SearchBrowseAboutContactDonate
Page Preview
Page 377
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૬] લબ્ધિઓનું વર્ણન. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ ૧ હોતી. વળી અભવ્ય સ્ત્રીઓને એ કહેલી નવ અને ક્ષીરમધ્વાશ્રય મળીને દશ લબ્ધિઓ નથી હોતી પણ બાકીની જ હોય છે. ૮૦૨-૮૦૩. भव्वा-भब्वाइविसेसणथमहवा तयंपि सवियारं । भव्वावि अभब्ब च्चिय, जं चक्कहरादओ भणिया ।।८०४॥ અથવા ભવ્ય-અભવ્ય આદિનો ભેદ કરવા વિશ લબ્ધિઓ કહી છે, એમ કહે છે તે પણ દોષયુક્ત છે. કેમ કે ચક્રવર્તિ વિગેરે ભવ્યની લબ્ધિઓ છતાં પણ અભવ્ય ભવ્ય સાધારણ તરીકે એ લબ્ધિઓ કહી છે. ૮૦૪. - જો ઉપરોક્ત મતાવલમ્બી એમ કહે કે- એ વીશ લબ્ધિઓ ભવ્યોને જ હોય છે, અને બાકીની ભવ્ય તથા અભવ્ય ઉભયને સાધારણ હોય છે. તેઓનું એમ કહેવું તે પણ દોષયુક્ત છે, કારણ કે વશ સિવાયની બીજી ગણધર-પુલાક અને આહારકાદિલબ્ધિઓ ભવ્યોને જ હોય છે. તેમજ ઉપરોક્ત વિશ લબ્ધિઓમાં કહેલી વૈક્રિયલબ્ધિ-આમર્ષોષધિ વિગેરે લબ્ધિઓ અભવ્યોને પણ હોય છે. આમ હોવાથી ભવ્યાભવ્યનો જે ભેદ કહ્યો, તે તો ન રહ્યો. વળી ચક્રવર્તિ વિગેરે ભવ્યપણે પ્રસિદ્ધ છતાં પણ તેમને જે વીશ લબ્ધિઓ કહી છે, તેમાંની આમષષધિ-વૈક્રિય-વિદ્યાધરપણું વિગેરે લબ્ધિઓ અભવ્યની સમાન હોવાથી, તે અભવ્યની લબ્ધિઓમાં કહેલી છે, તેથી તેમાં પણ દોષ આવે છે. કારણ કે આમર્ષોષધિ આદિની માફક ચક્રવર્તી આદિ લબ્ધિઓ અભવ્યને પણ થવી જોઈએ, પણ એ લબ્ધિઓ અભવ્યને કદિપણ હોતી નથી. ૮૦૪. શાથી જણાય, કે ચક્રવર્તિ લબ્ધિ ભવ્યોનેજ હોય ? ત્રિપરિદ્ધિ , ગં નર-રેવંત સુઈ માં | तो सो भब्बो कालो, जमयं निव्वाणभावीणं ॥८०५॥ અર્ધપુદ્ગલપરાવર્તનનું જે અંતર નરદેવ (ચક્રિ)નું કહ્યું છે, તેથી તે ભવ્ય જ છે, કારણ કે આટલો કાળ જેનું ભવિષ્યમાં નિર્વાણ થવાનું હોય તેને જ હોય છે. ૮૦૫. શ્રી ભગવતીજીમાં કહ્યું છે કે – હે ભગવંત ! ચક્રવર્તિ થઈને બીજીવાર ચક્રવર્તિ થાય તેમાં કાળથી કેટલું અંતર હોય છે ? ગૌતમ ! જઘન્ય એક સાગરોપમ અધિક અને ઉત્કૃષ્ટથી અર્ધપુદ્ગલપરાવર્તનમાં કંઈક ન્યૂન-અંતર હોય છે.” આ ઉપરથી ચક્રવર્તિ ભવ્ય જ હોય છે, કારણ કે અર્ધપુલપરાવર્તપ્રમાણ અંતર-કાળ જેને ભવિષ્યમાં મોક્ષ થવાનો હોય, તેને જ ઘટે છે. અને જેમાં અભવ્યો હોય તેવા ભવનપતિ આદિ દેવોનું તો ઉત્કૃષ્ટથી અંતર વનસ્પતિના કાળ જેટલું જ કહ્યું છે. વળી ઈન્દ્ર-ચક્રવર્તિ આદિ પદયોગ્ય કર્મનો બંધ પણ ભવ્યને જ કહ્યો છે. તેથી ચક્રવર્તિ ભવ્ય હોય તેજ થાય છે. ૮૦૫. ( આ પ્રમાણે પ્રસંગોપાત ઋદ્ધિઓ અને અવધિજ્ઞાનનું સ્વરૂપ વિસ્તારથી કહીને ઉપસંહાર કરતાં ભાષ્યકાર મહારાજ કહે છે. भणिओऽवहिणो विसओ, तहावि तस्संगहं पुणो भणइ । संख्वरुईण हियं, अव्यामोहत्थमिटुं च ॥८०६॥ અવધિજ્ઞાનનો વિષય (વિસ્તારથી) કહ્યો, તોપણ ફરી સંક્ષેપથી કહે છે. કેમકે સંક્ષેપરૂચિજીવોના હિત માટે અને મોહ ન થાય તે માટે ઈષ્ટ હોવાથી ફરી કહે છે. ૮૦૬. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy