SearchBrowseAboutContactDonate
Page Preview
Page 401
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૦] આવશ્યક શબ્દના અર્થ. I [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ૧ तस्साभिन्नत्थाइं, सुपसत्थाई जहत्थनिययाई। अव्यामोहाइनिमित्तमाह पज्जायनामाई ॥८७१॥ અન્ય અન્ય સ્થાનને વિષે આવશ્યકનાં જુદા જુદા નામો સાંભળવાથી શિષ્યને વ્યામોહ આદિ ન થાય એટલા માટે તે આવશ્યકનાં એક જ અર્થવાળાં સુપ્રશસ્ત યથાર્થ અને નિયત એવો આવશ્યકનાં જુદ જુદા નામો કહે છે, કેમ કે તેથી અનેક દેશમાંથી થયેલા શિષ્યોને સુખે સુખે અર્થની પ્રતિપત્તિ થાય છે. ૮૭૧. 'आवस्सयं अवस्सकरणिज्जं धुव 'निग्गहो "विसोही य । “યાર જ “નામો, મારી મા ૮૭ર આવશ્યક-અવશ્ય કરવા યોગ્ય -વ-નિગ્રહ-વિશુદ્ધિ-છ અધ્યયન વર્ગ – ન્યાય-આરાધના અને માર્ગ (એ દશ આવશ્યકનાં જુદાં જુદાં નામો છે.) ૮૭૨. આવશ્યક એટલે શું ? તે કહે છે. समणेण सावएण य, अवस्सकायव्वयं हवइ जम्हा । अंतो अहो-निसिस्स उ, तम्हा आवस्सयं नाम ॥८७३॥ સાધુ અને શ્રાવકને રાત્રિ અને દિવસના અંતે અવશ્ય કરવા યોગ્ય છે, તે કારણથી આ આવશ્યક કહેવાય છે. ૮૭૩. जदवस्सं करणिज्जं, तेणावस्सयमिदं गुणाणं वा । आवस्सयमाहारो, आ मज्जाया-भिविहिवाई ॥८७४।। आ वस्सं वा जीवं, करेइ जं नाण-दसण-गुणाणं । संनिज्झ-भावण-च्छायणेहिं वाऽऽवासयं गुणओ ॥८७५॥ અવશ્ય કરવા યોગ્ય આવશ્યક છે એ અર્થ પૂર્વની ગાથામાં કહેલ છે. અથવા આવશ્યક પદમાં આ શબ્દ મર્યાદાને અભિવિધિ અર્થનો વાચક હોવાથી ગુણોનો આધાર તે આવશ્યક છે. અથવા જે આ એટલે સમસ્ત પ્રકારે જીવને જ્ઞાનદર્શન ગુણોને વશ કરે તે આવશ્યક. અથવા સાંનિધ્યભાવના-આચ્છાદના વડે ગુણથી આત્માને વાસિત કરે તે આવાસક કહેવાય છે. ૮૭૪-૮૭૫. અવશ્ય કરવા યોગ્ય હોવાથી આવશ્યક કહેવાય છે. એ આવશ્યક પદમાં જે આ શબ્દ છે તે મર્યાદા અને અભિવિધિવાચી છે, એટલે મર્યાદા વડે અથવા અભિવિધિવડે (જ્ઞાનાદિ) ગુણોનો આધાર તે આવશ્યક. અથવા જે ક્રિયા આત્માને જે જ્ઞાનાદિ ગુણોથી વાસિત કરે (યુક્ત કરે) તે આવાસક. અથવા વસ્ત્ર સુગંધ-ધૂપ આદિની પેઠે જે આત્માને ગુણો વડે આચ્છાદિત કરી શોભાવે તે આવાસક. અથવા જે આત્માનું દોષોથી સંવરણ કરે એટલે દોષો આવવા ન દે તે આવાસક છે. ૮૭૪-૮૭૫. આ પ્રમાણે આવશ્યકપદના જાદા જુદા દસ નામોમાંના પહેલા આવશ્યક અથવા આવાસક પદનો અર્થ કહ્યો. હવે બાકીનાં પદોનો અર્થ કહે છે. एवं चिय सेसाई, विउसा सुय-लक्खणाणुसारेणं । कमसो वत्तव्वाइं, तहा सुय-क्रोधनामाई ॥८७६॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy