SearchBrowseAboutContactDonate
Page Preview
Page 438
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર સૂત્રના ૩ર દોષો. [૩૯૭ अप्पग्गंथ-महत्थं, बत्तीसदोसविरहियं जं च । लक्खणजुत्तं सुत्तं, अट्ठहि य गुणेहि उववेयं ॥९९९॥ અલ્પગ્રંથ અને મહાર્થવાળું, બત્રીસ દોષરહિત, અને આઠ ગુણ સહિત, એ લક્ષણયુક્ત જે હોય, તે સૂત્ર કહેવાય છે. ૯૯૯. ' ઉત્પાદ-વ્યય-અને ધ્રુવ યુક્ત હોય તે સત્ કહેવાય” ઈત્યાદિ સૂત્રની પેઠે જે અલ્પગ્રંથ અને મહા અર્થવાળું હોય, તે સૂત્ર કહેવાય. એ સૂત્ર બત્રીસ દોષરહિત હોવું જોઈએ. તે બત્રીસ દોષો આ પ્રમાણે છે. (૧) અલિક - “આ જગતુ ઈશ્વરકૃત છે.” એમ કહીને સત્યનું ગોપન કરવું, તથા “આત્મા નથી” એમ કહીને અસત્યનું પ્રતિપાદન કરવું તે અલિક વચન કહેવાય. (૨) ઉપાઘાતજનક - “વેદમાં કહેલી હિંસા ધર્મ માટે છે” ઈત્યાદિ કહેવું તે. (૩) નિરર્થક - આ-ઈ-ઈ ઈત્યાદિ અક્ષરોનો ક્રમમાત્ર જણાવાય પણ તેમાં કોઈ અર્થ ન હોય. (૪) અપાર્થક - દસદાડિમ, છપુડલા, માંસપિંડ, કીટિકા ! ઉતાવળ કર, ઉત્તરદિશા ઇત્યાદિ સંબંધ વિનાનું બોલવું તે. (૫) છલ- જે વચનથી વિવક્ષિત વાક્યનો અનિષ્ટ એવો અર્થાન્તર થઈ જવાથી ઉપઘાત કરી શકાય છે. જેમ નવરત્ન સેવત્ત: નવી કાંબળવાલો દેવદત્ત-એ વાક્યનાં બે અર્થ નીકળે. ૧. નવ એટલે નૂતન અને ૨. નવ એટલે નવની સંખ્યા. () દુહિલ- જીવોને પાપ વ્યાપારના પોષક એવો અહિતોપદેશ આપવો તે. “આખા જગતને મારીને પણ જેની બુદ્ધિ લેખાતી નથી, તેવો મનુષ્ય કાદવવડે આકાશની પેઠે કર્મથી લપાતો નથી. ઈત્યાદિરૂપ પાપોપદેશ તે દુહિલ. (૭) નિઃસાર- વેદવચનની પેઠે તથા વિધયુક્તરહિત નિષ્ફળ વચન તે. - () અધિક - અક્ષર-માત્રા-પદાદિવડે ઓછું વધતું વાક્ય હોય, તે ન્યૂનાધિક. અથવા હેતુઉદાહરણથી અધિક, જેમ કે કૃતક અને પ્રયત્નાનન્તરીકપણું હોવાથી શબ્દ અનિત્ય છે. આમાં કૃતક અને પ્રયત્નાનન્તરીકપણું એ બે હેતુ હોવાથી આ વાક્ય હેતુ અધિક કહેવાય. તથા ઘટ અને પેટની પેઠે શબ્દ કૃતક હોવાથી અનિત્ય છે, આમ ઘટ અને પટ એ બે ઉદાહરણ હોવાથી ઉદાહરણ અધિક છે. (૯) જૂન - ઘટની પેઠે શબ્દ અનિત્ય છે. આમાં હેતુ નથી માટે તે હેતુન્યૂન અને શબ્દ કૃતક હોવાથી અનિત્ય છે, આમાં ઉદાહરણ નથી માટે ઉદાહરણ ન્યૂન કહેવાય. . (૧૦) પુનરૂક્ત - તે બે પ્રકારે છે. એક શબ્દથી અને બીજો અર્થથી, ઘટ-ઘટ-ઘટ ઈત્યાદિ પુનઃ પુનઃ કહેવું તે શબ્દથી પુનરૂક્ત, અને જાડો દેવદત્ત દિવસે જમતો નથી, એમ કહેવાથી અર્થપત્તિથી જણાય છે કે રાત્રે જમે છે. તે છતાં એમ કહે કે “જાડો દેવદત્ત દિવસે જમતો નથી, રાત્રે જમે છે.” આ અર્થથી પુનરૂક્ત છે. (૧૧) વ્યાહત - “કર્મ છે, કર્મનું ફળ છે, પણ કર્મનો કર્તા નથી.” ઇત્યાદિ કથનમાં પૂર્વવચનથી પછીનું વચન હણાય છે. (૧૨) અયુક્ત - તે હસ્તીઓના ગંડસ્થળથી પડેલા મદના બિંદુઓ વડે હસ્તી-અશ્વ-રથ-અને સેના તણાઈ જાય એવી ભયંકર નદી વહેવા માંડી ઈત્યાદિ અઘટિતાર્થ કથન કરવું તે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy