SearchBrowseAboutContactDonate
Page Preview
Page 365
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૪] દ્રવ્યનો ગુણની સાથે સંબંધ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ એક સમયે એક જ હોય છે. જો કદિ જે સમયે સરળપણાના ધર્મથી સરળપણું ઉત્પન્ન થાય છે, તે સમયે તેજ ધર્મથી તેનો વિનાશ માનીએ, તો તેવો નાશ સર્વદા હોવાથી ઉત્પત્તિના અભાવે, નિત્યવિનાશી, અને કદિપણ સ્વસ્વરૂપ નહિ પામેલ વસ્તુમાં સત્તારૂપ ઉત્પત્તિ કયાંથી થાય ? ન જ થાય. આ પ્રમાણે સર્વદા વિનાશયુક્ત હોવાથી, સદૈવ વસ્તુની ઉત્પત્તિનો અભાવ થાય, અને એમ થવાથી નાશ પણ કોનો થાય ? કારણ કે જો કોઈ વખત કંઈપણ ઉત્પન્ન થયું હોય, તો તેનો કોઈપણ વખત વિનાશ થવો ઘટે. આ પ્રમાણે ઉત્પત્તિ અને વિનાશના અભાવે અવસ્થિતિ પણ કયાંથી હોય? કેમ કે જે વસ્તુ ઉત્પાદ-વ્યયરહિત હોય, તે વસ્તુની ગધેડાના શીંગડાની પેઠે અવસ્થિતિ પણ ન હોય, એમ થવાથી સર્વથા ત્રણે જગત્ શૂન્યપણું પામે, કારણ કે ઉત્પાદ-વ્યય અને ધ્રુવપણારહિત વસ્તુ સત્તાદિ ધર્મના અભાવે ખરવિષાણની પેઠે છે જ નહિ. ૭૫૭-૭૫૮. આગળનો સંબંધ યોજવા ભાષ્યકાર કહે છે. दव्वाईणं तिण्डं पुव्वं, भणिओ परोप्परनिबंधो । इह दव्वस्स गुणेणं, भण्णइ दवासिओं जं सो ॥७५९।। દ્રવ્યાદિ ત્રણનો (દ્રવ્ય-ક્ષેત્ર-અને કાળનો) પરસ્પર સંબંધ પહેલાં કહ્યો છે, અને અહીં ઉત્પાદ પ્રતિપાત દ્વારા પ્રસંગ થકી દ્રવ્યનો ગુણની સાથે સંબંધ કહીએ છીએ, કેમ કે ગુણ, દ્રવ્યાશ્રિત છે. ૭પ૯. (૬૪) રડ્યા નસંક્ન, સંન્ને સાવિ પન્નવે નહિ ! दो पज्जवे दुगुणिए, लहइ य एगाओ दवाओ ॥७६०॥ દ્રવ્ય કરતાં અસંખ્યાતગુણા પર્યાયો ઉત્કૃષ્ટથી અવધિજ્ઞાની જાએ છે, મધ્યમથી સંખ્યાતગુણા પર્યાયો અને જઘન્યથી દ્વિગુણિત પર્યાયો જુએ છે. ૭૬૦. एगं दव्वं पेच्छं, खंधं अहवा स पज्जवे तस्स । उक्कोसमसंखिज्जे, संखेज्जे पेच्छए कोई ॥७६१।। दो पज्जवे दुगुणिए, सबजहण्णेण पेच्छए ते य । वण्णाईया चउरो, नाणंत पेच्छइ कयाइ ॥७६२॥ એક સ્કંધ અથવા પરમાણુ આદિ દ્રવ્ય જોનાર અવધિજ્ઞાની ઉત્કૃષ્ટથી તેના અસંખ્યાતા પર્યાયો જુએ છે, મધ્યમથી કોઈ સંખ્યાતા પર્યાયો જુએ છે, અને જઘન્યથી દ્વિગુણિત બે પર્યાયો વર્ણાદિચાર જરૂર જુએ છે, પરંતુ કદિપણ એક દ્રવ્યના અનંતા પર્યાયો ન જુએ. (પણ અનન્તા દ્રવ્ય સમૂહને જોતાં તેને અનન્તા પર્યાયો થાય તે જાએ.) ૭૬૧-૭૬૨. ઉત્પાદ-પ્રતિપાત દ્વારા પૂર્ણ થયું. હવે જ્ઞાન-દર્શન-અને વિર્ભાગરૂપ ત્રણે દ્વાર સાથે કહે છે. (६५) सागारमणागारा, ओहि-विभंगा जहण्णया तुल्ला । उबरिमगेवेज्जेसुं, परेण ओही असंख्नेज्जो ॥७६३॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy