SearchBrowseAboutContactDonate
Page Preview
Page 422
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર) ગુરૂની પ્રસન્નતા માટે દ્રવ્ય આદિ ઉપક્રમ જરૂરી. [૩૮૧ પુનઃ શિષ્ય પૂછે છે કે - जुत्तं गुरुमयगहणं, को सेसोवक्कमोवओगोऽत्थ ? । गुरुचित्तपसायत्थं, तेऽवि जहाजोगमाओज्जा ॥९३५॥ ઉપરોક્ત કારણથી ગુરૂભાવોપક્રમ કહેવો યોગ્ય છે, પણ બાકીના નામ-સ્થાપનાદિ ઉપક્રમોનો અહીં શું ઉપયોગ છે? ઉત્તરમાં કહે છે કે ગુરૂના ચિત્તને પ્રસન્ન કરવાને તે પણ યથાયોગ્ય ઉપયોગી થાય છે. ૯૩૫. परिकम्म-नासणाओ, देसे काले य जा जहा जोग्गा । ताओ दवाईणं, कज्जाहाराइकज्जेसु ॥९३६।। उवहियजोग्गद्दव्यो, देसे काले परेण विणएणं । चित्तण्णू अणुकूलो, सीसो सम्मं सुयं लहइ ।।९३७।। ' તે તે દેશ અને કાળને યોગ્ય દ્રવ્યાદિના પરિકર્મ અને નાશ એ બન્ને ઉપક્રમો ગુરૂના આહારાદિ કાર્યમાં કરવા. એ પ્રમાણે ઉત્કૃષ્ટ વિનયથી તે તે દેશ-કાળને યોગ્ય દ્રવ્યાદિ લાવનાર અને ગુરૂચિત્ત જાણનાર એવો અનુકૂળ શિષ્ય સારી રીતે શ્રુતને મેળવે છે. ૯૩૬-૯૩૭. - મરૂદેશ આદિ દેશમાં અને ગ્રીષ્મ આદિ કાળમાં, ગુરૂના આહારાદિ કાર્યમાં જે જે દ્રવ્ય-ક્ષેત્રઅને કાળનો પરિકર્મ-અને નાશ ઉચિત હોય, તે તે પરિકર્મ-નાશ ગુરૂના ચિત્તની પ્રસન્નતા માટે કરવા. તેમાં દહીં-દૂધ-ગોળ-સુંઠાદિ ગુરૂને ઉપયોગી દ્રવ્ય વડે દ્રવ્યનો પરિકર્મ, ઉપાશ્રયના પ્રમાર્જન આદિ વડે ક્ષેત્રનો પરિકર્મ, શિષ્યને દીક્ષા આપવામાં મુહૂર્ત ઘટિકા આદિ જોવું તે કાળનો પરિકર્મ, અને એજ પ્રમાણે એક દ્રવ્યનો બીજા દ્રવ્યની સાથે સંયોગાદિ કરી આપવા વડે શ્લેષ્માદિ દ્રવ્યનો જે નાશ, તે નાશ ઉપક્રમ પણ સમજી લેવો. એ પ્રમાણે તે તે દેશ-કાળને યોગ્ય અશન-પાનવસ્ત્ર-પાત્ર ઔષધાદિ વડે ગુરૂના કાર્યમાં પરિકર્મ અને નાશ કરનાર એવો જે ઉત્કૃષ્ટ વિનયથી વર્તનારો શિષ્ય તે ગુરૂના ચિત્તને જાણવાથી સારી રીતે શ્રુત પ્રાપ્ત કરે છે. ૯૩૬-૯૩૭. અથવા अहवोवक्कमसामण्णओ, मया पगय निरुवओगावि । अण्णत्थ सोवओगा, एवं चिय सम्बनिक्खेवा ॥९३८॥ અહીં પ્રસ્તુતમાં નામસ્થાપનાદિ ઉપક્રમો નિરૂપયોગી છે, તો પણ ઉપક્રમ શબ્દથી સરખા હોવાથી તે અહીં કહ્યા છે. જો કે અન્યત્ર તે ઉપયોગી છે. એજ પ્રમાણે બીજે સ્થલે પણ બાકીના સર્વ નિપાનું સમજવું. ૩૮.. અથવા - गुरुभावोवक्कमणं कयमज्झयणस्स छब्बिहभियाणिं । तत्थणुपुव्वाईसुं, इणमज्झयणं समोयातारे ॥९३९॥ (નામાદિ છ પ્રકારના ઉપક્રમનો વિચાર કરતાં) ગુરૂના ભાવનો ઉપક્રમ કહ્યો (એ કહેવાથી એક પ્રકારે ઉપક્રમના છ ભેદ કહ્યા) હવે બીજી રીતે સામાયિકઅધ્યયનનો જ ભેદ ઉપક્રમ કહે છે. (આનુપૂર્વી-નામ-પ્રમાણ-વકતવ્યતા-અર્વાધિકાર અને સમવતાર.) આનુપૂર્વી આદિ ઉપક્રમ દ્વારોમાં આ સામાયિકઅધ્યયનનો સમવતાર કરવો. ૯૩૯. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy