SearchBrowseAboutContactDonate
Page Preview
Page 352
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર) | અનુગામી અને અનનુગામિ અવધિ. [૩૧૧ ત્રાપાના જેવો આકાર તે ત્રાપાકાર, તે દીર્ઘ ત્રિકોણ હોય છે; પલ્યના આકાર ઉર્ધ્વ લાંબો અને ઉપર કંઇક સાંકડો હોય છે; અતિ દીર્ઘ નહિ અને ઉપર-નીચે સમાન એવો પહાકાર છે, હેઠે અને ઉપર ચામડાથી બાંધેલ વિસ્તીર્ણ વલયરૂપ ઝલ્લરીનો આકાર છે, ઉર્ધ્વ આયત એવો મૃદંગ હોય છે, ને હેઠે પહોળો અને ઉપર સાંકડો છે; પુષ્પ શીખાવળીરચિત ચંગેરી જેવી અહીં પુષ્પગંગેરી લેવી; કુમારીકાનો ઉદ્ઘસરકંચુક (જે મરૂદેશમાં બહુ પ્રસિદ્ધ છે,) તે યવનાલક કહ્યો છે (આ સંસ્થાનોની અપેક્ષાએ) દેવ-નારકીઓનું અવધિ સર્વકાળ નિયત છે, (તદાકારક રહે છે, અન્યકારે થતું નથી) અને બાકીના તિર્યંચ-મનુષ્યોનું અવધિ અનિયત (કોઇને તે જ આકારે રહે છે, અને કોઇકને અન્ય આકારે પણ પરિણમે) છે. ૭૦૮ થી ૭૧૧. नाणागारो तिरिय-मणुएसु मच्छा सयंभूरमणे व्य । तत्थ वलयं निसिद्धं, तस्सिह पुण तंपि होज्जाहि ॥७१२॥ સ્વયંભૂરમણસમુદ્રમાં મત્સયોની પેઠે તિર્યંચ-મનુષ્યોમાં અવધિજ્ઞાન (ક્ષેત્રની અપેક્ષાએ) વિવિધ આકારે હોય છે, સ્વયંભૂરમણમાં વલયાકારે મત્સ્ય નથી હોતા, પણ તિર્યંચ-મનુષ્યોમાં અવધિજ્ઞાન તો તેવા આકારે પણ હોય છે તે કહે છે. હવે કઈ દિશામાં કોને ન્યૂનાધિક અવધિ હોય છે તે કહે છે. भवणवइ-वंतराणं, उर्छ वहुगो अहो य सेसाणं ।। नारग-जोइसगाणं, तिरियं ओरालिओ चित्तो ॥७१३॥ ભવનપતિ અને વ્યત્તરોને ઉર્ધ્વદિશામાં અવધિ વધારે હોય છે, અને બાકીના (વૈમાનિક) દેવોને અધોદિશામાં બહુ હોય છે, નારકી અને જ્યોતિષિઓને તિહું વધારે હોય છે, અને ઔદારિકશરીરવાળાને (તિર્યચ-મનુષ્યોને) વિવિધ પ્રકારે હોય છે. (કોઇને ઉર્ધ્વદિશામાં, કોઇને અધોદિશામાં, અને કોઈને તિછિદિશામાં. બહું હોય છે.) ૭૧૩. અહીં સંસ્થાનદ્વાર પૂર્ણ થયું. હવે અનુગામિ અને અનનુગામિક વાર કહે છે. (५६) अणुगामिओ य ओही, नेरइयाणं तहेव देवाणं । अणुगामी अणणुगामी, मीसो य मणुस्स-तेरिच्छे ॥७१४॥ अणुगामिओऽणुगच्छइ, गच्छंतं लोयणं जहा परिसं । इयरो य नाणुगच्छइ, ठियप्पईवो व्व गच्छंतं ॥७१५॥ उभयसहावो मीसो, देसो जस्साणुयाइ णो अन्नो । कासइ गयस्स गच्छइ, एगं उवहम्मइ जहच्छिं ।।७१६॥ (અન્ય સ્થળે) જનારા પુરૂષની સાથે લોચનની પેઠે જે અવધિજ્ઞાન સાથે જાય તે અનુગામિકઅવધિજ્ઞાન કહેવાય. તેવું અવધિ નારકી અને દેવોને હોય છે. સ્થિર દીપકની પેઠે જે અવધિ જનારા પુરૂષની સાથે ન જાય, તે અનનુગામિકઅવધિ, તથા એ ઉભય સ્વભાવવાળું તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy