SearchBrowseAboutContactDonate
Page Preview
Page 353
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૨] કાળથી અધિજ્ઞાનનું અવસ્થાન. વિશેષાવશ્યક ભાષ્ય ભાગ, ૧ મિશ્ર, એક આંખવાળા પુરૂષની પેઠે જેમાં અવિધનો કોઇક ભાગ અન્યસ્થળે જતાં સાથે જાય છે અને કોઇક ભાગ સાથે નથી જતો મિશ્રઅવધિજ્ઞાન છે. આ ત્રણે અનુગામી, અનનુગામી અને મિશ્રઅવધિ મનુષ્ય અને તિર્યંચોને હોય છે. ૭૧૪-૭૧૫-૭૧૬. હવે અવસ્થિતિદ્વાર કહે છે. એ અવસ્થિત દ્વાર પણ અવધિજ્ઞાનના આધારભૂત ક્ષેત્રથી ઉપયોગથી અને લબ્ધિથી વિચારવા યોગ્ય છે; તેમાં પ્રથમ ક્ષેત્રથી અને ઉપયોગથી કહે છે. (५७) खेत्तस्स अवठ्ठाणं, तेत्तीसं सागराउ कालेणं । दव्वे भिन्नमुहुत्तो, पज्जवलंभे य सत्तठ्ठ || ७१७ ॥ કાળથી (અવિધના) ક્ષેત્રનું અવસ્થાન (સ્થિતિ) તેત્રીસ સાગરોપમનું છે; તથા દ્રવ્યમાં (અવધિજ્ઞાનનો ઉપયોગ) અન્તર્મુહૂર્ત સુધી છે, અને પર્યાયમાં સાત-આઠ સમય સુધી છે. ૭૧૭. અનુત્તરવિમાનવાસી દેવો ઉત્પત્તિ સમયે જે ક્ષેત્રમાં અવગાહી રહ્યા હોય છે, તે ક્ષેત્રમાં તે દેવો પોતાના ભવનો અન્ન થાય ત્યાંસુધી રહે છે, તેથી તેઓનું અવધિજ્ઞાન એકજ ક્ષેત્રમાં તેત્રીસ સાગરોપમ સુધી અવસ્થિત રહે છે. આ પ્રમાણે તેત્રીસ સાગરોપમ સુધી ઉત્કૃષ્ટઅવસ્થાન અવધિજ્ઞાનનું ક્ષેત્રથી છે. હવે ઉપયોગથી તેનું અવસ્થાન કહે છે. પુદ્ગલાદિક દ્રવ્યમાં અવધિજ્ઞાનનો ઉપયોગ, તે ક્ષેત્રમાં અથવા અન્યક્ષેત્રમાં અન્તર્મુહૂર્ત સુધી હોય છે. તે ઉપરાન્ત સામર્થ્યના અભાવે એકદ્રવ્યમાં ઉપયોગ નથી હોતો. અને તે જ દ્રવ્યમાંના પર્યાયો જણાતાં એક પર્યાયમાં સંચરતાં અવધિજ્ઞાનનો ઉપયોગ સાત અથવા આઠ સમય સુધી અવસ્થિત રહે છે, તે ઉપરાંત નહિ, કેટલાક આચાર્યો કહે છે કે પર્યાયો બે પ્રકારના છે-સહવર્તિ અને ક્રમવર્તિ. તેમાં જે સહવર્તિ હોય, તે શ્વેત-રક્તાદિરૂપ ગુણો જાણવા અને જે ક્રમવર્તિ હોય તે નવા-પુરાણાદિરૂપ પર્યાયો જાણવા, એમાં ગુણોમાં આઠ સમય સુધી અવધિજ્ઞાનનો ઉપયોગ રહે છે અને પર્યાયોમાં સાત સમય સુધી ઉપયોગ અવસ્થિત રહે છે;- કારણ દ્રવ્ય સ્થૂલ હોવાથી તેમાં અન્તર્મુહૂર્ત સુધી ઉપયોગ રહે છે, ગુણો તેથી સૂક્ષ્મ હોવાથી તેમાં આઠ સમય સુધી ઉપયોગ રહે છે અને પર્યાયો તેથી પણ સૂક્ષ્મ હોવાથી તેમાં સાત સમય સુધી ઉપયોગ અવસ્થિત રહે છે. ૭૧૭. હવે લબ્ધિથી અવધિજ્ઞાનનું અવસ્થાન કહે છે. (५८) अद्धाए अवट्ठाणं छावट्ठि सागरा उ कालेणं । उल्कोसगं तु एयं, एक्को समओ जहन्नेणं ॥ ७१८ ।। લબ્ધિથી કંઇક અધિક છાસઠસાગરોપમકાળ અવધિજ્ઞાનનું ઉત્કૃષ્ટ અવસ્થાન છે. અને જઘન્યથી એક સમય સુધીનું છે. ૭૧૮. (મિથ્યાત્વીને અવધિદર્શન હોય છે તેથી એક વખત છાસઠ સાગરોપમ સાથે અવધિદર્શન રહે અને પછી અન્તર્મુહૂર્ત સુધી મિથ્યાત્વમાં પણ સાથે રહે, અને વળી સમહ્ત્વની સાથે થયેલ અવિધજ્ઞાન સાથે રહે, તેથી અવધિદર્શનને સ્થિતિ એકસો બત્રીશ સાગરોપમ અધિક થાય, નરભવની અધિકતા તો છે જ,) પણ અહીં અદ્ધાથી અવધિજ્ઞાનાવર્ણકર્મના ક્ષયોપશમની પ્રાપ્તિરૂપ લબ્ધિ માનેલ છે. તે લબ્ધિ દ્રવ્યાદિ ઉપયોગવાળાને અથવા ઉપયોગ શૂન્યને તે ક્ષેત્ર અથવા અન્યક્ષેત્રમાં હોય છે. આથી એ ક્ષયોપશમરૂપ લબ્ધિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy