SearchBrowseAboutContactDonate
Page Preview
Page 455
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૪]. મહાવીર ભગવંતની સ્તુતિ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ पत्तेयवंदणमिओ, संपइ तित्थाहिवस्स वीरस्स । सुयनाणत्थप्पभवो, स विसेसेणोवगारित्ति ॥१०५५।। तुल्लगुणाणं परिसं, नमिऊण जह य ससामियं नमइ । तह तुल्लगुणेऽवि जिणे, नमिउं तित्थाहिवं नमइ ॥१०५६॥ તે ત્રણ લોકમાં માંગલિક એવા તીર્થકરોને વંદન કરું છું એટલે પ્રણામ કરું છું અથવા સ્તુતિ કરું છું. અહીં સર્વ જિનોમાં તીર્થકરપણું સમાન હોવાથી ઋષભાદિ સર્વ તીર્થકરોને આ સામાન્યવંદના કહ્યું છે. હવે પછી વર્તમાન તીર્થના અધિપતિ શ્રીવીરને જાદુ વંદન કરીશ, કેમ કે શ્રુતજ્ઞાનના તેઓજ હેતુ હોવાથી વિશેષ ઉપકારી છે. અથવા રાજા વિગેરે સમાન ગુણવાળાના સમૂહને જોઈ, જેમ કોઈ પ્રથમ સર્વને સમાન પ્રણામ કરે છે, અને પછી પોતાના સ્વામિને નમસ્કાર કરે છે, તેમ અહીં પણ સમાન ગુણવાળા સર્વ તીર્થકરોને સામાન્યથી નમીને પછી તીર્થના અધિપતિ શ્રીવીરને નમસ્કાર કર્યા છે. ૧૦૫૪-પપ-પ૬. (८१) वंदामि महाभागं, महामुणिं महायसं महावीरं । अमर-नररायमहियं, तित्थयरमिमस्स तित्थस्स ॥१०५७॥ મહાપ્રભાવવાળા-મહામુનિ-મહાયશવાળા, ઈન્દ્ર અને ચક્રવર્તીથી પૂજીત અને આ તીર્થને પ્રવર્તાવનાર એવા શ્રી મહાવીર જિનેશ્વરને હું વંદન કરું છું. ૧૦૫૭. શ્રી મહાવીર ભગવાન્ અચિંત્ય શક્તિવાળા એટલે મહાપ્રભાવવાળા હોવાથી મહાભાગ છે, તથા જગતની ત્રિકાળસ્થિતિ જાણતા હોવાથી મહામુનિ છે, અથવા સર્વ મુનિઓમાં પ્રધાન હોવાથી મહામુનિ. સર્વત્ર ત્રિભુવનમાં તેમનો યશ વ્યાપેલો હોવાથી મહાયશવાળા, કષાયાદિ મહાશત્રુ સૈન્યનો જય કરવાથી મહાવીર, અથવા થોડા કર્મ ખપાવેલા સાધુઓની અપેક્ષાએ જે વિશેષથી કર્મ ખપાવે છે તે વીર, અથવા ભવ્યજીવોને જે મોક્ષ પ્રત્યે પહોંચાડે છે તે વીર. અથવા જે સ્વયં મોક્ષે જાય છે તે વીર, અથવા કર્મરૂપ શત્રુનો નાશ કરવાથી વીર. અથવા બીજાએ નહિ અનુભવેલ મહા તપરૂપ લક્ષ્મીવડે જે શોભે છે તે વીર અથવા અંતરંગ મોહના મહાસૈન્યનો નાશ કરવાને જે અનન્ત તપોવીર્યને યોજે છે તે વીર. કહ્યું છે કે “જે કર્મનો નાશ કરે છે અને તપવડે શોભે છે. તેમજ તપોવીર્વે કરીને યુક્ત છે, તેથી તે વીર કહેવાય છે.” વળી તે ઈન્દ્રો અને ચક્રવર્તિઓથી પૂજીત તેમજ આ વર્તમાનતીર્થના પ્રવર્તક હોવાથી મહા ઉપકારી છે, માટે ઉપરોક્ત વિશેષણોથી વિશેષિત એવા શ્રી મહાવીરદેવને હું નમસ્કાર કરું છું. ૧૦૫૭, ઉપરોક્ત નિર્યુક્તિની ગાથા ઉપર હવે ભાષ્ય કહે છે. भागोऽचिंता सत्ती, स महाभागो महप्पभावोत्ति । स महामुणी महंतं, जं मुणइ मुणिप्पहाणो वा ॥१०५८॥ तिहुयणविक्खायजसो, महाजसो नामओ महावीरो । विक्कंतो व कसायाइसत्तुसेनप्पराजयओ ॥१०५९॥ ईरेइ विसेसेण व खवेइ, कम्माइं गमयइ सिवं वा । गच्छइ य तेण वीरो, स महं वीरो महावीरो ॥१०६०॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy