SearchBrowseAboutContactDonate
Page Preview
Page 360
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર ઘણાં ફડકોમાં પણ ઉપયોગ એક જ. [૩૧૯ છે, અને અવિશુદ્ધ ક્ષયોપશમજન્ય ફકથી થયેલ અવધિ મલીન હોવાથી મંદ કહેવાય છે, તથા મધ્યમ ક્ષયોપશમજન્ય ફડકાવધિ મિશ્ર હોવાથી તીવ્ર મંદ કહેવાય છે. ૭૪૦. उवओगं एगेणऽवि, दितो सो फड्डएहिं सव्वेहिं । उवउज्जइ जुगवं चिय, जह समयं दोहिं नयणेहिं ॥७४१॥ જેમ એક ચક્ષુને ઉપયોગ કરવાની સાથે જ બંને ચક્ષુ ઉપયોગવાન થાય છે. તેમ એક ફકી દ્વારા ઉપયોગ આપતાં, એકસાથે સર્વ ફડકો દ્વારા ઉપયોગવાન થાય છે. ૭૪૧. આ સંબંધમાં શિષ્ય પૂછે છે કે - किह नोवओगबहुया ?, भण्णइ न विसेसओ स सामण्णो । તવિસેવિમુદી, ઝૂંધાવાપીવડો ઘ જરા. (ઘણા ફહકોએ ઉપયોગવાન હોવાથી) બહુ ઉપયોગનો પ્રસંગ કેમ ન થાય? ગ્રાહ્ય વસ્તુગત વિશેષ વિમુખ એવો તે લશ્કરના ઉપયોગની પેઠે સામાન્ય ઉપયોગ છે, પણ વિશેષ ઉપયોગ નથી. ૭૪૨. પ્રશ્ન :- એ પ્રમાણે અનેક ફડકોએ ઉપયોગવાન થવાથી ઘણા ઉપયોગ તે અવધિજ્ઞાનવાળાને કેમ ન થાય ? ઉત્તર :- ચક્ષુદયના ઉપયોગની પેઠે તેવા પ્રકારના સ્વભાવથી જીવને એક સમયમાં એક જ ઉપયોગ હોય છે, તેથી અનેક ફડ઼કોએ ઉપયુક્ત છતાં પણ, ઘણા ઉપયોગ નથી થતા. અથવા અનેક વસ્તુવિશેષના ઉપયોગમાં આ પ્રમાણે અનેક ઉપયોગ થાય, જેમ કે આ હસ્તિઓ છે, દક્ષિણ બાજાએ ઘોડાઓ છે, ડાબી બાજુએ રથો છે, અને આગળ પદાતિ છે, આ પ્રમાણે અનેક વસ્તુવિશેષના ઉપયોગમાં ઘણા ઉપયોગ થાય, પણ અહીં એવી અનેક વસ્તુવિશેષનો ઉપયોગ નથી, પરંતુ ગ્રાહ્યવસ્તુના વિશેષોથી વિમુખ એવો સામાન્ય ઉપયોગ જ છે, જેમ બન્ને ચક્ષુથી (હાથી-ઘોડા-રથ વિગેરે સૈન્યસમૂહ જોવાથી) આ લશ્કર છે, એવો સામાન્ય એક જ ઉપયોગ થાય છે, પણ જુદા જુદા ઉપયોગ નથી થતા. તેમ અહીં પણ ઘણાં ઉપયોગ નથી થતા. ૭૪૨. अणुगामि-नियय-सुद्धाइं, सेयराइं च मीसयाइं च । एक्केकसो विभिन्नाइं, फड्डयाई विचित्ताइं ॥७४३।।। તીવ્ર અપ્રતિપાતી અનુગામી, મંદ પ્રતિપાતી અનનુગામી અને મિશ્ર, એ દરેક જુદા જુદા ફરુકો વિચિત્ર પ્રકારનાં છે. ૭૪૩. અનુગામી ફરૂકો પ્રતિપાતી અપ્રતિપાતી અને મિશ્ર એમ ત્રણ પ્રકારે છે, અનનુગામી ફડુકો પણ પ્રતિપાતી-અપ્રતિપાતી અને મિશ્ર એમ ત્રણ પ્રકારે છે. તથા અનુગામી-અનનુગામી (મિશ્ર) ફકો પણ એ મુજબ ત્રણ પ્રકારે છે. પુનઃ એ અનુગામી આદિ ફડકો તીવ્ર-મંદ અને મધ્યમ એમ ત્રણ ત્રણ પ્રકારે છે. એ રીતે ફરુકો જઘન્ય-મધ્યમાદિ ભેદે અનેક પ્રકારે છે. ૭૪૩. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy