SearchBrowseAboutContactDonate
Page Preview
Page 440
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર સૂત્રોના જુદા જુદા ગુણો. [૩૯૯ (૩૧) પદાર્થદોષ - “વિદ્યમાન ભાવ તે સત્તા” એ પ્રમાણે સત્તા તે પદાર્થનો પર્યાય જ છે, છતાં વૈશેષિકોએ તેને છ પદાર્થોથી જુદા પદાર્થ તરીકે માનેલ છે, એવું વાક્ય હોય, તે પદાર્થ દોષવાળું કહેવાય. એમ માનવું એ અયોગ્ય છે, કારણ કે વસ્તુ અનન્ત પર્યાયવાળી હોવાથી એ પ્રમાણે તો પદાર્થ પણ અનન્તા થાય. (૩૨) સંધિદોષ - જયાં સંધિ કરવાનો હોય ત્યાં વાક્યની સંધિ ન કરે, અથવા દોષયુક્ત સંધિ કરે. * આ બત્રીસ દોષરહિત જે સૂત્ર હોય તે લક્ષણ યુક્ત સૂત્ર કહેવાય. આ લક્ષણ યુક્ત સૂત્ર છતાં જરૂર આઠ ગુણો સહિત હોય, જેમ કે ૧. ઉક્ત અને અનુક્ત દોષ રહિત તે નિર્દોષ. ૨. “ગો' શબ્દની પેઠે બહુપર્યાય યુક્ત તે સારવાળું. ૩. અન્વય-વ્યતિરેક સહિત હેતયુક્ત. ૪. ઉપમા-ઉભેક્ષા આદિ અલંકારથી વિભૂષિત. ૫. દષ્ટાન્નપુર્વક. ૬. અગ્રામ્યભાષાવાળું સોપચાર. ૭. વર્ણાદિ ઉચિત પ્રમાણયુક્ત. ૮. કર્ણને મનોહર લાગે તેવું મધુર. બીજાઓ વળી છ ગુણ સહિત સૂત્ર કહે છે. તે આ પ્રમાણે-૧. બહુ અર્થ સંગ્રાહી પરિમિતઅક્ષરવાળું. ૨. અસંદિગ્ધ. ૩. સારવાળું. ૪. ચારે પ્રકારના અનુયોગથી વ્યાખ્યા થઈ શકે એવું. ૨, ચકાર હિકાર આદિ નિરર્થક અવ્યયો વિનાનું. ૬. કામ વ્યાપાર આદિ પ્રરૂપક ન હોય, આવા પ્રકારનું જે સૂત્ર હોય, તે સર્વજ્ઞોએ કહેલું હોય છે. આ ગુણોમાં જેઓ આઠ ગુણ કહે છે, તેઓ પાછળના છ ગુણોનો તેમાં અંતર્ભાવ કરે છે, અને જેઓ છ ગુણો યુક્ત એવું સૂત્ર કહે છે, તેઓ તે આઠ ગુણોનો આ છ ગુણોમાં અંતર્ભત કરે છે. ૯૯૯. આવું દોષરહિત અને ગુણયુક્ત સૂત્ર સૂત્રાનુગમમાં કહેવું જોઈએ. આવું સૂત્ર કહ્યા પછી સૂત્રસ્પર્શિક નિયુક્તિનો અવસર ક્યારે પ્રાપ્ત થાય છે ? તે કહે છે. सुत्तेऽणुगए सुद्धे त्ति, निच्छिए तह कए पयच्छेए । सुत्तालावयनासे, निकिखत्ते सुत्तफासो उ ॥१०००॥ (રેમિ ભંતે ! સીમા સઘં સાન્નિનો ઇત્યાદિ) સૂત્રનો ઉચ્ચાર કર્યા પછી આ સૂત્ર શુદ્ધ છે એવો નિશ્ચય થાય, એટલે (ઝીમ, મત્ત; સામાવિ, સાવધે, ય) પદચ્છેદ કરીને નામસ્થાપનાદિ ન્યાસમાં સૂત્રલાપકનો અનુક્રમે નિક્ષેપ કરવો તથા તેના વ્યાખ્યાનને અંગે સૂત્રસ્પર્શિકનિર્યુક્તિ પ્રવર્તાવવી. ૧OOO. ઉપર પ્રમાણે હોવાથી સૂત્રાનુગમાદિનો વખત જણાવતા કહે છે. एवं सुत्ताणुगमी, सुत्तालावगगओ य निक्लेवो । सुत्तप्फासियनिजुत्ती, नया य वच्चंति समयं तु ॥१००१॥ આ પ્રમાણે સૂત્રાનુગમ, સૂત્રાલાપકગત નિક્ષેપ, સૂત્રસ્પર્શિકનિયુક્તિ અને નયો. એ સર્વ એકી સાથે દરેક સૂત્રમાં આવે છે. ૧૦૦૧. સંહિતાદિ છ પ્રકારની વ્યાખ્યા જણાવવા કહે છે કે - सुत्तं पयं पयत्थो, संभवओ विग्गहो वियारो य । दूसियसिद्धी नयमयविसेसओ नेयमणुसुत्तं ॥१००२।। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy