SearchBrowseAboutContactDonate
Page Preview
Page 454
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર અમિતજ્ઞાની આદિ શબ્દોની વ્યાખ્યા. [૪૧૩ अमियमणंतं नाणं, तं तेसिं अमियणाणिणो तो ते । तं जेण नेयमाणं, तं चाणंतं जओ नेयं ॥१०५०॥ માપી ન શકાય તે અનન્ત, એવું જ્ઞાન (કેવળજ્ઞાન) તેમને હોવાથી તે અમિત જ્ઞાનવાળા છે, કેમકે જ્ઞયનું પ્રમાણ અનનું છે તેથી જ્ઞાન પણ અનન્ત છે. ૧૦૫૦. હવે “તિષ્ણ સુગઇગઈગએ” એ શબ્દની વ્યાખ્યા કરે છે. तिण्णा समइक्कंता, भवण्णवं कं गई गया तरि ? । सुगईण गई पत्ता, सुगइगइगया तओ होंति ॥१०५१॥ સંસાર સમુદ્રને અતિક્રમ્યા છે તેથી તરેલા. તરીને કઈ ગતિ પામેલા? ઉત્તર-સિદ્ધોની ગતિ પામેલા, અને તેથી તેઓ સુગતિગતિગત છે. (અર્થાત્ સંસાર સમુદ્ર તરીને સિદ્ધગતિ પામેલ હોવાથી તેઓ તરેલા-મોક્ષ પામેલા છે.) ૧૦૫૧. . હવે “સિદ્ધિપહપએસએ” એ પદની વ્યાખ્યા કરે છે. स च्चिय सुगईण गई, सिद्धि सिद्धाण जो पहो तीसे । तद्देसया पहाणा, सिद्धिपहपएसया तो ते ॥१०५२।। તેજ (ઉપરોક્ત) સિદ્ધોની ગતિ તે સિદ્ધિગતિ-મોક્ષ. તે સિદ્ધિનો જે જ્ઞાન-દર્શનચારિત્ર રૂપ માર્ગ, તેના ઉપદેશક હોવાથી તે સિદ્ધિ માર્ગના ઉપદેશક છે. ૧૦૫૨. હવે તે સિદ્ધિ-મોક્ષનો માર્ગ બતાવે છે. સિદ્ધિ પદો પુ સન્મત્ત-ના-ચરાડું વસ્ત્રાપાડું ! भवहेउविवक्खाओ, नियाणपडिकूलकिरिय ब्व ॥१०५३॥ રોગના નિદાનથી પ્રતિકૂળ ક્રિયાની પેઠે, જે હવે કહેવાશે, તે સમ્યગુ દર્શન-જ્ઞાન-અને ચારિત્ર એ ત્રણ સંસારહેતુના વિધાતક હોવાથી મોક્ષ માર્ગ છે. ૧૦૫૨ સમ્યગુદર્શન-જ્ઞાન-અને ચારિત્ર એ મોક્ષમાર્ગ છે, કારણ કે મિથ્યાત્વ-અજ્ઞાન અને અવિરતિ આદિ જે સંસાર હેતુ છે, તેના તેઓજ વિઘાતક છે, તેથી જે હેતુ જેના વિપક્ષ સ્વભાવવાળો હોય છે, તે હેતુ તેના વિપક્ષનો સાધક થાય છે, જેમ અજીર્ણઆદિ રોગના નિદાનના પ્રતિપક્ષભૂત લંઘનાદિ ક્રિયા નિરોગતા સાધે છે, તેમ અહીં પણ મિથ્યાત્વાદિ સંસાર હેતુના વિપક્ષભૂત સમકિતાદિ છે, તેથી તેઓ સંસારના વિપક્ષભૂત મોક્ષના સાધક છે. અથવા ઈષ્ટ અર્થનો વિઘાત કરનાર હેતુના પ્રતિપક્ષભૂત હોવાથી, સમ્યકત્વાદિ ત્રણે ઈષ્ટ અર્થને સાધનારા છે. તેથી જેના વિઘાતકહેતુનો જે પ્રતિપક્ષભૂત સ્વભાવ-તે તેનો સાધક થાય છે, જેમ નિરોગતાના વિઘાતક અજીર્ણઆદિના પ્રતિપક્ષભૂત લંઘન આદિ ક્રિયા નિરોગતા સાધે છે; તેમ અહીં પણ મોક્ષરૂપ ઈષ્ટ અર્થના વિઘાતક મિથ્યાત્વાદિ છે, અને તેના પ્રતિપક્ષભૂત સમ્યક્ત્વાદિ છે, તેથી તેઓ મોક્ષરૂપ ઈષ્ટ અર્થના સાધક છે. ૧૦૫૩. હવે વંદે શબ્દનો અર્થ કહીને મહાવીરદેવને નમસ્કાર કરવા પ્રસ્તાવના કરે છે. वंदेऽभिवादये अभिथुणामि वा ते तिलोगमंगल्ले । सामण्णवंदणमिणं तित्थयरत्ताविसिट्ठाणं ॥१०५४॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy