SearchBrowseAboutContactDonate
Page Preview
Page 458
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર) નિયુક્તિ કોની કોની છે? [૪૧૭ અથવા અર્થથી જેનો કથંચિત્ ભેદ હોય, તે અર્થપૃથકત્વ અથવા જેનાથી ભિન્નપણે અર્થ હોય તે અર્થપૃથફત્વ, અથવા અર્થથી પૃથુત્વ એટલે વિસ્તીર્ણ હોય તે અર્થપૃથુત્વ. ૧૦૦૩. કોની કોની નિયુક્તિ કહેવાશે ? તે કહે છે. (८४) आवस्सयस्स दसकालियस्स तह उत्तरज्झमायारे । सुयगडे निज्जुत्तिं, वोच्छामि तहा दसाणं च ॥१०७४॥ (८५) कप्पस्स य निज्जुत्तिं ववहारस्स व परमनिउणस्स । सूरियपण्णत्तीए, वोच्छं इसिभासियाणं च ॥१०७५।। (૮૬) Wસિ નિત્તિ, વાચ્છામિ નિવાઇ आहरण हेऊ-कारणपयनिवहमिणं समासेणं ॥१०७६॥ • આવશ્યક, દશવૈકાલિક, ઉત્તરાધ્યયન, આચારાંગ, સૂત્રકૃતાંગ તથા દશાશ્રુતસ્કંધની નિયુક્તિ કહીશ. તેમજ કલ્પ, પરમનિપુણ એવો વ્યવહાર, સૂર્યપ્રજ્ઞપ્તિ અને દેવેન્દ્રસ્તવાદિ ઋષિભાષિત ગ્રંથોની નિયુક્તિ કહીશ. એ શ્રુતવિશેષોની નિયુક્તિ, જિનોપદેશથી હેતુ-ઉદાહરણ - અને કારણ સહિત સંક્ષેપથી કહીશ. ૧૦૭૪-૧૦૭૫-૧૦૭૬ . હવે ભાષ્યકાર મહારાજ હેતુ-ઉદાહરણ-અને કારણનું સ્વરૂપ કહે છે. हेऊ अणुगम-वइरेगलक्खणो सज्झवत्थुपज्जाओ। आहरणं दिटुंतो, कारणमुववत्तिमेतं तु ॥१०७७॥ एवं पयाण निवहो, हेऊ-दाहरण-कारणत्थाणं । अहवा पयनिवहो च्चिय, कारणमाहरण-हेऊणं ॥१०७८॥ અન્વય-વ્યતિરેક લક્ષણ સાધ્ય વસ્તુનો પર્યાય તે હેતુ, અને ઉદાહરણ એટલે દષ્ટાંત તથા ઉપપત્તિમાત્ર હોય તે કારણ. એ પ્રમાણે હેતુ-ઉદાહરણ-અને કારણરૂપ અર્થોવાળાં પદોનો સમૂહ, અથવા કારણ - ઉદાહરણ – અને હેતુના પદનો સમૂહ (જેમાં હોય એવી નિર્યુક્તિ કહીશ.) ૧૦૭૭-૧૦૭૮. જયાં સાધન હોય ત્યાં સાધ્ય હોય જ, એ પ્રમાણે સાધનનો સાધ્યની સાથે અન્વય તે અનુગમ, અને સાધ્યના અભાવે સાધનનો અભાવ તે વ્યતિરેક, આ પ્રમાણે અન્વય-વ્યતિરેક સ્વરૂપ જે હોય તે હેતુ કહેવાય. જેમકે “શબ્દ કૃતક હોવાથી અનિત્ય છે.” અહીં અનિત્યપણું સાધ્ય છે અને કૃતકપણું હેતુ છે, તેમાં કૃતકપણું એ વસ્તુનો પર્યાય છે, જો તે અન્યનો પર્યાય હોય, તો વૈયધિકરણાદિ દોષયુક્ત થવાથી સાધ્યને સાધી શકે નહિ. તથા જે સાધર્મથી અથવા વૈધચ્ચેથી સાધ્ય સાધવા માટે કહેવાય તે ઉદાહરણ અથવા દષ્ટાંત કહેવાય, જેમકે – જે ભોક્તા છે, તે દેવદત્તની પેઠે કર્તા પણ છે, આ સાધમ્મ ઉદાહરણ કહેવાય. અને જે કર્તા નથી તે આકાશની પેઠે ભોક્તા પણ નથી, આ વિધર્મી દષ્ટાંત કહેવાય. ૫૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy