SearchBrowseAboutContactDonate
Page Preview
Page 407
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૬] નો શબ્દનો અર્થ. અથવા નોશબ્દ અહીં દેશવાચી કહીએ તોપણ કંઈ હાની નથી. કેમ કે - अविसेसियसंमिस्सोवओगदेसुत्ति वा सुयं काउं । नोआगमभावसुए, नोसद्दो होज्ज देसेऽवि ॥ ८९०।। અવિશેષિત સંમિશ્ર ઉપયોગનો શ્રુત એક દેશ છે, તેથી નોઆગમથી ભાવશ્રુતમાં નોશબ્દ દેશઅર્થમાં પણ હોઈ શકે. ૮૯૦. વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ અખંડ ઘટાદિનો ગ્રીવાદિ એક દેશ છે, તેમ સામાન્ય જ્ઞાનદર્શન ચારિત્રના સંમિશ્ર ઉપયોગનો શ્રુત એક દેશ છે, તેથી નોશબ્દ દેશ વાચી માનવામાં હાની નથી, અર્થાત્ સામાન્યથી જેમ પરિપૂર્ણ ઘટનો ગ્રીવાદિ એક ભાગ જેમ નોઘટ કહેવાય છે. તેમ અવિશેષિત (સામાન્યથી) જ્ઞાન-ક્રિયાના પરિણામરૂપ અખંડ વસ્તુનો શ્રુત પણ એક દેશ છે, તેથી જ્ઞાનક્રિયાના પરિણામ એ નોઆગમથી ભાવશ્રુત છે. કારણ કે તેમાં એક દેશ તરીકે શ્રુત છે. ૮૯૦. હવે બીજા આચાર્યનો મત જણાવીને તેમાં દૂષણ આપે છે. नोआगमओ केई, सहसहायमुवओगमिच्छंति । न सुतरमागमत्तं हि दष्व-भावागमे जुत्तं ॥ ८९१ ॥ શબ્દ સહિત શ્રુતોપયોગને કેટલાક આચાર્યો નોઆગમથી ભાવશ્રુત માને છે. (તે અયોગ્ય છે) કેમ કે તેવા ભાવ આગમમાં નોઆગમપણું જ સ્ફુટ રીતે યોગ્ય છે. ૮૯૧. કેટલાક આચાર્યો, શબ્દ સહિત શ્રુતોપયોગને, નોઆગમથી ભાવશ્રુત માને છે. એટલે કે શ્રુતોપયોગ પૂર્વક બોલનારનો ‘શ્રુતોપયોગ સહિત શબ્દ' નોઆગમથી ભાવ શ્રુત છે, કેમ કે તે ઉપયોગ અને શબ્દ એ બેના સમુદાયમાં ઉપયોગ લક્ષણ આગમનો એક દેશ છે અને શબ્દની અપેક્ષા વિના કેવળ ઉપયોગ માત્ર તે આગમથી ભાવ શ્રુત છે. માટે શબ્દ સહિત શ્રુતોપયોગ તે નોઆગમથી ભાવશ્રુત છે. ઉ૫૨ પ્રમાણે માનવું અયુક્ત છે, કેમકે તેમાં શ્રુતોપયોગ એ સ્ફુટ રીતે ભાવ આગમ છે અને શબ્દ એ દ્રવ્ય આગમ છે તેથી તે આગમ જ છે. એટલે કે શબ્દ સહિત શ્રુતોપયોગ તે આગમથી શ્રુત કહેવાય, પણ નોઆગમથી શ્રુત ન કહેવાય, કેમ કે જો કેવળ શ્રુતોપયોગ પણ આગમ કહેવાય છે, તો પછી તેની સાથે શબ્દરૂપ દ્રવ્ય આગમ મળવાથી તો તે સારી રીતે આગમ કહેવાય, પણ નોઆગમ તો ન જ કહેવાય, કારણ કે નોઆગમ તો આગમ અનાગમરૂપ સમુદાયમાં જ ઘટે છે. ૮૯૧. ઉપર જણાવેલ પક્ષને સ્વીકારીને ખંડન કરતા કહે છે કે - अह नागमोत्ति सद्दो, नोआगमया य तदहियत्तणओ । आगमओ दव्वसुर्य, किह सद्दो नागमो जइ सो ? ।। ८९२ ॥ શબ્દ આગમ નથી, માટે ઉપયોગ અનાગમરૂપ શબ્દથી અધિક હોવાથી નોઆગમ છે. જો તે શબ્દ આગમ નથી, તો પછી આગમથી દ્રવ્યશ્રુત કેમ થાય ? ૮૯૨. જો એમ કહેવામાં આવે કે શબ્દ એ આગમ નથી, તેથી ઉપયોગ અનાગમરૂપ શબ્દ કરતાં અધિક હોવાથી ઉપયોગ નોઆગમ છે. કેમ કે આગમ-અનાગમરૂપ સમુદાયમાં ઉપયોગ એ આગમનો એક દેશ હોવાથી તેમાં નોઆગમપણું યુક્ત છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy