SearchBrowseAboutContactDonate
Page Preview
Page 447
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૬ ]. દ્રવ્ય તીર્થનું વિવેચન. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ જે કોઈ ઉતરવા માટેનો કષ્ટ રહિત નિયત પ્રદેશ તે દ્રવ્યતીર્થ છે. એ તીર્થ શબ્દથી તરવું-તારનાર અને તરવા યોગ્ય એ ત્રણ પદાર્થ ગ્રહણ થાય છે. જેમ-તરનાર પુરૂષ, તારનાર અશ્વ અથવા વહાણ, અને તરવા યોગ્ય નદી વિગેરે. ૧૦૨૬-૧૦૨૭. આ નદી વિગેરેને દ્રવ્યતીર્થ શાથી કહી શકાય ? તે માટે કહે છે કે- રેહાતીર ગં, મિતાવાયUામેd ૨ णेगंताणच्चंतियफलं च तो दबतित्थं तं ॥१०२८॥ આ તીર્થ શરીર આદિનેજ તારનાર છે, અને બાહ્યમળાદિનેજ માત્ર દૂર કરનાર છે, વળી તેનું ફળ અનેકાન્તિક અને અનાત્યંતિક છે, માટે તે દ્રવ્યતીર્થ કહેવાય છે. ૧૦૨૮. આ તીર્થ શરીરાદિકને જ તારે છે, એટલે નદીઆદિના સામા તીરે પહોંચાડે છે, પણ જીવને સંસારસમુદ્રથી મોક્ષરૂપ સામા તીરે નથી પહોંચાડતું. વળી શરીરના બાહ્ય મેલનેજ આ તીર્થ દૂર કરે છે, પણ પ્રાણાતિપાતાદિજન્ય અન્તરંગ કર્મરૂપ મેલને દૂર નથી કરતું. તેમજ આ નદી વિગેરે તીર્થનું ફળ અનેકાન્તિક છે, એટલે કે કોઈ વખત સામે તીર જવાય છે અને કોઈ વખત અંદર ડૂબી પણ જવાય છે. વળી તેનું ફળ અનાત્યંતિક છે, એટલે કે એક વખત આ નદી વિગેરે તર્યા હોઈએ, તો પણ ફરીથી તે તરવી પડે છે, માટે નદી વિગેરે તીર્થ અપ્રધાનતીર્થ હોવાથી દ્રવ્યતીર્થ છે. ૧૦૨૮. હવે બીજા તીર્થવાળાઓના મત બતાવીને તેમાં દૂષણ આપે છે. ડ્રદ તારVIનયંતિ, g-rr-ડવIIBUTIહિં. भवतारयंति केई, तं नो जीवोवघायाओ ॥१०२९॥ सूणंगंपिव तमुदूहलं व, न य पुण्णकारणं ण्हाणं । . न य जइजोग्गं तं, मंडणं व कामंगभावाओ ॥१०३०॥ સ્નાન-પાન-અવગાહનાદિવડે નદી આદિ તીર્થ ને વિધિ પ્રમાણે સેવ્યું હોય તો તારનાર બને છે, માટે તે સંસાર તારક પણ છે. એમ કેટલાક કહે છે, તે અયોગ્ય છે. કેમકે તે ખાંડણીયાદિની પેઠે વધસ્થાન જેવું છે. વળી સ્નાન પુન્યનું કારણ પણ નથી અને યતિને યોગ્ય પણ નથી, કેમકે તે આભૂષણની પેઠે કામનું અંગ છે. ૧૦૨૯-૧૦૩૦. અન્યદર્શનવાળાઓ નદી વિગેરે સ્નાન-પાન-અવગાહનાદિવડે વિધિપૂર્વક સેવવાથી સંસારથી તારનાર છે, માટે તે તીર્થ છે-એમ માને છે. કારણ કે શરીરને તારવું, મેલ ધોવો, તૃષાનો નાશ કરવો, દાહની શાન્તિ કરવી વિગેરે ફળ, તે નદી આદિ તીર્થ સ્થાનથી પ્રાપ્ત થાય છે. આ રીતે તૃપાછેદ વિગેરે પ્રત્યક્ષ ફળ તે નદી આદિ તીર્થથી જણાય છે, તે ઉપરથી સંસારથી તારવા રૂપ પરોક્ષફળ પણ તેનાથી મળે છે. એમ અનુમાન કરી શકાય છે. અન્યદર્શનીઓનું આ કથન અયોગ્ય છે. કેમકે સ્નાન વિગેરે, તલવાર ધનુષ આદિની પેઠે, જીવઘાતના હેતુરૂપ હોવાથી દુર્ગતિ આપનાર છે. તે સંસારથી તારનાર કેવી રીતે હોઈ શકે ? જીવઘાતના હેતુઓ પણ સંસારથી તારનાર છે એમ માનીએ, તો સૂના-વધભૂમિ વિગેરે પણ સંસારથી તારનાર થઈ જાય. તે માટે નદી વિગેરે તીર્થ, ખાંડણીઆ આદિની પેઠે, જીવઘાતના હેતુ હોવાથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy