SearchBrowseAboutContactDonate
Page Preview
Page 459
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૮] હેત ઉદાહરણ કારણ પદોનો અર્થ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ ૧ હવે કારણનું સ્વરૂપ કહે છે. જો કે અન્યત્ર કારણને હેતુજ કહેલ છે, પરંતુ અહીં હેતુથી તેને સાક્ષાત્ પૃથફ કહ્યું છે. કારણ એટલે ઉપપત્તિમાત્ર. જેમકે “જ્ઞાન અને અનાબાધાની ઉત્કર્ષતાથી સિદ્ધો અનુપમ સુખી છે.” અહીં ઉપપત્તિમાત્ર છે. કેમકે સર્વજન પ્રતીત એવું સાધ્ય-સાધન ધર્માનુગત કોઈપણ દષ્ટાંત અહીં જણાવી શકાય તેમ નથી, પ્રકૃષ્ટજ્ઞાનવાળા અને રાગ-દ્વેષ-સુધા-પિપાસાપરપરાભવાદિવડે મનોબાધારહિત સાધુઓ પરમસુખી જણાય છે. આમાં અતિપ્રકર્ષ પામેલ કેવલજ્ઞાનરૂપ જ્ઞાનની સાથે અને સર્વથા નિરાબાધપણાની સાથે અનુપમ સુખનો અન્વય જો કે નથી જણાતો, તો પણ ગીતાર્થપ્રશાન્ત સાધુને સુખી જોવાથી સિદ્ધોની નિરૂપમ સુખ સમૃદ્ધિની સંભાવના કરાય છે. તેથી અહીં ઉપપત્તિમાત્ર જ છે. અહીં ભાષ્યકારે પ્રથમ હેતુ કહ્યો છે અને પછી ઉદાહરણ કહ્યું છે, તે એમ જણાવે છે, કે પ્રાયઃ એજ પ્રમાણે પ્રયોગનો ઉપન્યાસ થાય છે. પણ નિર્યુક્તિકારે જે પ્રથમ દૃષ્ટાંત અને તે પછી હેતુ કહ્યો છે, તે એમ જણાવે છે, કે એ પ્રમાણે હેત કહ્યા સિવાય પ્રથમ દષ્ટાંતજ બતાવાય એવો પણ જાય છે. જેમકે મલ્યાદિને પાણી જેમ ગતિ ઉપષ્ટભક છે, તેમ ગતિ પરિણામ પામેલ જીવપુગલોને ધર્માસ્તિકાય ગતિઉપષ્ટભક છે. વળી કોઈ સ્થળે દૃષ્ટાંત સિવાય કેવળ હેતુજ કહેવાય છે. જેમકે-પૂર્વે મેં જોયેલ ચિન્હવાળો હોવાથી આ મારો અશ્વ છે. અહીં દષ્ટાંત નથી. નિર્યુક્તિકારે કહ્યું છે કે “જિનવચન સિદ્ધ જ છે, પણ કોઈ વખત ઉદાહરણ કહેવાય છે, અને કોઈ વખત તેવા પ્રકારનો શ્રોતા પામીને હેતુ પણ કહેવાય છે.” આ પ્રમાણે હેતુ-ઉદાહરણ અને કારણને કહેનારા પદોનો સમૂહ જેમાં હોય, એવી નિર્યુક્તિ કહીશ. અથવા હેતુ અને ઉદાહરણના કારણભૂત પદોનો સમૂહ જેમાં હોય એવી નિયુક્તિ હું કહીશ. ૧૦૭૭-૭૮. હવે આગળની નિયુક્તિ ગાથાનો સંબંધ જોડવા કહે છે કે. इय सब्बसंगहाईए, जेणमावासयं अहिकयं च । सामाइयं च तस्सवि, तो पढमं तस्स वोच्छामि ॥१०७९॥ (પૂર્વે ૧૦૭૪મી ગાથાના) સંગ્રહમાં પ્રથમ આવશ્યકની નિર્યુક્તિ કહેવાનું કહ્યું છે, અને અહીં અધિકાર પણ તેનો જ છે. તેમાં પણ સામાયિક પહેલું છે, તેથી પ્રથમ સામાયિકની નિર્યુક્તિ કહીશ. ૧૦૭૯. એજ વાત નિયુક્તિકાર કહે છે. (૮૭) સામફિનિષ્ણુત્તિ, વોરું વસિયં ગુni ! સાયેરિયાપરા, ૩ામર્થ સાધુપુત્રીy ૦૮ના ગુરૂજનોએ ઉપદેશેલ અને આચાર્યોની પરંપરાએ અનુક્રમે આવેલ સામાયિકની નિયુક્તિ કહીશ. ૧૦૮૦. ગુરૂજન એ શબ્દનો અર્થ ભાષ્યકાર કહે છે. जिण-गणहरगुरुदेसियमायरियपरं परागयं तत्तो । आयं व परंपरया, पच्छा सयगुरुजणोद्दिद्धं ॥१०८१॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy