SearchBrowseAboutContactDonate
Page Preview
Page 415
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૪] ભાવ ઉપક્રમનું વર્ણન. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ દ્વારોનો આજ અનુક્રમ છે. કારણ કે જે સમીપ ન લવાયું હોય, તેનો નિક્ષેપ નથી કરાતો. નામાદિ નિક્ષેપ વિના અર્થથી અનુગમન થતું નથી, તેમજ નયમત સિવાય અનુગમ પણ થતો નથી. પરંતુ ક્રમથી સમીપ લાવીને નામ-સ્થાપનાદિ વડે નિશ્ચિત એવું જે શાસ્ત્ર તે અર્થથી અનુસરાય છે. અને વિવિધ નયો વડે તેની વ્યાખ્યા કરાય છે. ૯૧પ-૯૧૬. અહીં હવે ઉપક્રમ કહેવાનો અધિકાર છે, તે ઉપક્રમ, ભાવ ઉપક્રમના આનુપૂર્વી-નામ-પ્રમાણવક્તવ્યતા-અર્વાધિકાર અને સમવતાર એ જે છ ભેદો છે, તેથી આગળ વિસ્તારથી કહેવાશે. એ વિસ્તૃત અર્થનું તાત્પર્ય મન્દબુદ્ધિવાળાઓ ગ્રહણ કરી શકે નહિ; તેથી તેઓના ઉપર અનુગ્રહ કરવા ભાવ ઉપક્રમગત આનુપૂર્વી આદિ છ ભેદો સંક્ષેપથી કહે છે. गुरुभावोवक्कमणं, का परिवाडी कइत्थमज्झयणं । भावम्मि कम्मि वट्टइ, किमिदं दव्वं गुणो कम्मं ? ॥९१७॥ जीवगुणोऽजीवगुणो किं नाणं दंसणं चरित्तं वा । पच्चक्खं अणुमाणं, ओवम्ममहागमो वावि ? ॥९१८॥ लोइय लोउत्तरिओ, किं सुयमत्थोऽहवोभयं होज्जा । अप्पयओडणंतरओ, परंपरं वाऽऽगमो कस्स ? ॥९१९।। किं दिट्ठिवाइयं कालियं व, किं वा सुयत्थपरिमाणं । ससमय-परसमओभयसिद्धंताणं व को वच्चो ? ॥९२०।। को व समएगदेसो, समुदायत्थाहियार इह नियओ। अज्झयणोवक्कमण, कायव्वमिहेवमाईहिं ।।९२१॥ કઈ રીતે ગુરૂ પ્રસન્ન થાય? કયા અનુક્રમે આ કેટલામું અધ્યયન છે? કયા ભાવમાં આ અધ્યયન છે? શું આ દ્રવ્ય છે, ગુણ છે, કે કર્મ છે ? (ગુણ છે તો) જીવનો ગુણ છે, કે અજીવનો ગુણ છે ? (જીવનો છે તો) જ્ઞાન, દર્શન કે ચારિત્ર છે? (જ્ઞાન છે તો) પ્રત્યક્ષ જ્ઞાન છે, અનુમાન છે, ઉપમાન છે, કે આગમરૂપ છે? (આગમરૂપ છે તો) લૌકિક આગમ છે કે લોકોત્તર આગમ છે ? (લોકોત્તર આગમ છે તો) સૂત્રાગમ છે, અર્થાગમ છે, કે ઉભયાગમ છે ? અથવા આત્મગમ છે, અનન્તરાગમ છે, કે પરંપરાગમ છે? દૃષ્ટિવાદ છે કે કાલિક છે? આ સૂત્રાર્થનું પરિમાણ કેટલું છે? આમાં સ્વસિદ્ધાન્તપરસિદ્ધાન્ત-અને ઉભયસિદ્ધાન્તમાંથી કયો સિદ્ધાન્ત તથા તેનો કયો ભાગરૂપ અહીં સમુદાયાર્થ અધિકારમાં નિયત છે ? ઇત્યાદિ પ્રકારે અહીં અધ્યયનનો ઉપક્રમ કરવો. ૯૧૭-૯૨૧. સામાયિકાદિ અધ્યયનના જ્ઞાન માટે તેની ઇચ્છાવાળા શિષ્ય ગુરૂના ભાવનો ઉપક્રમ કરવો, એટલે ગુરૂમહારાજ ક્યા પ્રકારે પ્રસન્ન થાય એમ વિચારવું. પરિપાટી એટલે અનુક્રમ. તે અનુક્રમ ત્રણ પ્રકારે છે, પૂર્વાનુપૂર્વીક્રમ, પશ્ચાનુપૂર્વીક્રમ, અને અનાનુપૂર્વીક્રમ. આ ત્રણે અનુક્રમમાંથી ક્યો અનુક્રમ આ અધ્યયનમાં ઉપયોગી છે ? એ પ્રશ્નના ઉત્તરમાં કહેવું કે આ ત્રણે અનુક્રમ ઉપયોગી છે. જેમકે પૂર્વાનુપૂર્વી ક્રમથી આ સામાયિકાધ્યયન પહેલું છે, પશ્ચાનુપૂર્વી ક્રમથી છઠ્ઠ છે અને અનાનુપૂર્વાક્રમથી તો સાતસો અઢાર ભાંગા થાય છે, તેથી અનિયત છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy