SearchBrowseAboutContactDonate
Page Preview
Page 368
Loading...
Download File
Download File
Page Text
________________ નારક આદિનાં અવધિનો કાળનિયમ. निययावहिणो अब्भंतरत्ति वा संसयावणोयत्थं । तो सव्वओऽभिहाणं, होउ किमब्भंतरग्गहणं ? ॥७६९ ।। ના૨ક વગેરે અત્યંતર અવધિવાળા કે નિયત અવધિજ્ઞાનવાળા છે, તેઓ “સર્વ તરફથી જીએ છે” એમ શા માટે કહ્યું ? સંશય દૂર કરવાને જો એમ કહ્યું, તો “સર્વતઃ” એમજ કહેવું યોગ્ય છે, પરંતુ “અભ્યન્તર” એમ કહેવાનું શું પ્રયોજન છે ? ૭૬૯. ગુરુશ્રી એનો ઉત્તર કહે છે. ભાષાંતર] अब्भंतरत्ति तेणं निययावहिणोऽवसेसया भइया । भवपच्चयाइवयसा, सिद्धे कालस्स नियमोऽयं ||७७० || અભ્યન્તર અવધિવાળા એ શબ્દથી નિયત અધિવાળા કહ્યા, અને બાકીની ભજના કહી. તથા ભવપ્રત્યયાદિ વચનવડે નિયતાવધિપણુંસિદ્ધ થએ (અહીં અભ્યન્તરાવધિ શબ્દથી) કાળનો નિયમ કહ્યો છે. ૭૭૦. સર્વ તરફથી જુએ છે એમ કહેવાથી નારકી આદિને દેશથી જોવાનો સંશય દૂર થાય છે. “અબાહ્ય અવધિવાળા” એ શબ્દથી નારકી-દેવ-અને તીર્થંકરો નિયત અવધિવાળા કહ્યા છે, અને બાકીના મનુષ્ય-તિર્યંચો અવધિજ્ઞાનવાળા અથવા અવધિજ્ઞાન વિનાના હોય છે. તથા ‘સર્વ’ શબ્દથી સર્વથી અને દેશથી જોવા સંબંધી સંશય દૂર થાય છે, પણ તેઓને નિયત અધિપણું નથી હોતું. એથી “અવધિથી અબાહ્ય છે” એમ કહ્યું. તેમજ “નારકી અને દેવોને ભવપ્રયિક અવધિજ્ઞાન છે” એ વચનથી અને “ત્રણ જ્ઞાનસહિત સર્વ તીર્થંકરો ગૃહવાસમાં હોય છે” એ વચનથી નારકીદેવ-અને તીર્થંકરોને નિયત અવધિપણું સિદ્ધ છે, તો પછી આમ કહેવાથી શું ? એવી શંકા થતી હોય તો, એના ઉત્તરમાં કહેવાનું કે - “ભવપ્રત્યયાદિ” વચનથી નારકી-દેવોને નિયતઅધિપણું સિદ્ધ થાય છે, પરંતુ એથી એમ નથી જણાતું કે એમનું જ્ઞાન ભવના અન્ન પર્યંત રહે છે કે કેટલોક કાળ રહીને પાછું પડી જાય છે ? આ કારણથી “અબાહ્યાવધિ” એમ કહેવાથી કાળનો નિયમ કર્યો છે, એટલે કે એમને સર્વકાળ અવિધ હોય છે, પણ વચ્ચે પડી જતું નથી. પ્રશ્ન :- જો એમ હોય તો તીર્થંકરોને અવધિજ્ઞાન સર્વકાળ નથી રહેતું, કેમકે કેવળજ્ઞાન થતાં તેનો અભાવ થાય છે, તેથી સર્વકાલ અવિષ હોય છે એ વાક્યમાં વિરોધ પ્રાપ્ત થશે. [૩૨૭ ઉત્તર :- કેવળજ્ઞાનની ઉત્પત્તિ થતાં ખરૂ જોતાં તેનો વિષયપરિચ્છેદ નાશ નથી થતો, માત્ર કેવળજ્ઞાન થતાં સંપૂર્ણ વસ્તુને અનંત ધર્મયુક્ત સારી રીતે જાણે છે. અથવા છદ્મસ્થ અવસ્થાનકાળનો આ નિયમ કહ્યો છે, તેથી કંઈ વિરોધ નથી. “બાકીના દેશથી જુએ છે” એ પદનું વ્યાખ્યાન કરે છે. Jain Education International सेसे च्चिय देसेणं, न उ देसेणेव सेसया किंतु । देसेण सव्वओsविय, पेच्छंति नरा तिरिक्खा य ।। ७७१ ।। બાકીના મનુષ્ય અને તીર્થંચો જ દેશથી જુએ છે, પણ તેઓ દેશથી એ છે એમ નહિ. તેઓ દેશથી અને સર્વથી પણ જુએ છે. ૭૭૧. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy