SearchBrowseAboutContactDonate
Page Preview
Page 452
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર). જૈન તીર્થની ચિકિત્સા સાથે સરખામણી. [૪૧૧ नणुं जं दुहावयारं, दुक्खुत्तारं च तं दुरहिगम्मं । लोयम्मि पूइयं जं, सुहावयारं सुहुत्तारं ।।१०४२।। જે તીર્થમાં દુઃખે પેસી શકાય અને દુઃખે તરી શકાય એવું હોય, તે તીર્થ દુરધિગમ્ય છે. લોકમાં પણ જે તીર્થ સુખે પેસી શકાય અને સુખે તરી શકાય એવું હોય, તે તીર્થ પૂજય થાય છે-ગ્રાહ્ય થાય છે. ૧૦૪૨. જે તીર્થમાં દુઃખે પ્રવેશ થાય અને દુઃખે તરી શકાય એવું હોય, તે તીર્થ અનાદરણીય છે, અને તમે જૈન તીર્થ એવાજ પ્રકારનું કહ્યું છે, તેથી તે અયુક્ત છે. કારણ કે એવું તીર્થ તો ઉલટું અનિષ્ટ અર્થને સાધક અને બાધક થાય છે. લોકમાં પણ જે તીર્થ સુખે પ્રવેશ કરી શકાય એવું અને સુખે તરી શકાય એવું હોય, તેજ તીર્થ ઉપાદેય થાય છે અને તેજ ઇષ્ટ અર્થ સાધક ગણાય છે. માટે આ ઉપરથી તો પ્રથમ પ્રકારનું તીર્થજ શ્રેયસ્કર છે. એમ જણાય છે. ૧૦૪૨. આચાર્યશ્રી એ પ્રશ્નનો ઉત્તર આપે છે કે एवं तु दव्वतित्थं, भावे दुक्खं हियं लहइ जीवो । मिच्छत्त-उन्नाणा-ऽविरड्-विसयसुहभावणाणुगओ ॥१०४३।। पडिवण्णो उण कम्माणभावओ भावओ परमसुद्धं । किह मोच्छिइ जाणतो, परमहियं दुल्लहं च पुणो ॥१०४४॥ . એ પ્રમાણે તો દ્રવ્યતીર્થ માટે હોય છે, પરંતુ અત્યન્ત હિતકારી ભાવતીર્થને તો મિથ્યાત્વઅજ્ઞાન-અવિરતિ-અને વિષય સુખની ભાવનાવાળો જીવ, દુઃખે પ્રાપ્ત કરે છે. પુનઃ શુભકર્મના અનુભાવથી પરમાર્થથી પરમ શુદ્ધ એવા એ તીર્થને પામી “એ પરમ હિતકારી અને દુર્લભ છે.” એમ જાણીને તેને કેમ મૂકી દે ? નજ મૂકી દે. ૧૦૪૩-૧૦૪૪. અથવા જેમ अइकक्खडं व किरियं, रोगी दुक्खं पवज्जए पढमं । पडिवन्नो रोगक्खयमिच्छंतो मुंचए दुक्खं ॥१०४५॥ इय कम्मवाहिगहिओ, संजमकिरियं पवज्जए दुक्खं । पडिवन्नो कम्मक्खयमिच्छंतो मुंचए दुक्खं ॥१०४६।। અથવા જેમ રોગનો ક્ષય કરવા ઇચ્છતો રોગી અતિકર્કશ ક્રિયા પ્રથમ દુ:ખે પ્રાપ્ત કરે છે, પરન્તુ તે પામીને રોગનો-દુઃખનો ક્ષય કરવા ઇચ્છતો તે ક્રિયાને દુ:ખે મુકે છે. એ પ્રમાણે કર્મરૂપ વ્યાધિયુક્ત જીવ સંયમ ક્રિયા દુ:ખે પ્રાપ્ત કરે છે, પરંતુ તેને પામીને કર્મક્ષય ઇચ્છતો છતો તેને દુઃખે મૂકે છે અથવા દુઃખથી મુકાય છે. ૧૦૪૫-૧૨૪૬ . હવે તીર્થકર શબ્દનો અર્થ કહે છે. अणुलोभ-हेउ-तस्सीलया य, जे भावतित्थमेयं तु । कुव्वंति पगासंति य, ते तित्थयरा हियत्थकरा ॥१०४७॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy