SearchBrowseAboutContactDonate
Page Preview
Page 390
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર ] આવશ્યક એ શ્રુતસ્કંધ છે. [૩૪૯ પ્રગટ કરી શકે છે, બીજાં નહિ. અને અનુયોગ પણ બીજાને બોધ કરવા માટે પ્રવર્તે છે, આવા કારણથી શ્રુતજ્ઞાન પરપ્રબોધક હોવાથી, નજીક હોવાથી, બીજાઓને તે શ્રુતનું વ્યાખ્યાન જણાવવા માટે શ્રુતજ્ઞાનનો અનુયોગ કરીશું. ૮૩૮-૮૩૯. " - શિષ્ય પૂછે છે કે सोऽहिगओ च्चिय आवासयस्स कयरस्स किं त्थ चिंताए ? | तं चिय सुयंति साहइ सुयाणुओगाभिहाणेणं ॥८४०॥ પહેલી ગાથામાંજ “આવશ્યકનો અનુયોગ કહું છું” એમ કહેલ છે, તેથી આ અધિકૃત અનુયોગ આવશ્યકનોજ છે, તો પછી પાંચ જ્ઞાનમાંથી ક્યા જ્ઞાનનો અનુયોગ કરાય એ પ્રશ્ન જ ક્યાં આવે ? (ઉત્તર) શ્રુતજ્ઞાનનો અનુયોગ છે. તે આવશ્યક પણ શ્રતનો ભાગ છે એમ અહીં કહે છે. ૮૪૦. હવે અનુયોગ શબ્દનો અર્થ કહે છે. अणुवयणमणुओगो, सुयस्स नियएण जमभिएएणं । वावारो वा जोगो, जोऽणुरूवोऽणुकूलो वा ॥८४१॥ अहवा जमत्थओ थोव-पच्छभावेहिं सुयमणुं तस्स। अभिहेए वावारो, जोगो तेणं व संबंधो ॥८४२॥ સૂત્રનો પોતાના અભિધેયની સાથે જે સંબંધ તે અનુયોગ અથવા સૂરનો પોતાના અર્થ સંબંધી જે અનુકુલ-અનુરુપ યોગ, વ્યાપાર, નિરૂપણ કરવું તે અનુયોગ અથવા એક સૂત્રનો અર્થ તો અનંતો છે, પરંતુ શ્રી જિનેશ્વરના મુખથી ઉત્પાદવ્યયધ્રૌવ્યરૂપી અર્થની ત્રિપદી સાંભળીને રચેલ હોવાથી, અર્થથી સ્ટોક (થોડું) અને પશ્ચાત્ ભાવ-પછી થયું હોવાથી સૂત્ર અણુ-લઘુ (નાનું) હોય છે. તે સૂત્રનો પોતાના અભિધેયમાં જે. વ્યાપાર (પ્રવૃત્તિ) અથવા અર્થની સાથે સંબંધ તે અનુયોગ છે. ૮૪૧-૮૪૨. आवस्सयस्स जइ सो, तत्थंगाईण अट्ठ पुच्छाओ । तं होइ सुरक्खंधो, अज्झयणाइं च न उ सेसा ॥८४३॥ જો એ અનુયોગ આવશ્યકનો છે, તો તેમાં અંગાદિ આઠ-પ્રશ્નો સંભવે છે. (જેમકે આવશ્યક એ અંગ છે કે બહુ અંગો છે? શ્રુતસ્કંધ છે કે બહુ શ્રુત-સ્કંધો છે? અધ્યયન છે કે બહુ અધ્યયનો છે? ઉદેશ છે કે બહુ ઉદ્દેશાઓ છે? (ઉતરમાં આ આઠ પ્રશ્નોમાંથી બે પ્રશ્ન સંભવે છે.) તે આવશ્યક છ અધ્યયનના સમુદાયરૂપ હોવાથી શ્રુતસ્કંધ છે અને તે દરેક આવશ્યક અધ્યયનરૂપ હોવાથી અધ્યયનો પણ છે. બાકના છ પ્રકાર સંભવતા નથી. ૮૪૩. શિષ્ય પૂછે છે કે नणु नंदीवखाणे, भणियमणंगं इह कओ संका ? । भण्णइ अकए संका, तस्सानियमं च दाएइ ॥८४४॥ નન્દી અધ્યયનનું વ્યાખ્યાન કરતાં (આવશ્યક) અંગ બાહ્ય કહ્યું છે, તેથી શંકા ક્યાંથી થાય ? (ઉત્તર) નન્દી વ્યાખ્યાન ન કર્યું હોય તો શંકા થાય તેના સમાધાન માટે અને આ ઉત્તરથી નન્દીની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy