ઉપોદ્ધાતનિયુક્તિ કહીશ. ૧૦૮૧. પરંપરા શબ્દનો ભાવાર્થ કહે છે. उज्जेणीओ नीया, जहेट्टगाओ पुरा परंपरया । રહિં છોવિં, તહી પરંપરા ૨૦૮રા ' જેમ પૂર્વે ઉજ્જયિણીથી રાજપુરષોએ પરંપરાએ ઈંટો કૌશાંબીમાં આણી, તેમ આચાર્યની પરંપરાએ આ નિર્યુક્તિ પણ આવી છે. ૧૦૮૨. આ ભરતક્ષેત્રમાં યમુનાનદીના તીરે પૂર્વદિશામાં કૌશાંબી નામે મહાનગરી હતી. ત્યાં સહસ્ત્રોનીકરાજાનો પુત્ર શતાનીકરાંજા રાજ્ય કરતો હતો. જે પોતાના કુલરૂપી સરોવરને વિશે કમલ સમાન હતો. તેને અતિશય રૂપવતી મૃગાવતી નામે પટ્ટરાણી હતી. જે ચેટક રાજાની પુત્રી હતી અને વીરભગવંતની પરમ ભક્ત હતી. તે નગરમાં એક વિશિષ્ટ ચિત્રકાર હતો, જેણે શક્તિપુરનગરનાં સુરપ્રિય યક્ષની આરાધના કરીને વરદાન મેળવેલું હતું. એક દિવસ રાજાએ તે ચિત્રકારનો ખોટો ગુન્હો કલ્પીને તેનો અંગુઠો તથા તર્જની આંગળીનો અગ્રભાગ છેદી નાંખ્યો આથી અપમાન પામેલા ચિત્રકારે અત્યંત ક્રોધિત થઈ તેનું વેર લેવાનો ઉપાય ચિંતવીને, મૃગાવતીનું યથાવસ્થિતરૂપ પુનઃવરદાન મેળવીને ચિત્રપટ્ટમાં આલેખ્યું, પછી એ ચિત્રપટ્ટ સ્ત્રીલુબ્ધ અને અતિ બળવાન એવા ઉજ્જયિનીના ચંડપ્રદ્યોત રાજાને બતાવ્યું. તે જોઈને જ અતિશય કામથી પરાધીન થયેલા રાજાએ મૃગાવતીની યાચના માટે દૂતને શતાનીકરાજા પાસે મોકલ્યો. શતાનીકરાજાએ આથી અતિક્રોધિત થઈ તે દૂતને અપમાન પૂર્વક તિરસ્કાર કરીને પાછો કાઢ્યો. તેથી ચંડપ્રદ્યોતે અતિક્રોધાયમાન થઈ મહાબલવાન અને અનેક સુભટોની કોડીઓવાલા મુકુટબદ્ધ ચૌદ રાજાઓની સાથે મોટા લશ્કર સહિત શતાનીકરાજા ઉપર ચઢાઈ કરી. ચંડપ્રદ્યોતને મોટા લશ્કર યુક્ત આવતો સાંભળીને તથા પોતે તેનાથી અલ્પ લશ્કરવાળો છે, એમ જાણીને ભયથી શતાનીકરાજાને અતિસાર રોગ થયો અને તેથી તે મરણ પામ્યો. આથી મૃગાવતીએ વિચાર્યું, કે અરે ! ધિક્કાર છે મારા આ રૂપને કે જેને લીધે મારા સ્વામી મરણ પામ્યા, પરંતુ આ વ્યતિકર આટલાથી જ અટકે એમ જણાતું નથી. કોડોભવમાં પણ અતિ દુપ્રાપ્ય અને શ્રીમાનું મહાવીર પ્રભુના ઉપદેશથી ચિરકાળ પર્યત પાળેલું મારું શિલરત્ન લુંટાય એવો પ્રસંગ આવ્યો છે, તો તે માટે કંઈક ઉપાય ચિંતવું. એમ વિચારતી મૃગાવતીએ સ્વબુદ્ધિથી ઉપાય ચિંતવીને ચઢી આવતા ચંડપ્રદ્યોતની સન્મુખ દૂત મોકલ્યો. તે દૂતે ત્યાં જઈને મૃગાવતીના વચનથી કહ્યું, કે મહારાજ ! દેવી મૃગાવતી આપ શ્રીમાન્ દેવને વિનંતી કરે છે, કે મારા સ્વામી દેવગત થયા હોવાથી હવે હું તમારે સ્વાધીન જ છું, પરંતુ મારો પુત્ર ઉદયન જે રાજનો વારસ છે, તે હજી બાળક છે, તેને સ્વસ્થ-નિર્ભય કર્યા સિવાય જો હું તમારી પાસે આવું, તો સીમાડાના રાજાઓ તેનો પરાભવ કરીને રાજ લઈ લેશે, માટે આપ ત્યાં દૂર રહીને જ મારા પુત્રને નિર્ભય કરો. એમ કર્યા સિવાય જો આપ મારા દેશની સીમામાં આવશો તો હું વિષ આદિ પ્રયોગથી મરણ પામીશ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy