SearchBrowseAboutContactDonate
Page Preview
Page 448
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર] ભાવતીર્થનું સ્વરૂપ. [૪૦૭ સંસાર તારક નથી, વળી એ તીર્થમાં કરેલું સ્નાન પુન્યનું કારણ પણ નથી, અને આભૂષણની પેઠે કામનું અંગ હોવાથી યતિજનને યોગ્ય પણ નથી. કારણ કે કામના અંગો પણ પુન્યના હેતુ મનાય, તો પુરૂષોને તાંબૂલ ભક્ષણ-પુષ્પ બંધન-શરીરને સુવાસિત કરવું-મર્દન કરવું વિગેરે કામના અંગો પણ પુન્યના હેતુ થવા જોઇએ, પરન્તુ તેમ નથી. માટે શરીરતારણાદિ માત્ર ફળ જોઇને સંસાર તારકાદિ વિશિષ્ટ ફળનું અનુમાન કરવું અયોગ્ય છે. ૧૦૨૯-૧૦૩૦. આ સંબંધમાં તેઓ કદી એમ કહે કે देवगारि वा तेण, तित्थमिह दाहनासणाईहिं । મહુ-મધ્ન-મંસ-વેસ્સાગોડવિ તો તિસ્થમાવત્તું ૦િરૂશી દાહની શાન્તિ-તૃષાનો નાશ ઇત્યાદિ ક૨વાવડે ગંગા આદિનું જળ શરીરને ઉપકારી હોવાથી તીર્થજ છે. (જો એમ હોય.) તો મધુ-મદિરા-માંસ-વેશ્યા વિગેરે પણ તીર્થ થવા જોઇએ. કેમકે તે પણ શરીરને ઉપકારી છે. ૧૦૩૧. દ્રવ્યતીર્થનું સ્વરૂપ કહીને હવે ભાવતીર્થનું સ્વરૂપ કહે છે. भावे तित्थं संघो, सुविहियं तारओ तहिं साहू । नाणाइतियं तरणं, तरियव्वं भवसमुद्दोऽयं ॥ १०३२।। સંધ તે શ્રુતવિહિત ભાવતીર્થ છે, તેમાં સાધુ તા૨ના૨ છે, જ્ઞાનાદિ ત્રણ તરવાનું સાધન છે, અને આ સંસાર સમુદ્ર તે તરવા યોગ્ય છે. ૧૦૩૨. શ્રીસંઘ ભાવતીર્થ છે. આ સંઘરૂપ તીર્થમાં સાધુમહારાજ તારક (તા૨ના૨) છે. જ્ઞાન-દર્શનઅને ચારિત્ર તરણ (તરવાનું સાધન) છે, અને સંસાર સમુદ્ર તરણીય છે. (તરવા યોગ્ય છે). આ તીર્થ અને તારકાદિ પરસ્પર વિવક્ષાવશાત્ ભિન્નાભિન્ન છે. જેમકે-સમ્યગ્દર્શનાદિપરિણામાત્મક હોવાથી સંઘ તીર્થ છે, કેમકે તેમાં ઉતરેલાઓ અવશ્ય સંસાર સમુદ્રથી તરે છે. એ સંઘની અન્તર્ગત તેના વિશેષભૂત સાધુ મહારાજ, સમ્યગ્દર્શનાદિના અનુષ્ઠાનથી તરનાર છે. જ્ઞાનાદિ ત્રણ તેના કરણભૂત હોવાથી તરણ (તરવાનું સાધન) છે, અને ઔદિયકાદિ ભાવ પિરણામાત્મક સંસારસમુદ્ર તે તરણીય (તરવા યોગ્ય) છે. ૧૦૩૨. કારણ કે - जं नाण-दसंण-चरितभावओ तव्विवक्खभावाओ । ભવમાવો ય તારે, તેળ તં માવો તિત્ત્વ રૂરૂ। જ્ઞાન-દર્શન-અને ચારિત્ર ભાવવડે, તેના વિપક્ષભૂત અજ્ઞાનાદિ થકી અને સંસારભાવથી તરી જવાય છે માટે તે ભાવતીર્થ કહેવાય છે. ૧૦૩૩. Jain Education International જે જ્ઞાનાદિ સ્વરૂપ હોય છે, તે અજ્ઞાનાદિભાવથી અન્યને તારે છે, કેવળ અજ્ઞાનાદિ ભાવથી તારે છે એટલું જ નહિ, પણ તે સાથે સંસારથી પણ ભવ્યાત્માને તારે છે, કારણ કે સ્વયં જ્ઞાનાદિ સ્વરૂપ હોવાથી બીજા ભવ્ય જીવોને અજ્ઞાનથી અને સંસારથી તારે છે, માટે શ્રીસંઘ પણ ભાવતીર્થ છે. ૧૦૩૩. અથવા - For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy