SearchBrowseAboutContactDonate
Page Preview
Page 434
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર) નિગમતાર વિષે પ્રશ્નોત્તર. [૩૯૩ ઉદ્દેશ અને નિર્દેશ આઠ આઠ પ્રકારે છે, તે આગળ કહેવાશે. તેમાં સમારદ્વારમાં સંક્ષેપથી કથન કરવા રૂપ સમાસોદેશ અહીં છે, પણ ઉદ્દેશોદેશ નથી એમ કહેવાશે. જેમ કે-અંગ-શ્રુતસ્કંધઅધ્યયન-ઉદેશ-ઇત્યાદિ. તેમાં આ સામાયિક અધ્યયન કેવળ અધ્યયનરૂપ ઉદ્દેશ છે, કેમ કે તેનાં ઉદ્દેશા (પેટા વિભાગ) ન હોવાથી ઉદેશ રહિત છે. એવી રીતે ઉદ્દેશ-નિર્દેશના આઠ આઠ ભેદ અહીં કહેવાથી છઠું સભાસદ્ધાર અહી છે, એમ જણાવ્યું. અને એ સમાસારથી વિચારતાં આ અધ્યયન ઉદ્દેશ પેટા વિભાગ રહિત છે, એમ જણાવ્યું. ૯૭૯. ઉપરોક્ત કથન કંઈ ઉપયોગી નથી, કારણ કે - अंगाइपण्हकाले, कालियसुयमाणसमवयारे य । तमणुद्देसयबद्धं, भणियं चिय इह किमभहियं ? ॥९८०॥ (આવશ્યક, અંગ છે, કે અંગો છે ? એ પ્રમાણે) અંગાદિના પ્રશ્ન વખતે તેમજ કાલિક શ્રુત (ઉપલક્ષણથી ઉત્કાલિક) પરિમાણ સંખ્યાવતારમાં આ અધ્યયનની સંખ્યાનો અવતાર કર્યો છે. વળી “ઉદ્દેશ નથી તેમ ઉદ્દેશ પણ નથી” એમ નિષેધ કરેલ હોવાથી સામાયિકઅધ્યયન ઉદેશકબદ્ધ નથી એમ જણાવ્યું છે, તો પછી અહી વધારે શું જણાવ્યું? માટે ઉપરની ગાથામાં કહેલું કંઈ ઉપયોગી નથી. આ પ્રમાણે ઉદેશ નિર્દેશના સંબંધમાં પ્રશ્ન અને ઉત્તર કર્યા. ૯૮૦. હવે સામાયિક કયાંથી નીકળ્યું ? એ રૂપ નિગમદ્વાર કહેતાં પ્રથમ આક્ષેપ પરિહાર કહે છે. नणु निग्गमोगओ च्चिय, अत्ता-णंतर-परंपरागमओ । जिणगणहराईहितो, आगयमेयं परंपरया ॥९८१॥ આત્માગમ-અનન્તરાગમ-અને પરંપરાગમથી આ અધ્યયન તીર્થંકરાદિ પાસેથી પરંપરાએ આવેલું છે, એમ પહેલાં આગમઢારે ભાવપ્રમાણેના આગમરૂપ જ્ઞાનના ભેદમાં કહી ગયા છો, તેથી નિર્ગમવાર તેમાં જ અંતભૂત થાય છે. અહીં પુનઃ કેમ કહો છો ? ૯૮૧. આચાર્યશ્રી એનો ઉત્તર આપે છે કે - इह तेंसि चिय भण्णइ, निद्देसो निग्गमो जहा तं च । उवयातं तेहिंतो, खेत्ताइविसेसियं बहुहा ।।९८२॥ અહીં તેમનો જ નિર્દેશરૂપ નિર્ગમ કહેવાશે, જેમ કે આ અધ્યયન તેમનાથી જે આવેલું છે, તે ક્ષેત્રાદિ વિશેષણ યુક્ત ઘણા પ્રકારે છે. પૂર્વે સામાન્ય ઉદેશમાત્રથી વિશેષ કથનરૂપ નિર્દેશ અહીં તીર્થંકરાદિનો કહેવાશે. જેમકે-શ્રીમાનું મહાવીર જિનેશ્વરથી આ સામાયિક અર્થથી નીકળ્યું છે, અને સૂત્રથી તો ગૌતમગણધરાદિથી નીકળ્યું છે, એ સર્વ આગળ કહેવાશે. તે સામાયિક ક્ષેત્ર-કાળ-પુરૂષ-કારણ અને પ્રત્યયાદિ વિશેષણ યુક્ત અનેક પ્રકારે છે, તે તીર્થંકરાદિ થકી જેવી રીતે આવ્યું છે, તે પ્રમાણે કહેવાશે. ૯૮૨. હવે લક્ષણ દ્વાર સંબંધી શંકા કરે છે કે – પC Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy