SearchBrowseAboutContactDonate
Page Preview
Page 412
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર) પાંચમું દ્વાર. [૩૭૧ હવે પૂર્વે કહ્યા મુજબ અધ્યયનનો નામાદિ ન્યાસ કહેવો જોઈએ. પણ તે અહીં નથી કહેતા. કારણ કે दारक्कमागयाणं, वीसुं वीसुमिहमोहनिप्फन्ने । अज्झयणाणं नासं, वक्खामो लाघवनिमित्तं ॥९०३॥ દ્વારોના અનુક્રમે આવેલા અધ્યયનોનો ન્યાસ ભિન્ન ભિન્ન, ઓઘનિષ્પન્ન નિપેક્ષમાં અહીં આગળ જતાં લાઘવાર્થે કહેવાશે. ૯૦૩. હવે ઉપસંહાર કરીને આગળના વિષયનો સંબંધ કરતાં કહે છે કે आवस्सयस्स एसो पिंडत्थो वण्णिओ समासेणं । एत्तो एक्केक्कं पुण अज्झयणं वण्णयिस्सामि ॥९०४॥ એ પ્રમાણે આવશ્યકનો (આવશ્યક શ્રુતસ્કંધ એવું જેનું અર્થ યુક્ત નામ છે તેનો) પિંડાર્થસમુદાયાથે સંક્ષેપથી કહ્યો. હવે પછી સામાયિકાદિ એકેક અધ્યયનનો અર્થ કહીશું. ૯૦૪. સમુદાયાર્થ નામનું ચોથું દ્વાર પૂર્ણ થયું. ૫. અનુયોગનાં દ્વાર હવે પાંચમું દ્વાર કહેવાની ઇચ્છાથી પ્રથમ સામાયિક અધ્યયન કહે છે. तत्थऽज्झयणं सामाइयंति समभावलक्खणं पढमं । जं सव्वगुणाहारो, वोमं पिव सव्वदव्वाणं ॥९०५॥ તે છ અધ્યયનોમાં સમભાવ લક્ષણ સામાયિક નામે પહેલું અધ્યયન છે. જેમ સર્વદ્રવ્યોના આધારભૂત આકાશ છે, તેની જેમ સર્વગુણોનો એ આધાર છે. ૯૦૫. એ એ અધ્યયનોમાં સમભાવ લક્ષણ સામાયિક નામનું અધ્યયન સર્વમાં પહેલું છે, કારણકે સર્વ ધર્માસ્તિકાયાદિ દ્રવ્યોનો આધાર જેમ આકાશ છે, તેમ સામાયિક અધ્યયન પણ સર્વ મૂળોત્તરગુણોનો આધાર છે. સામાયિક હોય, તો તે મૂળોત્તર ગુણો હોય અને તે ન હોય, તો તે ગુણો પણ ન હોય, કેમકે સમતારહિત પ્રાપ્તિની અંદર કદિપણ પરમાર્થિકગુણો હોતા નથી. ૯૦૫. અથવા સામાયિક અધ્યયન પ્રથમ હોવામાં બીજાં પણ કારણ છે. अहवा तब्भेय च्चिय सेसा जं दंसणाइयं तिविहं । - न गुणो य नाण-दसण-चरणब्भहिओ जओ अस्थि ॥९०६॥ અથવા બાકીનાં અધ્યયનો સામાયિકઅધ્યયનના ભેદો છે, કેમકે સામાયિક દર્શનાદિ ત્રણ પ્રકારે છે. અને જ્ઞાન-દર્શન-અને ચારિત્રથી અધિક બીજા ગુણો નથી. ૯૦૬. બાકીના ચતુર્વિશતિસ્તવાદિ અધ્યયનો સામાયિકઅધ્યયનના ભેદોજ છે. કેમકે દર્શન(સમ્યકત્વ) સામાયિક, શ્રુતસામાયિક અને ચારિત્રસામાયિક એમ ત્રણ પ્રકારે સામાયિક છે. આ ત્રણ ભેદમાં સર્વ ગુણની જાતિ અન્તભૂત થાય છે. કેમકે જ્ઞાન દર્શન અને ચારિત્ર સિવાય ચતુર્વિશતિસ્તવાદિગતગુણો ભિન્ન નથી, તેથી બાકીના અધ્યયનો સામાયિક અધ્યયનના ભેદો હોવાથી સામાયિક અધ્યયન સર્વથી પહેલું કહ્યું છે. ૯૦૬. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy