SearchBrowseAboutContactDonate
Page Preview
Page 364
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર) ઉત્પાદ વ્યય જુદા જુદા ધર્મોથી એકી સાથે થાય. [૩૨૩ હવે ઉત્પાત-પ્રતિપાતની વિધિ કહે છે. उप्पाओ विगमो वा, दीवस्स व तस्स नोभयं समयं । न भवण-नासा समयं, वत्थुस्स जमेगधम्मेणं ॥७५४॥ ' દીપકની પેઠે તેનો ઉત્પાદ અને નાશ એ ઉભય સાથે ન થાય, કારણ કે વસ્તુનો ઉત્પાદ અને નાશ એકીસાથે એક ધર્મથી ન જ થાય. ૭૫૪. વસ્તુની ઉત્પત્તિ અને નાશ એકીસાથે એક જ ધર્મથી કદીપણ ન થાય, જેમ અંગુલીરૂપ દ્રવ્ય જે ધર્મવડે સરળ થાય છે, તેજ ધર્મવડે તે સરળતાનો નાશ નથી થતો, કારણ કે એમ થવું વિરૂદ્ધ છે, પરંતુ ભિન્નધર્મથી એકજ વસ્તુનો એકજ કાળ ઉત્પાદ અને નાશ થાય છે, જેમ તે અંગુલીરૂપદ્રવ્ય જે સમયે સરળપણે ઉત્પન્ન થાય છે, તેજ સમયે વક્રપણે નાશ પામે છે; પણ અંગુલીરૂપ દ્રવ્યપણે તો અવસ્થિતજ રહે છે. ૭૫૪. એ વાત સ્પષ્ટપણે કહે છે. उप्पाय-ब्बय-धुवया, समय धम्मंतरेण न विरुद्धा । जह उजु-वक्कंगुलिया, सुर-नर-जीवत्तणाई वा ॥७५५॥ उप्पज्जइ-रिउयाए, नासइ वक्कत्तणेण तस्समयं । न उ तम्मि चेव रिउयानासो वक्कत्तभवणं च ॥७५६॥ જેમ સરળપણુ, વક્રપણુ અને અંગુલીપણુ એ ત્રણે એક કાલે જુદા જુદા ધર્મ વડે વિરૂદ્ધ નથી. જેમ કોઈ સાધુ જે સમયે મરીને દેવપણે ઉત્પન્ન થાય છે, તેજ સમયે મનુષ્યપણે નાશ પામે છે. એટલે દેવપણું, મનુષ્યપણું અને જીવપણું વિગેરે એકીસાથે ભિન્ન ભિન્ન ધર્મ વડે વિરૂદ્ધ નથી. (એકી સાથે જુદા જુદા ધર્મ વડે) સરળપણે તે અંગુલી ઉત્પન્ન થાય છે, વક્રપણે નાશ પામે છે (અને અંગુલીરૂપે સ્થિર રહે છે, પરંતુ તેજ સમયે એકજ ધર્મવડે સરળતાનો નાશ અને વક્રતાની ઉત્પત્તિ નથી થતી. ૭પપ-૭પ૬. કારણ કે - लद्धत्तलाभनासो, जुज्जइ लाभो य तस्स समएणं । जड़ तम्मि चेव नासो, निच्चविणढे कुओ भवणं ? ॥७५७॥ सब्बुप्पायाभावा, तदभावे य विगमो भवे कस्स ? । उप्पाय-वयाभावे, काऽवठिई सव्वहा सुण्णं ॥७५८॥ જેને સ્વસત્તા પ્રાપ્ત થઈ હોય, તેનો નાશ અને ઉત્પાદ (એક) સમયે જુદાજુદા) ધર્મવડે થાય. જો તે સમયે તેજ ધર્મવડે નાશ ઉત્પાદ થાય, તો તેવી નિત્યવિનાશી વસ્તુની ઉત્પત્તિ જ ક્યાંથી હોય? અને સર્વથા ઉત્પત્તિના અભાવે નાશ પણ કોનો થાય? (એમ) ઉત્પત્તિ અને નાશના અભાવે અવસ્થિતિ કોની હોય ? એમ થવાથી સર્વથા શૂન્યપણું થાય. ૭૫૭-૭૫૮. જેણે સ્વસત્તા પ્રાપ્ત કરી હોય, તેવી વસ્તુનો નાશ થવો સંભવે, પણ જેણે સ્વસત્તા પ્રાપ્ત ન કરી હોય એવા ગધેડાના શીંગડા જેવી અનુત્પન્નવસ્તુનો નાશ કહી શકાય નહી. વસ્તુનું સ્વરૂપ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy