SearchBrowseAboutContactDonate
Page Preview
Page 341
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૦ ગુરૂલઘુદ્રવ્યોમાં નિશ્ચય વ્યવહાર. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ ૧ લઘુતા કારણ છે, વાયુ આદિના તિર્થાગમનમાં ગુરુલઘુપણું કારણ છે, અને આકાશાદિના અવસ્થાનમાં અગુરુલઘુતા કારણ છે, કેમકે આનતાદિ દેવવિમાન વિગેરે આકાશ પ્રતિષ્ઠિત છે. આમ હોવાથી ચાર પ્રકારે વસ્તુ માનવી જોઇએ. ૬૬૧-૬૬ ૨. ઉપરોક્ત વ્યવહારવાદીને નિશ્ચયવાદી ઉત્તર આપે છે. अन्न च्चिय गुरुलहुया, अन्नो दवाण विरियपरिणामो । अन्नो गइपरिणामो, नावस्सं गुरुलहुनिमित्तो ॥६६३॥ દ્રવ્યોની ગુરૂતા અને લઘુતા કંઈ અન્યજ છે; અને વીર્ય પરિણામ પણ અન્યજ છે, તેમજ તેમનો ગતિપરિણામ પણ અન્યજ છે. ગુરૂતા અને લઘુતા અવશ્ય નિમિત્ત નથી. ૬૬૩. કારણ કે परमलहुणमणूणं, जं गमणमहोऽवि तत्थ को हेऊ ? । उड़े धूमाईणं, थूलयराणंपि किं कज्जं ? ॥६६४॥ किं व विमाणाईणं, नाहोगमणं महागुरुणपि । तणुयरदेहो देवो, हक्नुवइ व किं महासेलं ? ॥६६५॥ અતિશયલઘુપરમાણુઓનું જે અધોગમન થાય છે, તેમાં શો હેતુ છે? અને અતિશયસ્થૂલધૂમ્રાદિનું ઉર્ધ્વગમન થાય છે તેમાં શું પ્રયોજન છે ? અથવા અતિશય ભારી વિમાનાદિનું અધોગમન કેમ નથી ? અને અતિસૂક્ષ્મદેહવાળો દેવ મોટા પર્વતને કેમ ઉપાડી શકે છે ? ૬૬૪-૬૬૫. અતિલઘુપરમાણુઓની નીચેના ભાગમાં ગતિ થાય છે, એમાં અધોગતિ પરિણામની વિશેષતા વિના બીજો કોઇ હેતુ છે નહિ. તથા અતિશયસ્થૂલ ધૂમ્રાદિનું જે ઉર્ધ્વગમન થાય છે, તેમાં પણ ઉર્ધ્વગતિપરિણામની વિશેષતા સિવાય બીજું કોઈપણ કારણ નથી. આ પ્રમાણે પ્રબળ અધોગતિના પરિણામે પરમાણુગત લઘુતાનો અને પ્રબળ ઉર્ધ્વગતિના પરિણામે ધૂમ્રાદિ ગત ગુરૂતાનો અતિક્રમ થાય છે: આ રીતે ગતિપરિણામથી ગુરૂતા અને લઘુતાનો અતિક્રમ કહ્યો, હવે પ્રબળ સ્થિતિ પરિણામવડે પણ ગુરૂતાનો અતિક્રમ બતાવે છે. જો અધોગમનમાં ગુરૂતા કારણ છે એમ માનીએ, તો આનતાદિ દેવલોકના વિમાનો, સિદ્ધશિલા વિગેરે અતિગુરૂ પદાર્થોનું અધોગમન કેમ નથી થતું. ? તેમાં પણ પ્રબળ સ્થિતિપરિણામજ તેમની ગુરૂતા અતિક્રમીને સ્થિરતા કરે છે. વળી અતિ નાના શરીરવાળો મહાવીર્યવાન્ દેવ મોટા પર્વતને ઉપાડી ઉંચે કેમ ફેંકે છે? જો ગુરૂતા અધોગતિઆદિનું કારણ હોય, તો તે પર્વત પોતાની ગુરૂતાથી મહાવીર્યવાળા દેવને દબાવી નીચેજ ચાલ્યો જાય. માટે ઉર્ધ્વગતિ અને અધોગતિમાં ગુરૂતા કે લઘુતા કંઈ કારણ નથી. ૬૬૪-૬૬૫. જો એમ કહેવામાં આવે કે अह तस्स वीरियं, तं तो नाहोगमणकारणं गुरुया । उड्डगइकारणं वा, लहुया एगंतओ जुत्ता ॥६६६।। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy