SearchBrowseAboutContactDonate
Page Preview
Page 446
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર ઉપોદ્ઘાતરૂપ શાસનું મંગળ. [૪૦૫ दसगालियाइनिज्जुत्तिगहणओ भणियमुवरि वा जं च । सेसेसुवि अज्झयणेसु, होइ एसेव निज्जुत्ती ॥१०२१॥ આગળ જે દશવૈકાલિકાદિની નિયુક્તિ ગ્રહણ કરાશે, તેમાં અને તે ઉપરાંત ચતુર્વિશતિસ્તવાદિ સર્વ સિદ્ધાન્તગત અધ્યયનોમાં સર્વમાં આજ ઉપોદ્ધાતનિર્યુક્તિ છે. તેથી સર્વ અનુયોગની ઉપોદ્ધાત નિર્યુક્તિરૂપ શાસ્ત્રનો આ પ્રારંભ છે. ૧૦૨૧. શિષ્ય પૂછે છે કે - सामाइयवक्खाणे, दसालियाईण कोऽहिगारोऽयं । जं पायमुवग्घाओ, तेसिं सामन्न एवायं ॥१०२२॥ इह तेसिं तम्मि गए, वीसं वीसुं विसेसमेवायं । घेच्छिइ सुहं लहुँ चिय, तग्गहणं लाघवत्थमओ ॥१०२३॥ અહીં સામાયિકઅધ્યયનના વ્યાખ્યાયનમાં દશવૈકાલિકાદિ ગ્રહણ કરવાનો શો અધિકાર છે? (ઉત્તર) પ્રાય: તે દશવૈકાલિકાદિનો ઉપોદ્દાત પણ આ શાસ્ત્ર સાથે સમાન હોવાથી તે અહીં કહેલ છે. અહીં તે દશવૈકાલિકાદિનો સામાન્ય ઉપોદ્દાત જાણવાથી નિર્ગમાદિ પૃથફ પૃથફ વિશેષતા પણ કંઈક સુખપૂર્વક સહેલાઈથી જાણી શકાય, આ કારણથી લાઘવ માટે દશવૈકાલિકાદિ પણ ગ્રહણ કરેલ છે. ૧૦૨૨-૧૦૨૩. હવે ઉપસંહાર કરીને તાત્પર્ય કહે છે. तम्हा जेण महत्थं, सत्थं सब्वाणुओगविसयमिणं । __ सत्यंतरमेवऽहवा, तेण पुणो मंगलग्गहणं ॥१०२४॥ - તે માટે આ ઉપોદ્ઘાતરૂપ શાસ્ત્ર સર્વ અનુયોગનો વિષય હોવાથી મહાર્થવાળું છે, અથવા એમાં બહુ વક્તવ્યતા હોવાથી જુદું જ શાસ્ત્ર છે, તેથી અહીં પુનઃ મંગળ કહ્યું છે. તેજ મંગળ કહે છે. (८०) तित्थयरे भगवंते, अणुत्तरपरक्कमे अभियनाणी । तिण्णे सुगइगइगए, सिद्धिपहपएसए वंदे ॥१०२५॥ સર્વોત્કૃષ્ટ પરાક્રમવાળા, અપરિમિત જ્ઞાનવાળા, સંસારથી તરેલા, અને મોક્ષ પામેલા, એવા મોક્ષમાર્ગના ઉપદેશક, તીર્થકર ભગવાનને, હું વંદન કરું છું. ૧૦૨૫. ઉપરોક્ત નિર્યુક્તિની ગાથાનો વિસ્તારાર્થ ભાષ્યકાર પોતેજ હવે કહે છે. तिज्जइ जं तेण तहिं, तओ व तित्थं तयं च दवम्मि । सरियाईणं भागो, निरवायो तम्मि य पसिद्धे ॥१०२६॥ तरिया तरणं तरियब्वयं च सिद्धाणि, तारओ पुरिसो । बाहो-डुवाइ तरणं, तरणिज्जं निन्नयाईयं ॥१०२७॥ દુઃખે તરી શકાય એવી વસ્તુ જેથી તરાય અથવા જે છતાં તરાય, તે તીર્થ કહેવાય. (એ તીર્થ નામ-સ્થાપના-દ્રવ્ય-અને ભાવ એમ ચાર પ્રકારે છે.) તેમાં નામ અને સ્થાપના તીર્થ સુગમ હોવાથી તેનું વિવેચન નથી કરતા, અને દ્રવ્યાદિતીર્થનું વિવેચન કરીએ છીએ) નદી-સમુદ્ર આદિનો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy