SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ ૨) મંગલાચરણ [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ જેની પ્રસન્નતા વડે શુદ્ધબોધ વૃદ્ધિ પામવાથી પંડિતો શ્રુતસમુદ્રનો પાર પામે છે, એવા અને સર્વજ્ઞના શાસનમાં રાગ ધરાવનાર, એવા આ મૃતદેવતા, ઇષ્ટસિદ્ધિ માટે મારા પર કૃપાળુ થાઓ. શ્રી આવશ્યક સૂત્ર પ્રથમ અર્થથી તીર્થકર મહારાજાએ કહ્યું છે, ગણધર મહારાજાએ તે સૂત્રથી રચ્યું છે. - ચરણસિત્તરી અને કરણસિત્તરરૂપ ક્રિયાઓ, એ સૂત્રરૂપ વૃક્ષનું મૂળ છે, અને સામાયિક આદિ છ અધ્યયન રૂપ શાસ્ત્ર તેનો સ્કંધ છે, એ સૂત્ર અતિ ગંભીર અર્થ યુક્ત છે, તથા સર્વ સાધુ અને શ્રાવક વર્ગને નિરન્તર ઉપયોગી છે, એમ જાણીને એના ઉપર ચૌદ પૂર્વધર શ્રીમાનું ભદ્રબાહુસ્વામિએ “મિહિરના સુયના વેવ ૩ના ર” (૭૯) ઇત્યાદિ ગાથાઓ વડે કરેલ વ્યાખ્યાન નિર્યુક્તિના નામથી પ્રસિદ્ધ છે. આ છ અધ્યયાનાત્મક આવશ્યક નિર્યુક્તિમાંથી સામાયિક અધ્યયનની નિયુક્તિનો અર્થ સૂક્ષ્મ વિચારણાથી જ જાણી શકાય તેવો હોવા છતાં, એ અતિશય ઉપકારી જાણીને અમૃત જેવી મધુર વાણીથી શ્રીમાન જિનભદ્રગણિમાશ્રમણ મહારાજે સામાયિક અધ્યયનની નિર્યુક્તિ ઉપર અર્થથી વ્યાખ્યાન સ્વરૂપ ભાષ્ય કર્યું, જેની શરૂઆત “શ્યવસ્થાપનામોઇત્યાદિ (૧) ગાથાથી થાય છે. આ ભાષ્ય ઉપર શ્રીમાનું જિનભદ્રગણિ સમાશ્રમણ મહારાજે પોતે, તેમજ શ્રીમાન્ કોટટ્યાચાર્ય મહારાજે વ્યાખ્યા કરી છે, પરંતુ તે ટીકાઓ અતિશય ગંભીર અને કંઈક સંક્ષિપ્ત (ટૂંકી) હોવાથી, આ પાંચમા આરાના પ્રભાવથી અલ્પ બુદ્ધિવાળા અને કંઇક વિસ્તૃત વ્યાખ્યાની રૂચિવાળા શિષ્યોને, તે વૃત્તિઓ તેવા પ્રકારનો ઉપકાર કરી શકે નહિ, એમ માનીને, હું (માલધારી હેમચંદ્રસૂરિ) મંદબુદ્ધિવાળો હોવા છતાં પણ, વિશેષ મન્દબુદ્ધિવાળા શિષ્યોને બોધ થાય અને શ્રતનો અભ્યાસ થાય, તે માટે, સરળ વાક્યોની રચનાપૂર્વક કાંઈક વિસ્તારવાળી આ વૃત્તિ (વ્યાખ્યા) આરંભું છું. પ્રારંભમાં ભાષ્યકાર વિનોની શાન્તિ માટે મંગળ, અને શિષ્યોની પ્રવૃત્તિ માટે અભિધેયાદિ કહે છે. कयपवयणप्पणामो, वोच्छं चरणगुणसंगहं सयलं । आवस्सयाणुओगं, गुरूवएसाणुसारेणं ॥१॥ પ્રવચનને પ્રણામ કરીને, ચરણ તથા ગુણના સંપૂર્ણ સંગ્રહરૂપ આવશ્યકના અનુયોગને, ગુરૂના ઉપદેશના અનુસાર, હું. (જિનભદ્રગણી સમાશ્રમણ) કહીશ. ૧ ૧ જે વડે, જેથી અથવા જેને વિષે જીવાદિ પદાર્થો કહેવાય તે પ્રવચન. ૨ જીવાદિ પદાર્થોથી વ્યાપ્ત, પ્રધાન, શ્રેષ્ઠ વચન તે પ્રવચન, અથવા આદિ વચન તે પ્રવચન. શાસ્ત્ર અનાદિ છે, છતાં શાસ્ત્રનું આદિપણું અમુક તીર્થકરની અપેક્ષાએ જાણવું, કેમ કે “નમસ્તી” એ વચનથી તીર્થકરો પણ શ્રુતને, તીર્થ સ્થાપન કરવા પહેલાં નમસ્કાર કરે છે. ૩ અથવા જીવાદિ તત્ત્વોને જે કહે તે પ્રવચન એ વ્યુત્પત્તિથી બાર અંગને પ્રવચન કહેવાય. ૪. અથવા શ્રમણ પ્રધાન ચતુર્વિધ સંઘ, જે ૧૫ મહાવ્રત, ૧૦ યતિધર્મ, ૧૭ સંયમ, ૧૦ વૈયાવૃત્ય, ૯ બ્રહ્મચર્યગુપ્તિ, ૩ જ્ઞાનદર્શનચારિત્ર, ૧૨ તપ, ૪ કષાયનિગ્રહ એ ચરણસિત્તરી. ૪ પિંડવિશુદ્ધિ, ૫ સમિતિ, ૧૨ ભાવના, ૧૨ સાધુપ્રતિમા, ૫ ઈંદ્રિયનિરોધ, ૨૫ પડિલેહણા, 3 ગુપ્તિ, ૪ અભિગ્રહ એ કરણસિત્તરી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy