SearchBrowseAboutContactDonate
Page Preview
Page 355
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૪] અવવિજ્ઞાનની વૃદ્ધિ હાનિ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ ૧ तत्थअण्णत्थ य खेत्ते, दव्वे गुण-पज्योवओगे य । चिट्ठइ लद्धी सा पुण, नावावरणक्खओवसमो ॥७२४॥ सा सागरोवमाइं छावठिं होज्ज साइरेगाई। विजयाइसु दो वारे, गयस्स नरजम्मणा समयं ।।७२५॥ તે અથવા અન્ય ક્ષેત્રની અંદર દ્રવ્ય-ગુણ-પર્યાય અને ઉપયોગમાં લબ્ધિ રહે છે. લબ્ધિ એટલે જ્ઞાનાવરણનો ક્ષયોપશમ, તે લબ્ધિ વિજયાદિમાં બે વાર ગએલાને મનુષ્ય જન્મ સાથે (ગણતાં) છાસઠ સાગરોપમથી કંઈક અધિકકાળ પર્યન્ત હોય છે. ૭૨૪-૭૨૫. હવે ઉપયોગ અને લબ્ધિનું જઘન્ય અવસ્થાન કહે છે. सव्वजहण्णो समओ, दवाइसु होइ सव्वजीवाणं । स पुण सुर-नारगाणं, हवेज्ज किह खेत्त-कालेसु ? ॥७२६॥ સર્વ જીવોના અવધિજ્ઞાનનું દ્રવ્યાદિકમાં જઘન્ય અવસ્થાન એક સમયનું છે. પરન્તુ જે જઘન્ય અવસ્થાન દેવ-નારીઓને સ્વક્ષેત્ર-કાળમાં કેવી રીતે હોય ? ૭૨૬. એ પ્રશ્નના ઉત્તરમાં આચાર્યશ્રી કહે છે કે चरिमसमयम्मि सम्मं, पडिवज्जंतस्स जं चिय विभंग । तं-होइ ओहिनाणं, मयस्स बीयम्मि से पडइ ।।७२७॥ ભવના છેલ્લા સમયે સમ્યકત્વ પામતાં તેમને તે નાશ પામે છે. (એ રીતે દેવ-નારકી અવધિજ્ઞાનનું જઘન્ય અવસ્થાન એક સમયનું છે.) ૭૨૭. હવે ચલદ્વાર કહે છે. (५९) वुडढी वा हाणी वा, चउव्विहा हवइ खेत्त-कालाणं । વેસુ રોફ વિહા, પવિ પુખ વિદા કોરૂ ૨૮ વિષયભૂત ક્ષેત્ર અને કાળની વૃદ્ધિ અને હાની ચાર પ્રકારે હોય છે. દ્રવ્યમાં તે વૃદ્ધિ હાનિ બે પ્રકારે અને પર્યાયમાં તે છ પ્રકારે હોય છે. ૭૨૮. દ્રવ્યાદિ વિષયની અપેક્ષાએ ચળ અવધિજ્ઞાન વધતું-ઘટતું હોય છે, તે વધ-ઘટ થવામાં વૃદ્ધિ અને હાની છ છ પ્રકારે આગમમાં કહી છે. જેમકે અનંતભાગવૃદ્ધિ, અસંખ્યાતભાગવૃદ્ધિ, સંખ્યાતભાગવૃદ્ધિ, સંખ્યાતગુણવૃદ્ધિ, અસંખ્યાતગુણવૃદ્ધિ અને અનન્તગુણવૃદ્ધિ અથવા અનન્તભાગહાની, અસંખ્યાતભાગહાની, સંખ્યાતભાગહાની, સંખ્યાતગુણહાની, અસંખ્યાતગુણહાની અને અનન્તગુણહાની. આ છ પ્રકારની વૃદ્ધિ-હાનીમાંથી પહેલો અને છેલ્લો ભેદ વર્જિને બાકીની ચાર ચાર પ્રકારની હની-વૃદ્ધિ અવધિના વિષયભૂત ક્ષેત્ર-કાળની હોય છે. અનન્તભાગવૃદ્ધિ, અને અનન્તગુણવૃદ્ધિ; તથા અનન્તભાગહાની અને અનન્તગુણહાની ક્ષેત્ર-કાળની હોય નહિ, કારણ કે અવધિના વિષયભૂત ક્ષેત્રકાળ અનન્તા નથી. કહેવાનું તાત્પર્ય એ છે કે પ્રથમ અવધિજ્ઞાનવડે જેટલું ક્ષેત્ર જોયું હોય, તે પછી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy