SearchBrowseAboutContactDonate
Page Preview
Page 408
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર] નો શબ્દના અર્થ. [૩૬૭ જો એ પ્રમાણે શબ્દ એ આગમ ન હોય, તો આગમથી દ્રવ્ય શ્રુત કેવી રીતે થાય ? નજ થાય, કેમકે શબ્દને અનાગમરૂપ માનેલ હોવાથી શબ્દ આગમના ભેદમાં સુપ્રિસદ્ધ છતાં પણ તે આગમથી દ્રવ્યશ્રુત ન થાય. ખરી રીતે તો શબ્દ એ દ્રવ્યથી આગમજ છે. તેથી દ્રવ્યઆગમ સહિત ભાવઆગમ તે આગમથી જ ભાવકૃત ગણાય છે, પણ નોઆગમથી ભાવસૃત ગણાતું નથી. ૮૯૨. પુનઃ મતાન્તર જણાવીને તેમાં દૂષણ આપે છે. अन्ने नोआगमओ, सामित्ताणासियं सुयं बेंति । जइ न सुयमणुवओगे, नणु सुयरमणासियं नत्थि ॥८९३॥ બીજાઓ સ્વામિની અપેક્ષાએ શ્રુતોપયોગને આગમથી ભાવશ્રુત કહે છે અને સ્વામિની અપેક્ષા વિના નોઆગમથી ભાવશ્રુત કહે છે. જો ઉપયોગ શૂન્યમાં શ્રત ન કહ્યું, તો પછી સ્વામિની અપેક્ષા વિના તો ભાવશ્રુત સ્કુટ રીતે નથી જ. ૮૯૩. બીજા કેટલાક આચાર્યો સ્વામિ આશ્રિત કૃતોપયોગને ભાવશ્રુત કહે છે, અને સ્વામી અનાશ્રિત મૃતોપયોગને નોઆગમથી ભાવકૃત કહે છે, આ પ્રમાણે તેઓનું માનવું અયોગ્ય છે. કારણ કે ઉપયોગશૂન્ય વક્તામાં ભાવશ્રુત નથી કહ્યું, પરંતુ દ્રવ્યશ્રુત જ કહ્યું છે. તો પછી તે સ્વામિમાં અનાશ્રિત એવું શ્રુત તે તો ભાવકૃત પ્રગટ રીતે નથી જ. કેમકે સ્વામિ સિવાય પુસ્તકાદિમાં લખેલા શ્રુતમાં ઉપયોગ ન જ હોય અને ઉપયોગ સિવાય ભાવશ્રુત સર્વથા ન હોય “સ્વામિ અનાશ્રિત શ્રત કયાંય પણ છે” એમ પ્રતિપાદન કરનારનું એ તો મહાસાહસિકપણું છે. માટે તેઓનું તે મંતવ્ય અયોગ્ય છે. ૮૯૩. એ પ્રમાણે નોઆગમથી ભાવશ્રુત કહ્યું, હવે શ્રુતના એક અર્થવાળા પર્યાયે નામો કહે છે. સુય-સુત્ત-થ-રિદ્ધત-સાસ માણ-વચા રૂાણે છે पण्णवण आगमो वि य, एगट्ठा पज्जया सुत्ते ॥८९४॥ શ્રુત-સૂત્ર-ગ્રંથ-સિદ્ધાંત-શાસન-આજ્ઞા-વચન-ઉપદેશ-પ્રરૂપણા-અને આગમ એ સૂત્રના એક અર્થવાળા પર્યાય નામો છે. એ નામોનો અર્થ પ્રથમ સંક્ષેપથી કહ્યો છે. એ પ્રમાણે શ્રુતનો નામાદિ ન્યાસ કર્યો. ૮૯૪. હવે સ્કંધનો કરે છે. खंधपएऽणुवत्तो, वत्ताऽऽगमओ स दव्वखंधो उ । नोआगमओ जाणय-भव्यसरीरा-ऽइरित्तोऽयं ॥८९५॥ સ્કંધપદમાં ઉપયોગશૂન્ય વક્તા તે આગમથી દ્રવ્યસ્કંધ છે. અને નોઆગમથી જ્ઞશરીરદ્રવ્યસ્કંધભવ્ય શરીરદ્રવ્યસ્કંધ અને તદુભયવ્યતિરિતિદ્રવ્યસ્કંધ. એમ દ્રવ્યસ્કંધ ત્રણ પ્રકારે છે, (અહીં નામકંધ અને સ્થાપનારૂંધ સમજી શકાય એવા હોવાથી કહ્યા નથી) ૮૯૫. હવે વ્યતિરિક્ત દ્રવ્યસ્કંધ સચિત્તાદિભેદે ત્રણ પ્રકારે છે, તે કહે છે. सच्चित्तो अच्चित्तो, मीसो य समासओ जहासंखं । . दुपयाई दुपएसाइओ य सेणाइदेसाई ॥८९६॥ વ્યતિરિક્ત દ્રવ્યસ્કંધ સચિત્ત-અચિત્ત-અને મિશ્ર, એમ સંક્ષેપથી ત્રણ પ્રકારે છે તે અનુક્રમે દ્વિપદાદિ-દ્ધિપ્રદેશાદિ અને સૈન્યના અગ્રદેશાદિ જાણવા. ૮૯૬. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy