SearchBrowseAboutContactDonate
Page Preview
Page 409
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૮]. સ્કંધના પ્રકારો. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ વ્યતિરિક્ત દ્રવ્યસ્કંધ, સચિત્ત અચિત્ત અને મિશ્ર, એમ સંક્ષેપથી ત્રણ પ્રકારે છે. તેમાં પ્રથમ મનુષ્ય-શુક(પોપટ)-મેના-(સારિકા) વિગેરે દ્વિપદ સચિત્તદ્રવ્યસ્કંધ છે. દાડિમ આમ્ર બીજોરા વિગેરે અપદ સચિત્તદ્રવ્યસ્કંધ છે, ગાય-ભેંસ આદિ-ચતુષ્પદ દ્રવ્યસ્કંધ છે. અને બે પ્રદેશથી આરંભીને અનન્તાણુક પર્વતના સ્કંધો તે અચિત્તદ્રવ્યસ્કંધ છે. તથા હાથી-ઘોડા-રથ પાયદળ-તલવાર-ભાલાઆદિના સમૂહરૂપ સેનાનો આગલો-પાછલો કે મધ્યમ ભાગ તે મિશ્ર દ્રવ્યસ્કંધ છે. આદિ શબ્દથી ગામ-નગર આદિ પણ મિશ્ર સ્કંધ છે. ૮૯૬. બીજી રીતે વ્યતિરિક્ત દ્રવ્યસ્કંધના ત્રણ ભેદ હે છે. - अहवा कसिणो अकसिणो, अणेगदव्यो स एव विण्णेओ । देसावचिओवचिओ, अणेगदब्बो विसेसोऽयं ।।८९७॥ અથવા કૃત્નસ્કંધ-અકૃત્નસ્કંધ-અને અનેકદ્રવ્યસ્કંધ. એમ ત્રણ પ્રકારે સ્કંધો છે. દેશે અપચિત (એકઠું કરેલું), અને દેશે ઉપચિત (હાનિકારક) તેજ અનેક દ્રવ્યવાળો સ્કંધ જાણવો. (પૂર્વોક્ત મિશ્ર અંધથી) આમાં એટલો ભેદ છે. ૮૯૭. અથવા વ્યતિરિક્ત દ્રવ્યસ્કંધ બીજી રીતે પણ ત્રણ પ્રકારે છે. કૃમ્નસ્કંધ-અકૃમ્નસ્કંધ-અને અનેકદ્રવ્યસ્કંધ. તેમાં જેનાથી બીજો કોઈ સ્ફોટો સ્કંધ ન હોય તે કૃત્ન (પરિપૂર્ણ) સ્કંધ જાણવો. તે અશ્વસ્કંધ-હસ્તિસ્કંધ-અને મનુષ્યરૂંધાદિ જાણવા. પ્રશ્ન:- જો એને કૃમ્ન સ્કંધ કહેતા હો, તો તે પૂર્વોક્ત સચિત અશ્વાદિ સ્કંધનું જ બીજાં નામ થયું. ઉત્તર :- એમ નહિ. પૂર્વે સચિત્તસ્કંધનો અધિકાર હોવાથી કેવળ જીવો જ કહ્યા હતા. અને અહીં તો જીવ. અને જીવથી વ્યાપ્ત શરીરના અવયવોનો સમુદાય તેને કૃત્નસ્કંધપણે કહેલ છે; આથી અભિધેય (કહેવા યોગ્ય વસ્તુ)ના ભેદથી પ્રકારનો પણ ભેદ થયો. પ્રશ્ન :- ભલે એમ હોય, પરંતુ કેવળ અન્યાદિ સ્કંધને કૃત્નસ્કંધપણું ઘટતું નથી, કારણ કે તેની અપેક્ષાએ હસ્તિ આદિ સ્કંધ વધારે મોટા હોય છે. - ઉત્તર :- એમ નહિ. કારણ કે અસંખેય પ્રદેશાત્મક જીવ, અને જીવાધિષ્ઠિત શરીરના પુગલોનો સમુદાય. તેને જ અશ્વાદિસ્કંધપણે કહેલ છે. વળી જીવ અસંખ્યય પ્રદેશાત્મક હોવાથી સર્વત્ર સમાન છે. તેથી હસ્તિઆદિ સ્કંધ મહોટો છે એમ કહી શકાય નહિ. જો જીવપ્રદેશ અને પુદ્ગલનો સમુદાય બન્ને સાથે વધે, તો ગજાદિસ્કંધ અશ્વાદિ સ્કંધ કરતાં મોટો કહેવાય, પણ તેમ તો નથી, કારણ કે સમુદાયની વૃદ્ધિનો અભાવ હોવાથી અને માત્ર પુદ્ગલની વૃદ્ધિ-હાની અહીં નહિ કહેલ હોવાથી, સર્વત્ર અશ્વાદિમાં કૃમ્નસ્કંધપણું વિરૂદ્ધ નથી. વળી બીજા આચાર્યો પૂર્વોક્ત સચિત્તસ્કંધના વિચારમાં જીવ અને જીવાધિષ્ઠિત શરીર પુગલોના સમુદાયને સચિત્તસ્કંધ કહે છે, અને અહીંયા બુદ્ધિ વડે શરીરથી જુદો કરેલો કેવળ જીવ જ કૃમ્નસ્કંધ છે એમ કહે છે. આ પ્રમાણે બન્ને વ્યાખ્યાનમાં ફેરફાર કરીને કહે છે. તેથી તેમનો તો અહીં આ વ્યાખ્યાનમાં કંઈ પ્રશ્ન જ નથી, કેમ કે અશ્વમસ્તિઆદિના જીવપ્રદેશોમાં ન્યૂનાધિકપણું નથી તેથી સર્વત્ર કૃમ્નસ્કંધપણું વિરૂદ્ધ નથી. જેનાથી બીજો અત્યંત હોટો સ્કંધ હોય, તે અપૂર્ણ હોવાથી અકૃમ્નસ્કંધ કહેવાય. તે બે પ્રદેશાદિથી માંડીને છેક સર્વોત્કૃષ્ટ અનન્ત પરમાણુના સમુદાયથી બનેલા સ્કંધમાં એક પરમાણુએ ન્યૂન સ્કંધ પર્યત જાણવું. કેમ કે ઉત્કૃષ્ટઅનન્તાણુકર્કંધની અપેક્ષાએ એક પરમાણુએ ન્યુન એવો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy