SearchBrowseAboutContactDonate
Page Preview
Page 433
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૨] ઉદ્દેશાદિદ્વારોના અપુનરૂક્તતા. किं कइविहं कस्स कहिं, केसु कहं केच्चिरं हवड़ कालं । રૂ સંતરમવિરહયં, મવા-રિસ-હાસ-નિરુત્તી ||૬૦૪થી આ બે ગાથાની વ્યાખ્યા આગળ કરીશું. કેટલાક દ્વારમાં યથાસંભવ આક્ષેપ પરિહાર કહેવા ઈચ્છતા સતા પ્રથમ ઉદ્દેશ નિર્દેશનું સ્વરૂપ કહે છે. ૯૭૩-૯૭૪. હવે ઉદ્દેશ અને નિર્દેશનું સ્વરૂપ કહે છે. વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ अज्झयणं उद्देसोऽभिहियं सामाइयंति निद्देसो । સામળ-વિસિદાળ, અભિજ્ઞાળ સત્ય-નામાળ ૬૦ થી સામાન્ય-વિશેષ શાસ્રના નામનું જે કથન કર્યું છે, તે ઉદ્દેશ-નિર્દેશ છે. જેમકે ‘અધ્યયન’ એવું સામાન્યથી કહ્યું, તે ઉદ્દેશ. અને “સામાયિક” એમ વિશેષ કહ્યું, તે નિર્દેશ છે. ૯૭૫. અહીં શિષ્ય પૂછે છે કે दारोवन्नासाइसु, निक्खेवे वोह - नामनिप्फन्ने । ઉદ્દેશો નિર્દેશો, મળિો ફર વિં મુળચંદ્દળે ? ||૧૬/ (આવશ્યક શાસ્ત્રનું પહેલું અધ્યયન સામાયિક છે, તેના ચાર અનુયોગ દ્વાર છે. ઈત્યાદિ દ્વારોનો ઉપન્યાસ કરતાં તેમજ ઓનિષ્પન્ન અને નામ નિષ્પન્ન નિક્ષેપામાં સામાન્ય નામ રૂપ ઉદ્દેશ અને વિશેષનામરૂપ નિર્દેશ_પૂર્વે અનેકવાર કહેલ છે, ફરીથી અહીં (ઉપોદ્ઘાત નિર્યુક્તિમાં) તે શા માટે કહો છો ? ૯૭૬. એ પ્રશ્નનો આચાર્યશ્રી ઉત્તર આપે છે કે इह विहियाणमणागयगहणं तत्थऽन्नहा कहं कुणउ । તેસિં હળમવાનું, તારન્નાસાખ્ખારૂં ? ||૬|| અહીં ઉપોદ્ઘાતમાં કહેલા ઉદ્દેશ અને નિર્દેશ એ બે દ્વારો જે છે, તેજ ત્યાં દ્વારોનો ઉપન્યાસ કરતાં શાસ્ત્રકારે અનાગતકાલમાં ગ્રહણ કરેલ છે, અન્યથા સામાન્ય-વિશેષ નામરૂપ ઉદ્દેશ-નિર્દેશ કહ્યા સિવાય તે દ્વારોપન્યાસ આદિ કાર્ય આશ્રય વિના કેવી રીતે કરે? ૯૭૭. अहवा तत्थुसो, निद्देसोऽवि य कओ इहं तेसिं । अत्थाणुगमावसरे, विहाणवक्खाणमाद्धं ॥ ९७८।। Jain Education International અથવા ત્યાં દ્વારોપન્યાસના પ્રસ્તાવમાં માત્ર સામાન્ય-વિશેષ કથનરૂપ ઉદ્દેશ અને નિર્દેશ કહ્યા છે, અને અહીં અર્થનુગમના અવસરે (અર્થવ્યાખ્યાના પ્રસ્તાવમાં) તે ઉદ્દેશ-નિર્દેશના ભેદ કહેવાનો આરંભ છે. ૯૭૮. अन्ने उ विसेसमिहं, भांति नोद्देसबद्धभेयंति । जाणावियमज्झयणं, समासदारावयारेणं ।। ९७९ ।। બીજાઓ એ સંબંધમાં અહીં વિશેષ કહે છે, કે સમાદ્વારમાં તે સામાયિકનું અવતરણ કરવાથી આ અધ્યયન ઉદ્દેશબદ્ધ નથી, એમ જણાવ્યું છે. ૯૭૯. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy