SearchBrowseAboutContactDonate
Page Preview
Page 347
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૬] પરમાવધિનો વિષય. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ खेत्तमसंखेज्जाई लोगसमाई, समा उ कालं च । વ્યં સર્વાં વં, પાસફ તેસિં ૨ વળ્યા! II૬૮૬॥ અસંખ્યાતા લોકપ્રમાણ ખંડો જેટલું ક્ષેત્ર, અસંખ્યાત ઉત્સર્પિણી-અવસર્પિણી જેટલો કાળ, સર્વ રૂપીદ્રવ્ય અને તેના પર્યાયો જે આગલ કહેશે તેવી પર્યાય સંખ્યાને અવધિજ્ઞાન જાણે છે. ૬૮૬. શિષ્ય પૂછે છે કે - खेत्तोवमाणमुत्तं, जमगणिजीवेहिं पुणो भणियं ? | तं चिय संखाईयाई, लोगमेत्ताइं निद्दिवं ॥ ६८७ ॥ પહેલાં જે અગ્નિકાયના જીવોથી ક્ષેત્રનું ઉપમાન કહ્યું છે, તે ફરીથી કેમ કહ્યું ? લોકપ્રમાણ સંખ્યાતા ખંડો કહીને તેજ પ્રમાણ નિયતપણે કહ્યું છે. (નવું નથી કહ્યું) ૬૮૭. પ્રશ્ન :- અગ્નિકાયના જીવો વડે ક્ષેત્રનું ઉપમાન ૫૯૮મી ગાથામાં નિર્યુક્તિકાર મહારાજે પૂર્વે કહેલું છે, તે ઉપમાન ફરી ૬૮૫મી ગાથામાં શા માટે કહ્યું છે ? ઉત્તર ઃપૂર્વે જે ક્ષેત્રનું ઉપમાન કહ્યું છે, તે માન અલોકમાં અસંખ્યાતા લોકપ્રમાણ ખંડો જેટલું છે, એમ એજ પ્રમાણને નિયતપણે અહીં કહ્યું છે, નવું કંઇ નથી કહ્યું. વળી ૬૮૬મી ગાથામાં “સર્વ રૂપગત જાણે છે” એમ કહ્યું છે, તે પછી ભાષ્યકાર મહારાજે ૬૮૬મી ગાથામાં “સર્વરૂપી દ્રવ્યને જાણે છે'' એમ કહીને અધિજ્ઞાનનો દ્રવ્યથી વિષય જણાવ્યો છે. ૬૮૭. ૬૭૫મી ગાથાથી અવધિજ્ઞાનનો દ્રવ્યથી વિષય કહ્યો છે, હવે એકપ્રદેશાવગઢ એ પદ ક્ષેત્ર અને કાળના વિશેષણરૂપે બીજા પ્રકારે છે. Jain Education International अहवा दव्वं भणियं, इह रूवगयंति खेत्त - कालदुगं । रुवाणुरायं पेच्छ, न य तं चिय तं जओऽमुत्तं ॥ ६८८॥ -અથવા (અવધિજ્ઞાનના વિષયભૂત) રૂપીદ્રવ્ય કહ્યું છે, અને અહીં રૂપાનુગત ક્ષેત્ર-કાળ જીએ છે, એમ કહ્યું છે; કેવળ રૂપીદ્રવ્યવિનાના ક્ષેત્ર ન જુએ, કેમ કે તે અમૂર્ત છે. ૬૮૮. હવે શિષ્ય ઉપર ઉપકાર કરવા કંઇક પ્રાસંગિક તથા બીજું પણ કહેવા માટે સંબંધ યોજવા માટે કહે છે. परमोहिन्नाणविओ, केवलमंतोमुहुत्तमेत्तेणं । મનુયોવસમિત્રો, મળિો તિરિયાળ યોચ્છામિ ।।૬૮થી . પરમાધિજ્ઞાન થયા પછી અન્તર્મુહૂર્વે કેવળજ્ઞાન અવશ્ય થાય છે. (કેમકે કેવળજ્ઞાનરૂપ સૂર્યનો ઉદય થતા પહેલાં તેની પ્રથમ પ્રભા ફુટવા સમાન પરમાધિ છે, તે પછી કેવળજ્ઞાનરૂપ સૂર્યનો ઉદય થાય છે.) એ પ્રમાણે મનુષ્ય સંબંધી ક્ષાયોપશમિક અવધિ કહ્યું, હવે તિર્યંચોનું કહીશું. ૬૮૯. આહાર-તેયત્નો, વોસેળ તિરિબ્ધનોનીસુ । गाउय जहण्णमोही, नरएसु उ जोयणुक्कोसो ॥। ६९०॥ (૪૬) For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy