SearchBrowseAboutContactDonate
Page Preview
Page 441
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૦] પદ અને પદાર્થનો અર્થ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ * પ્રથમ ઉપરોક્ત લક્ષણવાળું સૂત્ર કહેવું, તે પછી પદચ્છેદ કરી બતાવવો, તે પછી પદાર્થ કહેવો, તે પછી જો સમાસ હોય તો સંભવથી વિગ્રહ સમાસ કહેવો, તે પછી પ્રશ્ન રૂપ ચાલનાનો વિચાર કરીને દૂષણ દૂર કરવા રૂપ પ્રત્યવસ્થાન કહેવું. પછી આ પ્રમાણે નિર્ણય કરેલ અર્થનો દરેક સૂરમાં નયોના મત વિશેષથી વિચાર કરવો. ૧૦૦૨. સંહિતા તો સૂત્રનો ઉચ્ચાર કરવારૂપ હોવાથી પદ અને પદાર્થનો વિચાર કહે છે. पयमत्थवायगं जोयगं च, तं नामियाइ पंचविहं । कारग-समास-तद्धिय-निरुत्तवच्चोऽवि य पयत्थो ॥१००३।। परबोहहिओ वत्थो, किरिया-कारगविहाणओ वच्चो । पज्जायवयणओऽवि य, तह भूयत्थाभिहाणेणं ॥१००४॥ पच्चक्खओऽहवा सोडणुमाणओ लेसओ व सुत्तस्स । वच्चो व जहासंभवमागमओ हेउओ चेव ॥१००५।। પદ બે પ્રકારે છે. એક અર્થનું વાચક, અને બીજું અર્થનું ઘાતક, એમ બે પ્રકારે છે; અને તે પદ નામિકાદિ પાંચ પ્રકારે છે, કારકવાચ્ય-સમાસવાચ્ય-તદ્ધિતવાચ્ય અને નિરૂક્ત વાચ્ય એમ પદાર્થ ચાર પ્રકારે છે. અથવા ક્રિયા-કારકના ભેદથી, પર્યાયવચનથી, અને ભૂતાર્થ કહેવાથી, એમ બીજાને બોધ કરવામાં હિતકારી એવો અર્થ. ત્રણ પ્રકારે છે. અથવા સૂત્રનો અર્થ પ્રત્યક્ષથી-અનુમાનથી અને લેશથી એમ પણ ત્રણ પ્રકારે છે. અથવા યથાસંભવ આગમથી અને હેતુથી એમ બે પ્રકારે પણ કહેવાય છે. ૧૦૦૩-૧૦૦૪-૧૦૦૫. ' * વાચક અને ઘાતક એમ પદ બે પ્રકારે છે. તેમાં “વૃક્ષ ઉભું છે.” ઈત્યાદિ વાચકપદ છે, અને ‘પ્ર' વિગેરે ઉપસર્ગ અને “ચ” વિગેરે અવ્યયો ઘોતપદ છે. તથા સામાન્યથી નામિકાદિ પાંચ પ્રકારે પણ પદ છે. “અશ્વ-અનલ” ઇત્યાદિ નામિક પદ છે, “ધાવતિ” ઈત્યાદિ આખ્યાતિક પદ છે, અને “સંત” વિગેરે મિશ્રપદ છે. આવી રીતે પદોનો વિચ્છેદ કરવો, એ વ્યાખ્યાનનું બીજાં અંગ છે. - ત્રીજું અંગ પદાર્થ, તે કારક વાચ્યાદિ ચાર પ્રકારે છે. જેમ કે “તે રસોઈઓ રાંધે છે.” ઇત્યાદિ પદો કારક વાચ્ય કહેવાય, “રાજાનો પુરૂષ તે રાજપુરૂષ.” આવા પદો સમાસ વાચ્ય કહેવાય, “વસુદેવનો પુત્ર વાસુદેવ” આવા પદો તદ્ધિતવાચ્ય કહેવાય “જે ભમે છે અને અવાજ કરે છે તે ભ્રમર” આવા પદો નિરૂક્તવાચ્ય કહેવાય. અથવા શ્રોતાઓને બોધ કરવામાં હિતકારી પદાર્થ ત્રણ પ્રકારે છે જેમ કે “ઘડાય છે તે ઘટ” આવા પદો ક્રિયાકારકના ભેદથી કહેવાય છે, “ઘટ-કુટ-કુભકળશ,” આવા પદ પર્યાયવચન કહેવાય છે, જે ઊંચા કાંઠાવાળો લાંબી ગ્રીવાવાળો અને પહોળા પેટારાવાળો હોય તે ઘટ, આવા પદ ભૂતાર્થ વાચ્ય કહેવાય છે. - બીંજી રીતે પણ પદાર્થ-સૂત્રનો અર્થ ત્રણ પ્રકારે કહેવાય છે. પ્રત્યક્ષથી-અનુમાનથી અને લેશથી, તેમાં પ્રથમ જેવું પુસ્તકાદિમાં લખેલું જાણીએ, અથવા સાક્ષાત્ ગુરૂમુખથી જેવું સાંભળીએ તેવું સાક્ષાત્ પ્રરૂપીએ તે પ્રત્યક્ષથી પદનો અર્થ કહેવાય છે જેમકે “સમ્યગદર્શન-જ્ઞાન-ચારિત્રાણિ મોક્ષમાર્ગ", પ્રત્યક્ષથી જણાએલ એવો અર્થ જાણીને જે અર્થપત્તિથી સાયેલા પદાર્થનું કથન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy