SearchBrowseAboutContactDonate
Page Preview
Page 379
Loading...
Download File
Download File
Page Text
________________ મન:પર્યવજ્ઞાન. હવે મન:પર્યવજ્ઞાનનું સ્વરૂપ કહેવા ભાષ્યકાર મહારાજ પ્રસ્તાવના કર છે. ओहिविभागे भणियंपि, लद्धिसामण्णओ मणोनाणं । विसयाइविभागत्थं, भण्णइ नाणक्कमायातं ॥८०९।। અવધિજ્ઞાનના વર્ણનના અવસરે લબ્ધિ સામાન્યથી મન:પર્યવજ્ઞાન કહ્યું છે; તોપણ વિષયદિનો વિભાગ કરવાને પાંચ જ્ઞાનના અનુક્રમે આવેલું મન:પર્યવજ્ઞાન કહે છે. ૮૦૯. (७६) मणपज्जवनाणं पुण, जणमणपरिचिंतियत्थपागडणं । माणुसखेत्तनिबद्धं, गुणपच्चइयं चरित्तवओ ॥८१०॥ મન:પર્યવજ્ઞાન જીવોના મનમાં ચિત્તવેલા અર્થને પ્રગટ કરનારું છે. તે મનુષ્ય ક્ષેત્રપ્રમાણ વિષયવાળું છે, અને ગુણપ્રત્યયિક ચારિત્રવત્તને હોય છે. રૂપીદ્રવ્યને જાણવું, ક્ષયોપશમ ભાવે થવું અને પ્રત્યક્ષાદિપણે મન:પર્યવજ્ઞાનની અવધિજ્ઞાનની સાથે સમાનતા છતાં પણ સ્વામી આદિનાભેદે આમાં ભેદ છે. આ મન:પર્યવજ્ઞાન મનુષ્યક્ષેત્ર (અઢી દ્વીપ અને બે સમુદ્ર)માં રહેલા પ્રાણીઓના મનથી ચિન્તવેલા અર્થને પ્રગટ કરે છે, પણ ક્ષેત્રથી બહારના પ્રાણીઓના ચિંતિત અર્થને જાણી શકતું નથી. વળી ક્ષમા આદિ વિશિષ્ટગુણોથી અપ્રમત્ત ચારિત્રવાળાનેજ આ મન:પર્યવજ્ઞાન થાય છે, બીજાને નહિ. पुणसद्दो उ विसेसे, रूविनिबंधाइतुल्लभावेऽवि । इदमोहिन्नाणाओ सामिविसेसाईणा भिन्नं ॥८११॥ (મૂળમાં) પુનઃશબ્દ વિશેષાર્થે છે. રૂપીદ્રવ્ય જાણવાદિપણે સમાન છતાં પણ સ્વામિઆદિના વિશેષથી આ મન:પર્યવજ્ઞાન અવધિજ્ઞાનથી ભિન્ન છે. ૮૧૧. આ જ્ઞાન, કોને ને કેટલા ક્ષેત્રનો વિષય કરનારું હોય છે? તે કહે છે. तं संजयस्स सबप्पमायरहियस्स विविहरिद्धिमओ। समयक्खेत्तभंतरसण्णिमणोगयपरिणाणं ॥८१२॥ તે મન:પર્યવજ્ઞાન વિવિધ ઋદ્ધિવાળા અપ્રમત્ત સંયતને, મનુષ્યક્ષેત્રની અન્દર રહેલા સંજ્ઞી જીવોના મનોગત ભાવને જાણનારું હોય છે. ૮૧૨. એ પ્રમાણે મન:પર્યવજ્ઞાનના ક્ષેત્રથી વિષય કહીને હવે દ્રવ્યથી-કાળથી અને ભાવથી વિષય કહે છે. मुणइ मणोदव्वाइं, नरलोए सो मणिज्जमाणाई । काले भय-भविस्से, पलियाऽसंखिज्जभागम्मि ॥८१३।। दव्वमणोपज्जाए, जाणइ पासइ य तग्गएऽणंते । । तेणावभासिए उण, जाणइ बज्झेऽणुमाणेणं ॥८१४॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy