SearchBrowseAboutContactDonate
Page Preview
Page 366
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર અવધિમાં જ્ઞાન, દર્શન અને વિભંગ. [૩૨૫ સાકાર અનાકાર અવધિ અને વિર્ભાગજ્ઞાન જઘન્યથી તુલ્ય છે, ઉપરના રૈવેયકોમાં તથા અનુત્તરવિમાનમાં અવધિજ્ઞાન અસંખ્યાતગુણા વિષયવાળું છે. ૭૬૩. . અહીં પ્રસ્તુત અવધિજ્ઞાનનો વિચાર કરતાં એ અવધિ, જ્ઞાન છે ? દર્શન છે ? કે વિભંગ છે? અથવા એ પરસ્પર તુલ્ય છે? કે અધિક છે ? વસ્તુને વિશેષરૂપે ગ્રહણ કરનાર સાકાર બોધ તે જ્ઞાન કહેવાય છે, તેવો અવધિનો સાકાર બોધ સમ્યક્દષ્ટિને અવધિજ્ઞાનરૂપે છે, અને એજ સાકારબોધ મિથ્યાદષ્ટિને વિર્ભાગજ્ઞાનરૂપે છે. વસ્તુને સામાન્યરૂપે ગ્રહણ કરનાર અનાકારબોધ તે દર્શન કહેવાય છે, તેવો અવધિનો અનાકારબોધ તે અવધિદર્શન કહેવાય છે. તેમાં અવધિજ્ઞાન અને અવધિદર્શન તથા વિર્ભાગજ્ઞાન અને કેટલાકના મતે વિભંગદર્શન, તે જુદા જુદા સ્વસ્થાનમાં અને એક બીજાની અપેક્ષાએ પરસ્થાનમાં ભવનપતિ દેવોથી આરંભીને છેક ઉપરના રૈવેયક વિમાનમાં રહેનારા દેવો સુધી, જે જે જઘન્ય સમાન સ્થિતિવાળા દેવો હોય તેમના અવધિજ્ઞાન-દર્શન વિર્ભાગજ્ઞાન-દર્શન ક્ષેત્રાદિ વિષયની અપેક્ષાએ પરસ્પર તુલ્ય છે, મધ્યમ સમાન સ્થિતિવાળા મધ્યમજ્ઞાન-દર્શન પણ તેજ પ્રમાણે તુલ્ય છે. અને ઉત્કૃષ્ટ સમાન સ્થિતિવાળાના ઉત્કૃષ્ટ જ્ઞાન-દર્શન પણ તેજ પ્રમાણે સમાન છે. એ રૈવેયકવિમાનોની ઉપર અનુત્તર વિમાનોમાં અવધિજ્ઞાનદર્શનરૂપ અવધિ છે, પણ વિર્ભાગજ્ઞાનરૂપ અવધિ નથી, કેમ કે તે વિભંગ તો મિથ્યાદષ્ટિને હોય છે, અને, અનુત્તરદેવોમાં મિથ્યાદષ્ટિ ન હોય, તેથી વિર્ભાગજ્ઞાન ત્યાં ન હોય. એ અનુત્તરદેવોનું અવધિ ક્ષેત્રથી અને કાળથી અસંખ્યાત વિષયવાળું છે અને દ્રવ્ય-ભાવથી (પર્યાયથી) તો અનન્તવિષયવાળું છે. સમાન સ્થિતિવાળા તિર્યંચ-મનુષ્યોને તો તીવ્ર-મંદાદિ ક્ષયોપશમરૂપ કારણની વિચિત્રતાથી ક્ષેત્ર-કાળ સંબંધી વિષયમાં પણ અવધિજ્ઞાન-દર્શનની વિચિત્રતા છે, પરંતુ સમાનતા નથી, કેમકે એ સમાનતા તો દેવોમાંજ કહી છે. ૭૬૩. એજ અર્થ ભાષ્યકાર કહે છે - सविसेसं सागारं, तं नाणं निविसेसमणगारं । तं दंसणंति ताई, ओहि-विभंगाण तुल्लाइं ॥७६४॥ आरभ जहण्णाओ, उवरिमगेवेज्जगावसाणाणं । परओऽवहिनाणं चिय, न विभंगमसंखयं तं च ॥७६५॥ સાકાર એટલે વિશેષગ્રાહી બોધ, તે જ્ઞાન કહેવાય, અને અનાકાર એટલે સામાન્યગ્રાહી બોધ, તે દર્શન કહેવાય; એ અવધિજ્ઞાન-દર્શન તથા વિર્ભાગજ્ઞાન-દર્શન જઘન્ય-સ્થિતિવાળા દેવોથી આરંભીને છેક ઉપરના રૈવેયક સુધીના દેવોને તુલ્ય હોય છે, તે ઉપર (અનુત્તર દેવોને) કેવળ અવધિજ્ઞાન-દર્શન જ હોય છે અને તે અસંખ્યાત વિષયવાળું હોય છે, તેઓને વિભંગ નથી હોતું. ૭૬૪-૭૬૫. જ્ઞાન-દર્શન-વિભંગરૂપ ત્રણ દ્વાર પૂર્ણ થયાં. હવે દેશ જાર કહે છે. (૬૬) નેર-વ-તિર્થં ચ દિડવદરી હરિ पासंति सव्वओ खलु, सेसा देसेण पासंति ॥७६६।। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy