SearchBrowseAboutContactDonate
Page Preview
Page 414
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર ૮મું ક્રમ દ્વાર. [૩૭૩ ભાવ હોવાથી, જે માટે શાસ્ત્ર નિક્ષેપ યોગ્ય કરાય છે, તેથી ઉપક્રમ અથવા વિનીત શિષ્યના વિનયથી શાસ્ત્રને નિક્ષેપ યોગ્ય કરાય તે વિનય ઉપક્રમ. કેમકે વિનયવડે આરાધિત ગુરૂજ શાસ્ત્રને નિક્ષેપ કરવા યોગ્ય કરે છે. અહીંઆ સઘળે ઠેકાણે શાસ્ત્રનું સમીપકરણ. શાસ્ત્રનું. ન્યાસ દેશમાં લાવવું અને નિક્ષેપયોગ્ય કરવું એ રૂપ ઉપક્રમ જાણવો. ૯૧૧. હવે નિક્ષેપની નિરૂક્તિ કહે છે. निक्खिप्पड़ तेण तहिं तओ व निक्नेवणं व निक्नेवो । नियओ व निच्छओ वा, खेवो नासोत्ति जं भणियं ॥९१२।। જે વડે જે છતે અથવા જેથી શાસ્ત્રનો નામાદિવડે નિક્ષેપ વ્યવસ્થા) કરાય તે નિક્ષેપ અથવા નામાદિવડે શાસ્ત્રનો ન્યાસ-વ્યવસ્થા કરવી તે નિક્ષેપ, અથવા “નિ” એટલે નિશ્ચિત, અને “ક્ષેપ” એટલે શાસ્ત્રાદિનો નામાદિવડે ન્યાસ તે નિક્ષેપ કહેલ છે. ૯૧૨. I હવે અનુગમની નિરૂક્તિ કહે છે. अणुगम्मइ तेण तहिं, तओ व अणुगमणमेव वाऽणुगमो । अणुणोऽणुरूवओ वा जं, सुत्तत्थाणमणुसरणं ।।९१३॥ જે વડે જે છતે અથવા જેથી સૂત્રનું વ્યાખ્યાન કરાય તે અનુગમ, અથવા “અણુ” એટલે સુત્રનું “ગમ” એટલે વ્યાખ્યાન તે અનુગમ, અથવા અનુરૂપ-યોગ્ય રીતે અર્થનું કથન કરવું તે અનુગમ, અથવા સૂત્ર અને અર્થનો યોગ્ય સંબંધ કરવો તે અનુગમ. ૯૧૩. હવે નયની નિરૂક્તિ કહે છે. स नयइ तेण तहिं वा, तओऽहवा वत्थुणो व जं नयणं । बहुहा पज्जायाणं, संभवओ सो नओ नाम ॥९१४॥ . તે (વક્તા) સંભવ થતા પર્યાયો વડે વસ્તુને જાણે તે નય. અથવા જે વડે જે છતે કે જેથી વસ્તુ જણાય તે નય. અથવા વસ્તુનો) બોધ તે નય. (અનન્ત ધર્માત્મક વસ્તુમાં એક અંશગ્રાહી બોધ તે નય.) વસ્તુના ઘણા પર્યાયોના સંભવથી અમુક પર્યાયવડે વસ્તુને જાણવું તે નય. ૯૧૪. સાતમું નિરૂક્તિદ્વાર પૂર્ણ થયું. ૮ ક્રમદ્વાર પ્રથમ ઉપક્રમ-પછી નિક્ષેપ-પછી અનુગમ-અને તે પછી નય, આ પ્રમાણે એ અનુયોગ દ્વારોનો અનુક્રમ કહેવાનું શું કારણ છે ? એવી શંકાના સમાધાન માટે આઠમું ક્રમપ્રયોજન દ્વાર કહે છે. दारक्कमोऽयमेव उ, निक्खिप्पड़ जेण नासमीवत्थं । अणुगम्मइ नाणत्थं, नाणुगमो नयमयविहीणो ।।९१५।। संबंधोवक्कमओ, समीवमाणीय नत्थनिक्ख्वं । सत्थं तओऽणुगम्मइ, नएहिं नानाविहाणेहिं ।।९१६॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy