SearchBrowseAboutContactDonate
Page Preview
Page 348
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર ] નારકીનાં અવધિમાં ક્ષેત્ર પ્રમાણ. [૩૦૭ તિર્યંચયોનિનું અવધિ ઉત્કૃષ્ટથી આહારક અને તૈજસદ્રવ્ય સુધી જાણે છે. તથા નારકીમાં જઘન્યથી એક ગાઉ અને ઉત્કૃષ્ટથી એક યોજન સુધી જુએ છે. ૬૯૦. આહારક અને તૈજસશરીર, તથા ઉપલક્ષણથી ઔદારિક-વૈક્રિય-આહા૨ક-ને તૈજસદ્રવ્યો, તથા તેઓની મધ્યના તેઓને અયોગ્યદ્રવ્યો, તિર્યંચયોનિમાં રહેલા અવધિજ્ઞાનવાળા જે મસ્ત્યાદિ તે ઉત્કૃષ્ટથી જાણે છે. એ દ્રવ્યાનુસારે ક્ષેત્ર-કાળ-અને ભાવનો વિષયપણ તેઓનો સમજી લેવો. આ પ્રમાણે અહીં સુધી ક્ષયોપશમપ્રત્યયિક અવધિજ્ઞાનના ભેદો કહ્યા, હવે ભવ પ્રત્યયિક અવિધના ભેદો કહીએ છીએ. એ ભવ પ્રત્યયિક અવધિજ્ઞાન દેવ અને નારકીઓને હોય છે. તેમાં નારકીઓમાં એ સંબંધી થોડું કહેવાનું હોવાથી, પ્રથમ નારકીઓનું જ અવધિજ્ઞાન કહીશું. નારકીઓનું ઉત્કૃષ્ટ અવિધ ક્ષેત્રથી યોજન પર્યન્ત, અને જઘન્ય અવધિ એક ગાઉ પર્યન્ત જુએ છે. તેમાં યોજન પર્યન્ત જોનાર અવધિજ્ઞાન પહેલી રત્નપ્રભાપૃથ્વીમાં હોય છે, અને એક ગાઉ પર્યન્ત જોનાર અવિધ સાતમીપૃથ્વીમાં હોય છે. ૬૯૦. ઉપરોક્ત નિર્યુક્તિ ગાથાનો અર્થ કહેવા ભાષ્ય કહે છે. ओरालिय-वेउब्विय-आहारग - तेयगाइं तिरिएसुं । રોસેળ વેવ્ઝ, નારૂં ચ-તવંતરાલેસુ ।।૬।। भणिओ खओवसमिओ, भवपच्चइओ स चरिमपुढेवीए । ગાયમુોસેળ, પઢમા! નોયનું ોડ઼ IIF॰રશી ઔદારિક-વૈક્રિય-આહારક-અને તૈજસદ્રવ્યો; તથા તેમની અન્તરાલે બન્ને બાજુએ જે તેમને અયોગ્યદ્રવ્ય છે, તેને તિર્યંચયોનિમાં થયેલ અવધિજ્ઞાન ઉત્કૃષ્ટથી જુએ છે. (અહીં સુધી) ક્ષાયોપમિક અવધ કહ્યું, હવે ભવપ્રત્યયિક કહીશું. તે ભવપ્રત્યયિક અવધિ સાતમીપૃથ્વીમાં એક ગાઉ પર્યન્ત ઉત્કૃષ્ટથી જુએ છે, અને પહેલી પૃથ્વીમાં એક યોજન સુધી ઉત્કૃષ્ટ જુએ છે. ૬૯૧-૬૯૨. એ પ્રમાણે સામાન્યથી નારકંજાતિની અપેક્ષાએ અવધિનું ઉત્કૃષ્ટક્ષેત્રપ્રમાણ કહ્યું. હવે તે દરેક પૃથ્વીનું જુદું જુદું કહીશું. Jain Education International (४७) चत्तारि गाउयाई अठ्ठाई तिगाउयं चेय । સટ્ટાના તોળિ ય, વિવઠ્ઠમેળ ચ નરસું ।।૬ઠ્ઠા ચાર ગાઉ (એક યોજન) સાડા ત્રણ ગાઉ, ત્રણ ગાઉ, અઢી ગાઉ, બે ગાઉ, દોઢ ગાઉ, અને એક ગાઉ, ક્ષેત્રપ્રમાણ ઉત્કૃષ્ટથી અનુક્રમે રત્નપ્રભાદિ સાત નરકોમાં (અવિધ) જાણવું. ૬૯૩. નારકીઓના અધિજ્ઞાનના ક્ષેત્રનું પ્રમાણ ઉત્કૃષ્ટથી કહીને, હવે જઘન્યથી ક્ષેત્રનું પ્રમાણ કહે છે. अठ्ठाईयाइं जहण्णयं अद्धगाउयंताई । गाउयंति भणियं, तं पड़ उक्कोसयजहण्णं ॥ ६९४ || For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy