SearchBrowseAboutContactDonate
Page Preview
Page 453
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૨] તીર્થકર તથા ભગવંત શબ્દનો અર્થ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ ૧ જે હેતુથી-તસ્વભાવથી-અને અનુલોમ્યથી આ ભાવતીર્થ કરે છે અને પ્રકાશે છે, તે હિતાર્થકારી તીર્થકરો છે. ૧૦૪૭. સદ્ધર્મરૂપ તીર્થ કરવામાં તેઓજ હેતુભૂત હોવાથી તે તીર્થકર કહેવાય છે. વળી સ્વયં કૃતાર્થ છતાં પણ તીર્થંકર નામકર્મના ઉદયથી, સમગ્ર પ્રાણિવર્ગ ઉપરની દયાને લીધે, સદ્ધર્મરૂપ તીર્થનો ઉપદેશ કરવાનો તેમનો સ્વભાવ હોવાથી તે તીર્થકર કહેવાય છે. તેમજ સ્ત્રી-પુરૂષ-બાળ-વૃદ્ધ વિરકલ્પ-જિનકલ્પ આદિને અનુરૂપ ઉત્સર્ગ-અપવાદની દેશના વડે, અનુલોમથી સદ્ધર્મરૂપ તીર્થ કરનારા હોવાથી, તે તીર્થકર કહેવાય છે. એવા એ તીર્થકર સર્વ પ્રાણિઓને મોક્ષરૂપ હિતકરનાર હોવાથી હિતાર્થકારી છે. ૧૦૪૭, - હવે ભગવન્ત શબ્દનો અર્થ કહે છે. સરિય-વ-સિરિત્નસ-ધર્મ-પત્તા મયા મrfમવા ते तेसिमसामण्णा, संति जओ तेण भगवंते ॥१०४८॥ ઐશ્વર્યા-રૂપ-લક્ષ્મી-યશ-ધર્મ-અને પ્રયત્ન એ છે ભગ શબ્દના અર્થો કહેવાય છે, તે તેમને (તીર્થકરોને) અસામાન્ય છે, તેથી તેઓ ભગવત્ત છે. ૧૦૪૮. ભગસંજ્ઞાથી કહેવાતા ઐશ્વર્ય આદિ છ અર્થો તીર્થકરોમાં અસાધારણ હોવાથી, તેઓ ભગવાનું કહેવાય છે. સ્વાભવિક, કર્મક્ષયથી થએલ અને દેવોએ કરેલ ચોત્રીસ અતિશયરૂપ પરમ ઐશ્વર્ય તેમને હોય છે. રૂપ તો સર્વ દેવો એકત્ર થઈને એક અંગુઠા પ્રમાણ રૂપ વિદુર્વે, અને તે રૂપને ભગવાનના અંગુઠા આગળ રાખે, તો તે જિનેશ્વરના ચરણના અંગુઠાની પાસે અંગારાની પેઠે શોભા ન પામે એવું છે. ગણધર, આહારક લબ્ધિવાળા મુનિ, અનુત્તરવિમાનવાસી દેવો, ચક્રિ, વાસુદેવ, બળદેવ અને મંડળીક રાજાઓ અનુક્રમે હીન હીન રૂપવાળા હોય છે. તે સિવાય બાકીનાઓ છ સ્થાન પતિત છે, એ પ્રમાણે તેમનું રૂપ અનુપમ હોય છે. વળી તપ, તેજ અને વિભૂતિરૂપ લક્ષ્મી પણ અસાધારણ હોય છે. તથા અનુપમ ગુણ સમૂહથી પ્રગટ થએલ શરદઋતુના ચંદ્ર સમાન નિર્મળ ત્રણ ભુવનમાં વ્યાપ્ત એવો તેમનો યશ હોય છે. તેમજ સમસ્ત ચારિત્રમોહનીય કર્મના ક્ષયથી થએલ ઉત્તમ ક્ષમા-માદવ આદિ સર્વોત્કૃષ્ટ ધર્મ તેમને હોય છે. તથા સર્વ હિતકારી અનુષ્ઠાનોમાં પ્રસાદ રહિત તેમનો જે યત્ન, તે પણ ચારિત્રાવરણનો ક્ષય થવાથી અનુપમ હોય છે. ૧૦૪૮. હવે “અણુત્તરપરક્કમે” એ શબ્દની વ્યાખ્યા કરે છે. _ विरियं परिक्कमो इह, परेऽरयो वा जओ तदक्कमणं । सोऽणुत्तरो वरो सिं, अणुत्तरपरक्कमा तो ते ॥१०४९।। પરાક્રમ એટલે વીર્ય, તે પરાક્રમ ભગવંતોને સમસ્ત વીર્યાન્તરાયના ક્ષયથી સર્વ નરેન્દ્ર-દેવેન્દ્રથી પણ અનન્તગુણું હોવાથી અનુત્તર છે, અથવા પર એટલે કષાયાદિ ભાવ શત્રુઓ, તેમનું આક્રમણ એટલે પરાભવ કરવાથી તે પરાક્રમ પણ તેઓનો અનુત્તર-સર્વોત્કૃષ્ટ છે. ૧૦૪૯. હવે “અમિયનાણી” એ શબ્દની વ્યાખ્યા કરે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy