________________
ભાષાંતર
અવધિજ્ઞાનનો ઉપસંહાર.
[૩૩૭
પૂર્વોક્તપ્રકારે અવધિજ્ઞાનનું સ્વરૂપ અને તેનો દ્રવ્ય-ક્ષેત્રાદિરૂપ જે વિષય તે વિસ્તારથી કહ્યો; તો પણ ફરીને અહીં તેનો વિષય સંક્ષેપથી કહે છે. પૂજયશ્રી દેવવાચકગણી જે નન્દી અધ્યયન સૂત્રકાર છે, તેઓએ પણ પ્રથમ વિસ્તારથી અવધિજ્ઞાન કહીને ફરી પણ સંક્ષેપથી તેનો વિષય કહ્યો છે. જેમકે-“તે અવધિજ્ઞાન સંક્ષેપથી ચાર પ્રકારે છે; દ્રવ્યથી-ક્ષેત્રથી-કાળથી-અને ભાવથી.” આ પ્રમાણે સંક્ષેપરૂચિ મન્દમતિવાળા જીવોના હિત માટે અને વ્યામોહ ન થાય તે માટે પુનઃ સંક્ષેપથી પણ વિષય કહ્યો છે. ૮૦૬. ઉપર કહ્યા મુજબ અવધિજ્ઞાનનો વિષય કહે છે.
दवाइं अंगुला-वलिसंखेज्जाईयभागविसयाई । पेच्छइ चउग्गुणाई, जहण्णओ मुत्तिमंताई ॥८०७॥ उक्कोसं संखाईयलोगपोग्गलसमानिबद्धाइं ।
पइदव्वं संखाईयपज्जयाइं च सव्वाइं ॥८०८।। જઘન્યથી અવધિજ્ઞાની દ્રવ્યથી અને ક્ષેત્રથી અંગુલના અસંખ્યાતમા ભાગવર્તિ રૂપી દ્રવ્યોને જાએ છે. કાળથી એ દ્રવ્યના આવલીના અસંખ્યય ભાગવર્તિ અતીત અનાગત પર્યાયોને જુએ છે. અને ભાવથી દરેક દ્રવ્યના ચાર ગુણો જુએ છે. તથા ઉત્કૃષ્ટથી અવધિજ્ઞાની દ્રવ્યથી અને ક્ષેત્રથી અસંખ્યય લોકાકાશપ્રમાણ ખંડોમાં અવગાહી રહેલા દ્રવ્યોને જાએ છે. (જાણે છે.) (જો કે મૂર્તિ દ્રવ્યો તો એકલા લોકાકાશમાં જ હોય છે, પરન્તુ કેવળ શક્તિમાત્રથી એનું એટલું પ્રમાણ કહ્યું છે.) કાળથી અસંખ્યાત ઉત્સર્પિણી અવસર્પિણી અન્તર્ગત એ દ્રવ્યોના અતીત અનાગત પર્યાયોને જાણે છે, અને ભાવથી એકેક દ્રવ્યના અસંખ્યાત પર્યાયો જુએ છે – જાણે છે. ૮૦૮. ( આ પ્રમાણે જઘન્યથી અને ઉત્કૃષ્ટથી અવધિજ્ઞાનનો વિષય વિસ્તારથી કહ્યો હતો, તેને અહીં પુનઃસંક્ષેપથી પણ કહ્યો.
અવધિજ્ઞાન પૂર્ણ થયું.
૪૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org