SearchBrowseAboutContactDonate
Page Preview
Page 426
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર] જ્ઞાનાદિ ગુણોમાં સામાયિકનો અવતાર. छविहनामे भावे, खओवसमिए सुयं समोयरइ । जं सुयनाणावरणक्खओवसमजं तयं सव्वं ॥ ९४५ ॥ અનુયોગદ્વારમાં છ પ્રકારના નામમાં છ ભાવો કહ્યા છે, તેમાંના ક્ષયોપશમ ભાવમાં સર્વશ્રુતનો સમવતાર થાય છે, કેમ કે શ્રુતજ્ઞાનાવરણ કર્મના ક્ષયોપશમથી સર્વશ્રુત થાય છે અને સામાયિકઅધ્યયન પણ શ્રુતવિશેષ રૂપ હોવાથી તે સામાયિકનો પણ ક્ષયોપશમ ભાવમાં જ સમવતાર થાય છે. ૯૪૫. હવે પ્રમાણનું સ્વરૂપ કહે છે. ૪૯ दव्वाइचउब्भेयं, पमीयए जेण तं पमाणं ति । इदमज्झयणं भावोत्ति, भावमाणे समोयरइ || ९४६ ॥ जीवाणण्णत्तणओ, जीवगुणे बोहभावओ नाणे । लोउत्तरसुत्तत्थोभयागमे तरसभावाओ ।। ९४७ || દ્રવ્યાદિ ચાર પ્રકાર જે વડે જણાય તે પ્રમાણ છે. આ અધ્યયન ભાવરૂપ હોવાથી ભાવ-પ્રમાણમાં ઉતરે છે. જીવથી અનન્ય હોવાને લીધે જીવગુણમાં, બોધસ્વરૂપ હોવાથી જ્ઞાનમાં અને લોકોત્તર હોવાથી તથા સૂત્રાર્થોભયરૂપ હોવાથી, લોકોત્તર સૂત્રાર્થઉભયરૂપ આગમમાં ઉતરે છે. કેમ કે તે તત્ સ્વરૂપ છે. ૯૪૬-૯૪૭. દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-અને ભાવ એમ ચાર પ્રકારે પ્રમેય છે. પ્રમેયના ભેદથી દ્રવ્યપ્રમાણ-ક્ષેત્રપ્રમાણકાળપ્રમાણ-અને ભાવપ્રમાણ-એમ પ્રમાણ પણ ચાર ભેદે છે. જે વડે દ્રવ્યાદિ ચારે જણાય તે પ્રમાણ. એ ચાર પ્રકારના પ્રમાણમાંથી આ સામાયિકઅધ્યયનનો અવતાર ભાવપ્રમાણમાં થાય છે, કેમ કે તે શ્રુતવિશેષપણે જીવપર્યાય હોવાથી જીવભાવ છે. ભાવપ્રમાણ ત્રણ પ્રકારે છે, ગુણપ્રમાણનયપ્રમાણ-સંખ્યાપ્રમાણ. આ સામાયિક ગુણરૂપ હોવાથી ગુણપ્રમાણમાં તેનો અવતાર થાય છે. ગુણપ્રમાણ પણ બે પ્રકારે છે. જીવગુણપ્રમાણ અને અજીવગુણપ્રમાણ. એમાંથી જીવગુણપ્રમાણમાં એનો અવતાર થાય છે, કેમ કે તે જીવથી અનન્ય છે. જીવગુણ ત્રણ પ્રકારે છે. જ્ઞાનગુણ-દર્શનગુણઅને ચારિત્રગુણ, એમાંના જ્ઞાનગુણમાં સમવતાર થાય છે. કારણ કે આ અધ્યયન જ્ઞાનસ્વરૂપ છે. જ્ઞાન પણ ચાર પ્રકારે છે, પ્રત્યક્ષ-અનુમાન-ઉપમાન-અને આગમ, એમ ચાર પ્રકારે જ્ઞાનગુણ છે, તેમાંથી આગમજ્ઞાનમાં આનો સમવતાર થાય છે. આગમજ્ઞાન બે પ્રકારે છે. લૌકિક અને લોકોત્તર. તેમાં આ સામાયિક લોકોત્તર હોવાથી તથા આગમ સૂત્ર-અર્થ અને સૂત્રાર્થરૂપ ઉભય સ્વરૂપ-એમ ત્રણ પ્રકારે હોવાથી ત્રિવિધ લોકોત્તર આગમમાં આનો સમવતાર થાય છે, કેમ કે તે તસ્વરૂપતત્ત્વભાવરૂપ છે. ૯૪૬-૯૪૭. Jain Education International [૩૮૫ આત્માગમ-અનન્તરાગમ-અને પરંપરાગમ. એવા બીજી રીતે ત્રિવિધ લોકોત્તર આગમમાંથી કયા આગમમાં એનો અવતાર થાય છે ? તેના ઉત્તરમાં કહે છે કે - सुयओ गणहारीणं, तस्सिस्साणं तहाऽवसेसाणं । ચંઞત્તા-દંતર-પરંપરમપમાળમ્િ ॥૬૪૮ાા For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy