SearchBrowseAboutContactDonate
Page Preview
Page 423
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૨] સામાયિકનો સમાવતાર. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ હવે આનુપૂર્વી નામનો જે પ્રથમ ઉપક્રમ છે, તેમાં સામાયિકઅધ્યયનનો અવતાર કરે છે. अणुपुब्बिसमोयारो, कज्जो सामाइयस्स संभवओ। नियमावतारणं पुण, कित्तण-गणणाणुपुव्वीसु ॥९४०॥ જેમ સંભવે તેમ સામાયિકઅધ્યયનનો દશ આનુપૂર્વીમાં સમાવતાર કરવો. તેમાં ઉત્કીર્તનાનુપૂર્વી તથા ગણાનાનુપૂર્વીમાં તો તેનું અવશ્ય અવતરણ કરવું. ૯૪૦. જે જે આનુપૂર્વમાં આ સામાયિકઅધ્યયનનો અવતાર થઈ શકે, તે તે આનુપૂર્વમાં અવતાર કરવો. “નામ-સ્થાપના-દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ગણના-ઉત્કીર્તન-સંસ્થાન-સામાચારી અને ભાવાનુપૂર્વી. આ દશ પ્રકારે આનુપૂર્વી છે. તેમાંથી ઉત્કીર્તનાનુપૂર્વી અને ગણનાનુપૂર્વીમાં આ અધ્યયનનો સમાવતાર થાય છે. સામાયિક-ચતુર્વિશતિસ્તવઈત્યાદિ માત્ર આવશ્યકાધ્યયનનાં નામ જ બોલવાં તે ઉત્કીર્તન કહેવાય.” આ સામયિક અધ્યયન છે, એમ કહેવાથી એ અધ્યયનનો ઉત્કીર્તનાનુપૂર્વીમાં સમાવતાર થાય છે. તથા એક-બે-ત્રણ ઈત્યાદિ સંખ્યા તે ગણના કહેવાય છે, તેમાં પ્રથમ અને બીજાં આદિ જે ગણતરી, તેમાં આ અધ્યયનનો સમવતાર થાય છે, તેથી ગણનાનુપૂર્વીમાં પણ તેનો સમાવતાર થયો કહેવાય. ૯૪૦. ગણનાનુપૂર્વીથી આ સામાયિક અધ્યયન કેટલામું છે? તે કહે છે. पुषाणुपुब्बिओ तं पढमं, पच्छाणुपुब्बीओ छटुं । जायइ गणिज्जमाणं, अनियमियमणाणुपुवीए ॥९४१॥ પૂર્વાનુપૂર્વીથી તે સામાયિકઅધ્યયન પહેલું છે, અને પશ્ચાનુપૂર્વીથી છઠું છે. તથા અનાનુપૂર્વીથી ગણતાં અનિયત છે, (એટલે કોઈ વખત પહેલું – કોઈ વખત બીજાં-કોઈ વખત ત્રીજો- કોઈ વખત ચોથું. ઈત્યાદિ થાય છે. આ છએ અધ્યયનના અનાનુપૂર્વીથી સાતસોને અઢાર ભાંગા થાય છે.) ૯૪૧. એ ભાંગા કરવાની રીત બતાવે છે. एगादेगुत्तरया, छगच्छगया परोप्परब्भत्था । पुरिमंतिमदुगहीणा, परिमाणमणाणुपुब्बीणं ॥९४२॥ એકથી એકેકે વધતા અંક છ પર્યત સ્થાપવા, પછી તેઓને પરસ્પર ગુણવાથી જે સંખ્યા થાય, તેમાંથી પહેલા અને છેલ્લા ભાંગા સિવાય સર્વ ભાંગા અનાનુપૂર્વીના થાય. ૯૪૨. અહીં છ અધ્યયન સંબંધી એકોત્તર વધતા છ અંક પર્યત સ્થાપવા. અને તે પછી પરસ્પર તેમનો ગુણાકાર કરતાં જે સંખ્યા આવે તેમાંથી પહેલા અને છેલ્લા, એ બે ભાંગા સિવાય બાકી સર્વ ભાંગાની સંખ્યા અનાનુપૂર્વીની જાણવી. જેમ કે-૧-૨-૩-૪-૫-૬ આ અંકોનો પરસ્પર ગુણાકાર કરવો. એટલે એકને બેએ ગુણતાં બે થાય. બેને ત્રણ વડે ગુણતાં છ થાય. છ ને ચારથી ગુણતાં ચોવીસ થાય. ચોવીસને પાંચથી ગુણતાં એકસોવીસ થાય. એકસોવીસને છથી ગુણતાં સાતસોવીસ થાય. આમાંથી પહેલો ભાંગો પૂર્વાનુપૂર્વારૂપ છે; અને છેલ્લો ભાંગો પશ્ચાનુપૂર્વારૂપ છે, તેથી તે બે ભાંગા બાદ કરતાં, શેષ સાતસો અઢાર ભાંગા જે રહ્યા, તે છ અધ્યયન સંબંધી અનાનુપૂર્વીના ભાંગા થાય. આજ પ્રમાણે બીજા પણ સાતઆદિથી અનંતા પદ સુધી અનાનુપૂર્વીના ભાંગા કરવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy