SearchBrowseAboutContactDonate
Page Preview
Page 457
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૬] નિર્યુક્તિની પ્રતિજ્ઞા. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ છે, તેમ જેઓ એ સૂત્રાર્થમય શ્રુત આટલા કાળ સુધી અહીં લાવ્યા, તેઓનો વંશ કેમ પૂજવા યોગ્ય ન હોય ? હોયજ. કેમકે જિનેશ્વર અને ગણધરોથી શ્રુત ઉત્પન્ન થયું છે, પણ જો આચાર્ય અને ઉપાધ્યાયનો વંશ ન હોત તો તેનું ગ્રહણ-ધારણ-ને દાન આદિ કોણ કરત ? તથા જેમ (ગૌતમ સ્વામિ આદિ) ગણાધિપો અને (જમ્બુસ્વામી વિગેરે) શેષ આચાર્ય ગણધરો, દ્વાદશાંગ અર્થના વ્યાખ્યાતા હોવાથી શિષ્યવર્ગને હિતકારી છે, તેમ તે દ્વાદશાંગ સૂત્રને ભણાવનાર ઉપાધ્યાયો-પણ શિષ્યવર્ગને હિતકારી છે, અને તે ઉપાધ્યાયની પરંપરારૂપ વંશ તે પણ હિતકારી છે, માટે પૂજ્ય છે, અહીં પ્રકૃત અને પ્રધાન એવું વચન જે દ્વાદશાંગી-તે પ્રવચન, તેના વક્તાઓ જો પૂજ્ય છે, તો તે દ્વાદશાંગરૂપ પ્રવચન વિશેષ પૂજવા યોગ્ય છે. ૧૦૬૩ થી ૧૦૬૮. આ પ્રમાણે તીર્થંકર અને ગણધરોને નમસ્કાર કર્યા પછી શું કરવું છે ? તે કહે છે. (૮૨) તે મઁગ્નિ સિરસા, ત્યપુહત્તસ તેહિં હિયસ્સ I सुयनाणस्स भगवओ, निज्जुत्तिं कित्तइस्सामि ॥ १०६९॥ તે તીર્થંકર-ગણધરોને મન-વચન-કાયાએ વંદન કરીને તેઓએ કહેલા સુત્રાર્થરૂપ ભગવાન શ્રુતજ્ઞાનની નિર્યુક્તિ કહીશ. ૧૦૬૯. એ નિર્યુક્તિની ગાથાનો વિસ્તા૨ાર્થ ભાષ્યકાર હવે કહે છે. - तित्थयराईएऽभिवन्दिउं सुकयमङ्गलायारो । निविग्घमओ वोच्छं, पगयमुवग्धायनिज्जुत्तिं ॥ १०७०|| તે તીર્થંકરાદિને નમસ્કાર કરવાપૂર્વક સારી રીતે મંગળોપચાર કરીને હવે પછી નિર્વિઘ્નપણે પ્રકૃત ઉપોદ્ઘાતનિયુક્તિ કરીશ. ૧૦૭૦. अत्यो सुयरस विसओ, तत्तो भिन्नं सुयं पुहुत्तंति । उभयमिदं सुयनाणं, नियोजणं तेसिं निज्जुत्ति ॥ १०७१।। અર્થ એટલે શ્રુતનો વિષય-અભિધેય, તેથી સૂત્ર કથંચિત્ ભિન્ન હોવાથી તે પૃથક્ કહેવાય. એ સૂત્ર-અર્થરૂપ ઉભય તે શ્રુતજ્ઞાન, અને તે બેનો પરસ્પર સંબંધ ક૨વો (આ સૂત્રનો આ અર્થ.) તે રૂપ નિર્યુક્તિ (તે કહીશું). ૧૦૭૧. હવે “અત્થ પુષુત્ત” શબ્દનો બીજી રીતે અર્થ કરે છે. Jain Education International अत्थस्स व पिहुभावो, पुहुत्तमत्थस्स वित्थस्तंति । इह सुयरसविसेसणं चिय, अत्थपुहुत्तं व से सण्णा ।। १०७२।। અથવા અર્થનો પૃથુભાવ એટલે જીવાદિ અર્થનો વિસ્તાર તે અર્થ પૃથુત્વ, તે અહીં શ્રુતજ્ઞાનનું વિશેષણ જ સમજવું. અથવા અર્થપૃથુત્વ એ શ્રુતજ્ઞાનનું નામ સમજવું, (એવા તે શ્રુતજ્ઞાનની નિર્યુક્તિ હું કહીશ.) ૧૦૭૨ - અથવા - अत्थाओ य पुहुत्तं, जस्स तओ वा पुहुत्तओ जस्स । जं वा अत्थेण पिहुं, अत्थपुहुत्तंति तब्भावो ||१०७३॥ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy