SearchBrowseAboutContactDonate
Page Preview
Page 432
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર) નિક્ષેપદ્વારની પૂર્ણાહુતિ. [૩૯૧ નામનો જ અર્થ કહેવાશે એમ નહિ. આ પ્રમાણે દરેક દ્વારમાં વિષયવિભાગથી વ્યવસ્થા કરી છે, તેથી સર્વ યુક્તિયુક્તજ છે. ૯૬૭. આ પ્રમાણે નામ નિષ્પન્ન કહ્યો, હવે સૂકાલાપક નિક્ષેપ કહે છે. जो सुत्तपयन्नासो, सो सुत्तालावयाण निक्लेवो । इह पत्तलक्खणो सो, णिक्खिप्पड़ न पुण किं कज्जं ? ॥९६८॥ सुत्तं चेव न पावइ, इह सुत्तालावयाण कोऽवसरो ? । सुत्ताणुगमे काहिइ, तण्णासं लाघवनिमित्तं ॥९६९॥ (“રેમિ ભંતે ! સામડિ”) એ સૂત્રના પદોનો નામાદિરૂપે જે ન્યાસ કરવો તે સૂત્રાલાપક નિક્ષેપ છે, અને અહીં તેજ કહેવાનો અવસર છે, પણ તેમનો નિક્ષેપ અહીં નહિ કરાય, કારણ કે અહીં સૂત્રજ નથી, તો સૂત્રોલાપકનો અવસર કયાંથી હોય? એ સૂત્રાલાપક તો સૂત્રાનુગમમાં કહેવાશે અને લાઘવ માટે તેનો વ્યાસ પણ ત્યાં કરાશે. ૯૬૮-૯૬૯. इह जई पत्तोऽवि तओ, न नस्सए कीस भण्णए इहइं? । दाइज्जइ सो निक्खेवमेत्तसामण्णओ नवरं ॥९७०॥ જો અહીં સૂત્રાલાપક નિક્ષેપનો અવસર છતાં પણ તેનો નિક્ષેપ નથી કરતા, તો તેને અહીં ત્રીજા ભેદ રૂપે શા માટે કહ્યો ? ઉત્તર-ઓઘનિષ્પન્નાદિ નિક્ષેપની સાથે નિક્ષેપપણાની માનસમાનતાથી અહીં તે બતાવ્યો છે, પણ ગ્રંથ ગૌરવના ભયથી તેનો ઉપન્યાસ નથી કર્યો. ૯૭૦. ને બીજું નિક્ષેપ દ્વાર પૂર્ણ થયું. - હવે અનુગામનામે ત્રીજું અનુયોગદ્વાર કહે છે. __ संपयमोहाईणं, संनिक्खित्ताणमणुगमो कज्जो । सोऽणुगमो दुविगप्पो, नेओ निज्जुत्ति-सुत्ताणं ॥९७१॥ કહેલા ઓઘાદિ નિપાના વ્યાખ્યાનરૂપ હવે અનુગમ કહીશું. તે અનુગમ બે પ્રકારે જાણવો. સૂત્રાનુગમ અને નિર્યુક્તિઅનુગમ. ૯૭૧. તેમાં નિર્યુક્તિઅનુગમ ત્રણ પ્રકારે છે, તે કહે છે. निज्जुत्ती तिविगप्पा, नासो-वग्घाय-सुत्तवक्खाणं । निक्नेवस्साणुगया, उद्देसाईहुवग्घाओ ॥९७२।। નિર્યુક્તિ ત્રણ પ્રકારે છે, નિક્ષેપનિર્યુક્તિ-ઉપોદ્ધાતનિર્યુક્તિ-અને સૂત્રસ્પર્શિકનિર્યક્તિ. એમાંથી નિક્ષેપનિયુક્તિ (આવશ્યકાદિ પદના નિક્ષેપદ્વારા) કહી છે, અને ઉપોદઘાત નિયુક્તિ ઉદ્દેશ-નિર્દેશાદિ દ્વારો વડે જાણવી. ૯૭ર. હવે તેજ ઉદેશાદિ દ્વારો કહે છે. उद्देसे निद्देसे य, निग्गमे रोत्त काल पुरिसे य । कारण पच्चय लक्खण, नए समोयारणाणुमए ॥९७३॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy