SearchBrowseAboutContactDonate
Page Preview
Page 427
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૬] આત્માગમ અનંતરાગમ પરંપરાગમ अत्थे उ तित्थंकर - गणहर- सेसाणमेवमेवेदं । मूढनयं ति न संपड़, नयप्पमाणेऽवयारो से ।। ९४९ ।। આ અધ્યયન સૂત્રથી ગણધરોને આત્માગમ છે, તેમના શિષ્યોને અનન્તરાગમ છે અને એ સિવાયના બાકીનાઓને પરંપરાગમ છે, તથા અર્થવડે આ અધ્યયન તીર્થંકરોને આત્માગમ છે, ગણધરોને અનન્તરાગમ છે અને બાકીનાઓને પરંપરાગમ છે. હમણાં તેનો નય પ્રમાણમાં અવતાર નથી થતો, કેમ કે તે મૂઢ નયવાળું છે. ૯૪૮-૯૪૯. આ અધ્યયન સૂત્રથી ગણધરોને આત્માગમ છે, કેમકે તેઓએ જ સામાયિકને સૂત્રરૂપે રચેલ છે, માટે આ અધ્યયનનું આગમન એમના પોતાનાથી જ છે તેથી આત્માગમ છે. અને તેમના જંબુસ્વામી વિગેરે શિષ્યોને આ અધ્યયન ગણધર મહારાજોથી પ્રાપ્ત થયું છે, તેથી તે જંબુસ્વામી આદિને તે અનન્તરાગમ છે. તથા તે સિવાયના શેષ પ્રભવસ્વામી શય્યભવસૂરિ આદિ આચાર્યોને આ અધ્યયન ગણધર મહારાજની અપેક્ષાએ પરંપરાએ પ્રાપ્ત થયેલ હોવાથી પરંપરાગમ છે. આ સૂત્ર થકી અનુક્રમે આત્માગમ આદિની યોજના કરી. અર્થથી આ સામાયિક અધ્યયન તીર્થંકરોને આત્માગમ છે, કેમ કે તેમણે જ તેની પ્રથમ અર્થથી પ્રરૂપણા કરી છે. ગણધરોને અનન્તરાગમ છે, કેમકે તેમને તે સાક્ષાત્ તીર્થંકરોથી પ્રાપ્ત થયેલ છે, અને શેષ જંબુસ્વામી આદિને પરંપરાગમ છે, કેમ કે તેમને તે પરંપરાએ પ્રાપ્ત થયેલ છે. ૯૩૯. કાલિક શ્રુત મૂઢનયવાળું કહેવાય છે તેનો નયપ્રમાણમાં અવતાર નથી થતો. પૂર્વાચાર્યોએ શિષ્યને વ્યામોહ થવાના ભયથી હમણાં એ કાલિકશ્રુતનો નયપ્રમાણમાં અવતાર નથી કહ્યો. ૯૩૯. શિષ્ય :- કેટલા વખત પછી કાલિકશ્રુતમાં નવિચારનો નિષેધ કર્યો ? તે માટે આચાર્યશ્રી કહે છે કે - વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ असी पुरा सो नियओ, अणुओगाणमहुपुत्तभावम्मि । संपइ नत्थि पुहुत्ते, होज्ज व पुरिसं समासज्ज ।। १५० ।। પહેલાં અનુયોગ જુદા નહિ હતા ત્યારે તેમાં નયવિચાર અવશ્ય હતો, પણ હમણાં તે જાદા હોવાથી નયવિચાર નથી, અથવા પુરૂષવિશેષની અપેક્ષાએ નય અવતાર હોય છે. ૯૫૦. પહેલાં જ્યારે ચરણકરણાનુયોગ-ગણિતાનુયોગ-ધર્મકથાનુયોગ-અને દ્રવ્યાનુયોગ પૃથક્ ભાવે નહિ હતા. ત્યારે તે નયાવતાર અવશ્ય હતો, પણ હમણાં એ ચારે અનુયોગ ભિન્ન ભિન્ન હોવાથી નયાવતાર નથી થતો. શ્રીમાન્ આર્યરક્ષિતસૂરિએ એક જ સૂત્રમાંથી ચારે અનુયોગનું વ્યાખ્યાન થતું હતું તે બંધ કર્યું. તે વખત તેમાં જે નયવિચાર પણ વિસ્તારથી હતો, તે પણ બંધ કર્યો. તેમણે જ એ સંબંધમાં બહુ વિચારથી મુંઝાતા શિષ્યોને જોઈને, ચારે અનુયોગ જુદા જાદા કર્યા. કાલિકશ્રુતમાં ચરણકરણાનુયોગ, ઉત્તરાધ્યયનાદિમાં ધર્મકથાયોગ, સૂર્યપ્રજ્ઞપ્તિઆદિમાં ગણિતાનુયોગ, અને દૃષ્ટિવાદમાં દ્રવ્યાનુયોગ એ પ્રમાણે વ્યવસ્થા કરી, તેથી હમણાં પ્રાયઃનયવિચારનો નિષેધ છે. જો કે કોઈ પ્રાજ્ઞ પુરૂષની અપેક્ષાએ નયનો વિધિ છે. પણ તે પ્રાયઃશબ્દથી અનિયત છે. આ કારણથી સામાયિકનો પણ નયોમાં અવતાર નથી થતો. ૯૫૦. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy