SearchBrowseAboutContactDonate
Page Preview
Page 389
Loading...
Download File
Download File
Page Text
________________ (ક) સમુદાયાર્થદ્વાર. પૂર્વે બીજી ગાથામાં કહેલા ફલ યોગ મંગલાદિ દ્વારોમાંનું ત્રીજું મંગળદ્વાર પૂર્ણ કરીને હવે ચોથું સમુદાયાર્થ દ્વારા કહેવાનો ઉપક્રમ કરે છે. ' केवलनाणं नन्दी, मंगलमिति चेह परिसमत्ताई। ૩હુ સ મંત્યો મા પાવડy૩ોગો રિ દરૂછો કેવળજ્ઞાન અહીં સમાપ્ત થયું, અને તે સમાપ્ત થયે છતે નામાદિ ભેદે કરીને ભેદવાળી નંદી સમાપ્ત થઇ અને તે સમાપ્ત થયે છતે મંગલ સમાપ્ત થયું; હવે તે મંગળથી સાથે એવો પ્રકૃતિ અનુયોગ કહીએ છીએ. ૮૩૭. પૂર્વોક્ત પાંચ જ્ઞાનમાંથી ક્યા જ્ઞાનનો આ અનુયોગ કહો છો? એ પ્રશ્નના ઉત્તરમાં શ્રીગુરૂ કહે છે. सो मइनाणाई कयरस्स ?, सुयस्स, जं न सेसाई । તિ પરારીબારું, ય પરવાદે સમન્થા ૮રૂટો. पाएण पराहीणं, दीवो ब्व परप्पबोहयं जं च । सुयनाणं तेण परप्पबोहणत्थं तदणुओगो ॥८३९॥ મતિજ્ઞાનાદિ પાંચ જ્ઞાનોમાંથી ક્યા જ્ઞાનનો આ અનુયોગ કહો છો ? શ્રુતજ્ઞાનનો, બીજા જ્ઞાનોનો નહિ; કેમકે બીજા જ્ઞાનો પરાધીન (ગુરૂઆધીન) નથી, તેમજ બીજાને બોધ કરવામાં સમર્થ નથી; અને શ્રુતજ્ઞાન પ્રાયઃ પરાધીન છે, વળી જે દીપકની પેઠે (સ્વ) પરનું પ્રબોધક છે, તેથી બીજાઓને બોધ કરવા માટે તે શ્રુતજ્ઞાનનો અનુયોગ કહીએ છીએ. ૮૩૮-૮૩૯. પ્રશ્ન - હે ગુરૂદેવ ! પૂર્વોક્ત મતિ આદિ પાંચ જ્ઞાનોમાંથી ક્યા જ્ઞાનનો અહિં અનુયોગ કરો છો ? ઉત્તર :- શ્રુતજ્ઞાનનો અહીં અનુયોગ કહીએ છીએ, બીજા જ્ઞાનોનો નહિ; કારણ કે શ્રુત સિવાયના મતિ આદિ જ્ઞાનો પરાધીન નથી, પરન્તુ સ્વઆવરણના ક્ષય અથવા તેના ક્ષયોપશમથી પોતાની મેળેજ ઉત્પન્ન થાય છે તેથી તેનો અનુયોગ કરાય નહિ, અને શ્રુતજ્ઞાન પરાધીન હોવાથી તેનો વ્યાખ્યાન કરવારૂપ અનુયોગ કરવો જોઇએ. શ્રુતજ્ઞાન જ પરાધીન છે, પ્રાયઃ પરાધીન છે એમ કહેવાનું કારણ એટલું જ છે કે પ્રત્યેક બુદ્ધ વિગેરેને શ્રુતજ્ઞાન કેવલ ક્ષયોપશમથી ગુર્વાદિ સામગ્રી વિના સ્વયં ઉત્પન્ન થાય છે. તેથી શ્રુતજ્ઞાન પ્રાયઃ (ઘણું કરીને) પરાધીન છે એમ કહીએ છીએ. એ રીતે બીજાં જ્ઞાનો પરાધીન નથી. વળી શ્રુતજ્ઞાનજ બીજાને બોધ કરવાને સમર્થ છે, કેમકે તે વાચાલ (બોલતું) છે, બીજાં જ્ઞાનો મૂક હોવાથી બીજાને બોધ કરી શકતાં નથી. અર્થાત્ ઉપદેશવડે બીજાને બોધ કરાય છે, અને ઉપદેશ શબ્દવડે થાય છે, એ શબ્દ કારણમાં કાર્યના ઉપચારથી શ્રુતજ્ઞાનમાંજ અન્તભૂત થાય છે, બીજા જ્ઞાનોમાં નહિ. તેથી શબ્દાત્મકશ્રુતજ બીજાને બોધ કરનાર છે. તથા દીપકની પેઠે શ્રુતજ્ઞાનજ પોતાના અને પરના સ્વરૂપને પ્રગટ કરનાર છે, બીજાં જ્ઞાનો એ પ્રમાણે સ્વ-પર પ્રકાશક નથી. કેમકે શ્રુતજ્ઞાનજ પોતાનું અને બાકીના ચાર જ્ઞાનોનું સ્વરૂપ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy